Book Title: Tattvartha Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 1009
________________ ૩૨૦ તત્વાર્થસૂત્રને દુષમ-દુષમ ઉત્સર્પિણી કાળના આરઓના પણ આ જ નામ છે પરંતુ તેમના નામ વિપરીત હોય છે જેમકે દુષમ-દુષ્કમ, દુષ્કમ વગેરે. ભારત અને અરવત ક્ષેત્રોમાં જ આ વૃદ્ધિ તથા ઘટાડો થાય છે. આ બે ક્ષેત્રે સિવાય હમવત, હરિવર્ષ, મહાવિદેહ રમ્યક હેરણ્યવત ક્ષેત્રોમાં મનુષ્યનું આયુષ્ય વગેરે જેમને તેમ જ રહે અર્થાત્ તેમાં વધારો અથવા ઘટાડે થતો નથી. તાત્પર્ય એ છે કે હેમવત આદિ ક્ષેત્રમાં ન તો ઉત્સપિણી–અવસર્પિણી રૂપ કાળના વિભાગ હોય છે અથવા ન તો મનુષ્યના આયુષ્ય ઉંચાઈ વગેરેમાં ફેરફાર થાય છે ત્યાં સદા એક સરખો જ કાળ રહે છે આથી કાળની વિષમતાના કારણે આયુષ્ય અવગાહના આદિમાં થનારી વિષમતા ત્યાં નથી ! ૨૯ તત્વાર્થનિર્યુકિત–પહેલા જમ્બુદ્વીપની અંદર સ્થિત ભારત આદિ સાત ક્ષેત્રની પ્રરૂપણ કરવામાં આવી હવે તે ક્ષેત્રમાં નિવાસ કરનારા મનુષ્યોના ઉપગ, આયુષ્ય, શરીરની ઉંચાઈ વગેરેમાં સમાનતા હોય છે, અથવા કોઈ પ્રકારની વિશેષતા થતી રહે છે ! એવી આશંકાનું સમાધાન કરવા માટે કહીએ છીએ - પૂર્વોક્ત ભરત, હેમવત, હરિવર્ષ, મહાવિદેહ, રમ્ય, હૈરણ્યવત અને ઐરાવત ક્ષેત્રમાંથી ભરત અને ઐરાવત નામક ક્ષેત્રમાં ઉત્સપિણી અને અવસર્પિણી કાળમાં મનુષ્યના ભેગ, ઉપભેગ, આયુષ્ય અને શરીરની ઉંચાઈ વગેરેમાં વૃદ્ધિ તથા હાસ થતું રહે છે. આ ઉત્સપિણી અને અવસર્પિણી કાળોમાંથી પ્રત્યેકમાં છ સમય હોય છે જેને “આરા” પણ કહેવામાં આવે છે. અવસર્પિણી કાળમાં છ આરા આ પ્રકારના હોય છે-(૧) સુષમા સુષમા (૨) સુષમ (૩) સુષમ-દુષમાં (૪) દુષમસુષમા (૫) દુષમા અને (૬) દુષમ દુષમ અવસર્પિણી કાળના આ છ આરાઓની સમાપ્તિ પછી ઉત્સર્પિણી કાળને આરંભ થાય છે જેને પ્રથમ આરો દુષ્કમ દુષમા અને અતિક સુષમસુષમા હોય છે અર્થાત્ અવસર્પિણી કાળના છ આરાઓથી ઉત્સર્પિણી કાળના આરા એકદમ ઉલ્ટા કમથી હોય છે ઉત્સર્પિણી કાળમાં આયુષ્ય, ઉંચાઈ વગેરેમાં ક્રમશ: વૃદ્ધિ થતી રહે છે અને અવસર્પિણી કાળમાં અનુક્રમથી હાસ થાય છે. આ વિષમતા માત્ર ભારત અને અરવત ક્ષેત્રમાં જ હોય છે આ બંને ક્ષેત્રોમાં મનુષ્પો આદિના ઉપભેગમાં, આયુષ્યમાં તથા શરીરના પ્રમાણ આદિમાં હમેશાં સમાનતા હોતી નથી પરન્તુ ઉત્સર્પિણીકાળમાં વૃદ્ધિ અને અવસર્પિણીકાળમાં હાસ થાય છેઆનું કારણ એ છે કે આ બંને ક્ષેત્રોમાં જ ઉત્સપિણી અવસર્પિણી કાળના ભેદ છે. ભરત અને અરવત ક્ષેત્રે સિવાય હૈમવત, હરિવર્ષ, મહાવિદેહ, રમ્યક અને હૈરશ્યવત ક્ષેત્રમાં ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ હેતાં નથી. આ કાળભેદ ન હોવાથી મનુષ્ય આદિના આયુષ્ય, અવગાહના આદિમાં પણું ભેદ નથી આયુષ્ય આદિમાં જે વિષમતા હોય છે તેનું કારણ કાલકૃત વિષમતા છે. કાળને વિષમતાના અભાવમાં તજજનિત આયુષ્ય અવગાહના આદિની વિષમતા પણ હતી નથી. અનુભાવનો અર્થ છે ભેગ અને ઉપભેગ, આયુષ્યથી તાત્પર્ય છે જીવન અથવા જીવિત રહેવાનું કાળમાન અને પ્રમાણને અર્થ છે શરીરની ઉંચાઈ આ બધામાં વૃદ્ધિ અને હાસ થતાં રહે છે.

Loading...

Page Navigation
1 ... 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020