________________
૧૮૮
તત્વાર્થસૂત્રને આયુષ્યકર્મની ઉત્તરપ્રકૃતિએ ચાર છે-નારકાયુ તિર્યંચાયુ મનુષ્યાય અને દેવાયુ છે૧બા
તત્ત્વાર્થનિર્યુકિત-પાછલા સૂત્રમાં ચેથી મેહનીય રૂપ મૂળ કર્મપ્રકૃતિની અઠયાવીસ ઉત્તર પ્રવૃતિઓનું નિરૂપણ કરવામાં આવ્યું હવે આયુ નામકે પાંચમી મૂળકર્મ પ્રકૃતિની ચાર ઉત્તરપ્રકૃતિઓ કહીએ છીએ-ઉત્તરપ્રકૃતિરૂપ આયુષ્યકર્મ ચાર પ્રકારના કહેવામાં આવ્યા છેનરકાયુ તિર્યંચાયુ મનુષ્યાયું અને દેવાયુ.
જે કર્મના ઉદયથી-આત્મા નારફ તિર્યંચ મનુષ્ય અથવા દેવના રૂપમાં જીવીત રહે છે અને જે કર્મના ક્ષયથી મરી જાય છે તેને આયુષ્ય કર્મ કહે છે. કહ્યું પણ છે–
પિતાને અનુરૂપ આસવની દ્વારા ગ્રહણ કરેલા અનાજ આદિ ને પ્રથમ બાંધેલા આયુષ્યના ઉપકારક હોય છે. તે આયુ નામક મૂળ પ્રકૃતિની ચાર ઉત્તરપ્રકૃતિઓ છે–(૧) નારકાયુષ્ય (૨) તૈયચનિકાયુષ્ય (૩) માનુષ્પાયુષ્ક (૪) દેવાયુષ્ય “આયુષ્ય પદની વ્યુત્પત્તિ આ પ્રમાણે છેઆનીયતે અર્થાત્ લાવવામાં આવે છે. શેષ કૃતિઓ ઉપગને માટે જીવની દ્વારા જેમાં તેને આયુ કહે છે. કાંસાના પાત્ર રૂપ આધારે ભેજન કરનાર માટે જ ચોખા અને ભાત વગેરે જુદી જુદી શાકભાજી રાખવામાં આવે છે અથવા આનીયતે અર્થાત લાવવામાં આવે છે. તે ભવની અંદર થનારી પ્રકૃતિએ જેની મદદથી તેને આવું કહે છે, દોરડાથી બાંધેલા શેરડીના ભારાની જેમ કહેવાનું એ છે કે જેમ દેરડું-શોરડીને ભેગી રાખે છે તેવી જ રીતે આયુષ્યકર્મ અમુક ભવ સઍધી સમસ્ત પ્રકૃતિઓને એકઠી કરી રાખે છે અથવા બેડી વગેરેની જેમ શરીર ધારણ પ્રતિ જે યત્નશીલ હોય છે. તે આયુષ્ય કહેવાય છે. આયુને જ આયુષ્ય કહે છે. આયું ચાર પ્રકારના છે કારણ કે સંસાર ચાર ગતિ રૂપ છે.
નરક પૃથ્વીનું એક વિશેષ પ્રકારનું પરિણમન છે. નરક એ યાતનાઓનું સ્થાન છે નરકમાં રહેવાવાળાં પ્રાણી પણ નરક કહેવાય છે, નરક સંબંધી (આયુ)ને નારકી કહે છે એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચાનિકેની આયુને તિર્યનિક કહે છે. સમૂઈિમ અને ગર્ભજ મનુષ્યના આયુને માનુષાયુ કહે છે. ભવનપતિ વાનગૅતર તિષ્ક અને વૈમાનિકેની આયુને દેવાયુ કહી શકાય છે. આ રીતે આયુષ્ય મૂળ પ્રકૃતિની ચાર પ્રકૃતિએ સાબીત થઈ. ૧૦
णामे बायालीसविहे गइ-जाइ-सरीराइ मेयओ ॥ ११ ॥ સૂત્રાર્થ–ગતિ જાતિ શરીર આદિના ભેદથી નામ કર્મ બેંતાળીશ પ્રકારના છે. ૧૧
તત્ત્વાર્થદીપિકા–પાછલા સૂત્રમાં પાંચમી મૂળ કર્મ પ્રકૃતિ આયુષ્યની ચાર પ્રકૃતિઓ કહેવામાં આવી. હવે ક્રમ પ્રાપ્ત છઠી મૂળ કર્મપ્રકૃતિ-નામકર્મની બેંતાળીશ ઉત્તરપ્રકૃતિઓ કહીએ છીએ–
ઉત્તર પ્રકૃતિની અપેક્ષાથી નામકર્મના બેંતાળીશ ભેદ છે તે આ મુજબ છે—(૧) ગતિનામ (૨) જાતિનામ (૩) શરીરનામ (૪) શરીર પાંગ નામ (૫) શરીર બંધન નામ (૬) શરીર સંધાત નામ (૭) સંહનન નામ (૮) સંસ્થાન નામ (૯) વર્ણ નામ (૧૦) ગંધનામ (૧૧) રસનામ (૧૨) સ્પર્શનામ (૧૩) અગુરુલઘુ નામ (૧૪) ઉપઘાત નામ (૧૫) પરાઘાત (૧૬) આનુપૂવી નામ (૧૭) ઉચ્છવાસ નામ (૧૮) આતપ નામ (૧૯) ઉદ્યોત નામ (૨૦) વિહાગતિ નામ (૨૧) ત્રસનામ (૨૨) સ્થાવર નામ (૨૩) સૂક્ષ્મ નામ (૨૪) બાદર નામ (૨૫) પર્યાપ્ત નામ (૨૬) અપર્યાપ્ત નામ (૨૭) સાધારણ શરીર નામ (૨૮) પ્રત્યેક શરીર