________________
તત્વાર્થસૂત્રને (૪) શુભ કર્મ પુણ્ય કહેવાય છે. પુણ્ય શબ્દની વ્યુત્પત્તિ, આ પ્રમાણે છે—જે આત્માને પવિત્ર કરે તે પુણ્ય છે.
(૫) આત્માનું દુર્ગતિમાં પતન થવાના કારણરૂપ અશુભ કર્મ પાપ કહેવાય છે.
(૬) શુભ અને અશુભ કર્મોના આગમનને માર્ગ, ભવજામાણના કારણે પ્રાણાતિપાત વિગેરે ક્રિયારૂપ આશ્રવ છે. અર્થાત્ જેનાથી કર્મ આવે તે આશ્રવ છે.
(૭) આશ્રવનું રેકાઈ જવું તે સંવર તત્વ છે. તાત્પર્ય એ છે કે આત્મામાં પ્રવેશવા જતાં કર્મ જે આત્મપરિણામ દ્વારા અટકી જાય છે તે ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિ વગેરેને સંવર કહે, છે. જે આશ્રવના પ્રવાહ દ્વારને રોકી દે છે. હાંકી દે છે. તે સંવર છે. વળી કહ્યું છે કે આશ્રય સંસારનું કારણ છે તે સંવર મેક્ષનું કારણ છે.
(૮) અગાઉ જેઓ કર્મ કરી ચૂકેલ છે તે કર્મોનું તપ સંયમ વગેરેથી બળી જવું અથવા આંશિક રૂપથી ક્ષય થઈ જવું તેને નિર્જરા કહે છે અથવા પહેલાના કર્મો યથા સમયે પિતાનું ફળ આપીને અથવા તપ વિગેરે દ્વારા નાશ પામે તે નિર્જરા તત્વ કહેવાય છે. અભિપ્રાય એ છે કે પહેલાના બંધાયેલા કર્મોનુ તપ ધ્યાન વગેરે દ્વારા એકદેશથી નાશ થવું અર્થાત્ આત્મપ્રદેશથી જુદા પડવું તે નિર્ભર છે.
(૯) કાયમને માટે સધળાં કર્મોને ક્ષય થઈ જ તે મેક્ષ છે ઉત્તરાધ્યયનના ૨૮માં અધ્યચનમાં કહ્યું છે.
જીવ, અજીવ, બન્ય, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર નિર્જરા અને મેક્ષ આ નવ તત્વ છે. ૧
તત્વાર્થનિર્યુતિઃ –બત્રીસ આગની ટીકા રચ્યા બાદ મેં સંસારસાગર પાર કરવા ઈચ્છતા તથા. જિનપ્રતિપાદિત તત્વની જાણકારીના અભિલાષી મુમુક્ષુઓના સ્વાધ્યાય માટે મારી શક્તિ તથા બુદ્ધિ અનુસાર આગમને સાર સંરણ કરીને નવા અધ્યાયમાં તત્વાર્થસૂત્રનું નિર્માણ કર્યું છે. પ્રસ્તુત તત્વાર્થસૂત્રમાં કેઈક-કેઈક સ્થળે આગના શબ્દોને જેમ છે તેમ જ ગ્રહણ કરવામાં આવેલ છે અને ક્યારેક-ક્યારેક આગમના અર્થનું ટુંકમાં વર્ણન કરેલ છે. આ રીતે આ ગ્રન્થ આહત આગમને એક સમન્વયાત્મક ગ્રંથ છે. ટૂંકમાં રચેલ આ તત્વાર્થસૂત્રના રહસ્યને સ્પષ્ટ કરવા માટે મારી બુદ્ધિ અનુસાર નિયુકિતની રચના કરવામાં આવે છે.
(૧) જીવ (૨) અજીવ (૩) બંધ (૪) પુણ્ય (૫) પાપ (૬) આશ્રવ (૭) સંવર (૮) નિર્જરા અને (૯) મેક્ષ, આ નવ તત્વ છે. સ્થાનાંગસૂત્રમાં ૬૬પમાં સૂત્રમાં નવમાં સ્થાનમાં કહ્યું છે કે-નવ સર્ભાવરૂપ પદાર્થ અર્થથી તિર્થંકરેએ અને શબ્દથી ગણધરેએ કહ્યા છે. તે આ પ્રમાણે છે-જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રય, સંવર, નિર્જરા બન્ધ અને મોક્ષ.
ઉત્તરાધ્યયનસૂત્રનાં ૨૮મા અધ્યયનમાં પણ આજ નવ તને ઉલ્લેખ કરવામાં આવેલ છે તેમાં પહેલું તત્વ જીવ જે ચૈતન્ય સ્વરૂપ એટલે જ્ઞાનમય છે જેવી રીતે દીપકના પ્રકાશમાં સંકુચન-વિસ્તરણને ગુણ છે, તેવી રીતે જીવમાં પણ છે. આ ગુણના કરણે જીવ હાથી અને કીડી-કુંથવા વગેરેના નાના મોટા શરીર અનુસાર સંકુચીત અને વિસ્તૃત થઈ જાય છે. સાંસારિક અવસ્થામાં તે પોતાના વડે ઉપાજીત નામ કમી અનુસાર, ત્રસ–સ્થાવર, દેવ નારક, એકેન્દ્રિયઈિન્દ્રિય વગેરે કહેવાય છે. અથવા જીવ ઔશમિક, ક્ષાપશમિક વગેરે ભાવેથી યુકત હોય છે. સાકાર ઉપયોગ (જ્ઞાન) તથા અનાકાર ઉપગ (દર્શન) રૂપ છે. શબ્દ રૂ૫ વગેરે વિષયેન