________________
ગુજરાતી અનુવાદ અ. ૪ તિષ્ક દેવેની ગતિઆદિનું કથન સૂ. ૨૭ ૨૨૧ મહાશુક અને સહસ્ત્રાર કલ્પમાં દેવ શબ્દથી પરિચારણ કરે છે, આનત, પ્રાકૃત, આરણ અને અય્યત કપમાં દેવ મનથી પરિચારણા કરે છે, રૈવેયક અને અનુત્તરૌપપાતિક દેવ પરિચારણા રહિત હોય છે –
કલ્પપપન્ન અને કલ્પાતીત દેવના પ્રવીચારના વિષયમાં કહ્યું છે કે –
બે દેવલોકમાં કાયાથી, બેમાં સ્પર્શથી, બેમાં રૂપથી અને બેમાં શબ્દથી અને ચારમાં મનના સંકલ્પથી પ્રવીચાર થાય છે બાકીનાં દેવ પરિચારણ રહિત હોય છે ૧
દેના શરીર સાત ધાતુઓથી રહિત હોય છે આથી તેમનું વીર્ય અલિત થતું નથી જ્યારે વેદની ઉદીરણ હઠી જાય છે ત્યારે તેમને સંકલ્પ-સુખ ઉત્પન્ન થાય છે . ર૬ :
વોરિણા મેપf ઈત્યાદિ
સૂવાથ—તિષ્ક દેવ મેરૂ પર્વતી પ્રદક્ષિણા કરે છે, દિવસ રાત્રી વગેરે કાળના વિભાગના કારણ છે, મનુષ્યક્ષેત્રમાં અર્થાત્ અઢી દ્વીપમાં નિરન્તર ગમન કરે છે અને મનુષ્યથી બહાર સ્થિત છે. છે ર૭
તત્ત્વાર્થદીપિકા પ્રથમ બતાવી દેવામાં આવ્યું છે કે ભવનવાસિઓથી લઈને સર્વાર્થ સિદ્ધ સુધીના દેવ કાયાથી સ્પર્શથી રૂપથી શબ્દથી અને મનથી મૈથુન સેવે છે અને કઈ-કઈ દેવ પ્રવીચાર રહિત પણ હોય છે. હવે તિષ્ક દેવની ગતિ તેમજ કાળ વિભાજનકત્વ વગેરેની પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ –
ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એ પાંચ પ્રકારના જ્યોતિષ્ક મેરૂ પર્વતની પરિક્રમા કરે છે. આ જ કાળના વિભાજનના કારણો છે અર્થાત્ તેમની ગતિના કારણે જ સમય, આવલિકા આદિ કાળના ભેદ થાય છે તેઓ નિત્ય અર્થાત્ અનવરત ગતિશીલ રહે છે–એક ક્ષણ માટે પણ તેમની ગતિને કઈ રોકી શકતું નથી પરંતુ મનુષ્ય ક્ષેત્રથી બહાર અર્થાત્ માનુષેત્તર પર્વતથી આગળ તેઓ ભ્રમણ કરતાં નથી–સ્થિર રહે છે ર૭ છે
તત્વાર્થનિર્યુક્તિ–-પૂર્વસૂત્રમાં ભવનપતિઓથી લઈને સર્વાર્થસિદ્ધ પર્યન્તના દેના વિષયાગ વગેરેનું યથાયોગ્ય વિવેચન કરવામાં આવ્યું છે હવે તિષ્ક દેવોની ગતિ આદિના વિષયમાં કહીએ છીએ –
ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એ પાંચ પ્રકારના જ્યોતિષ્ક દેવ મનુષ્ય-ક્ષેત્રમાં અર્થાત્ માનુષાર પર્વત પર્યન્તના પીસ્તાળીસ લાખ જન લંબાઈ, પહોળાઈવાળા અઢી. દ્વીપમાં મેરૂ પર્વતની પ્રદક્ષિણ કરતા થકા નિરન્તર ગતિ કરતા રહે છે. આ જ જ્યોતિષ્ક દેવે કાળના વિભાગના કારણ છે અર્થાત સમય આવલિકા, શ્વાસોચ્છવાસ, સ્તક લવ અને મહત્ત આદિ કાળના ભેદના કારણ હોય છે. ચન્દ્ર, સૂર્ય આદિના સંચારથી જ ઘડી, પળ, ક્ષણ, પ્રહર, દિવસ, રાત, પક્ષ માસ, અયન, વર્ષ, કલ્પ વગેરેને વ્યવહાર થાય છે અન્યથા વ્યવહાર થઈ શક્ત નથી. આ રીતે ચન્દ્ર, સૂર્ય આદિ જ્યોતિષ્ક દેવ કાળવિભાગના કારણરૂપ છે.
એટલું ચોકકસ છે કે આ તિષ્ઠદેવ મનુષ્ય-ક્ષેત્રથી બહાર સંચાર કરતા નથી પરંતુ સ્થિર રહે છે.