Book Title: Tattvartha Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 1018
________________ ગુજરાતી અનુવાદ ક્ષેત્રોમાં મનુષ્ય અને પંચેદિયાના આકાષ્યનું નિરૂપણ સૂ. ૩૪ ૩૨૯ મનુષ્ય અને તિર્યંચોની સ્થિતિ બે પ્રકારની કહેવામાં આવી છે–ભવસ્થિતિ અને કાયસ્થિતિ મનુષ્યને અથવા તિર્યંચને જન્મ પામીને જીવ તે જન્મના જેટલા કાળ સુધી જીવિત રહે છે તે તેની જીવસ્થિતિ કહેવાય છે. કેઈ જીવ મનુષ્ય પર્યાયમાં ઉત્પન્ન થઈને જીવિત રહે છે. પછી આયુષ્યને અન્ત આવવાથી મૃત્યુ પામે છે અને પુનઃ મનુષ્ય પર્યાયમાં ઉત્પન્ન થાય છે. આ રીતે જેટલા કાળ સુધી તે લગાતાર મનુષ્ય ભવ કરે છે. આ કાળમર્યાદાને કાયસ્થિતિ કહે છે. એવી જ રીતે તિર્યંચ જેટલા ભવ સુધી લગાતાર તિયચપર્યાયમાં ચાલુ રહે છે તે તેની કાયસ્થિતિ કહેવાય છે. આ કાયસ્થિતિ મનુષ્ય અને તિર્યંચની જ હોય છે કારણ કે એમના જ લગાતાર અનેક ભવ થઈ શકે છે. દેવતા અને નરકના લગાતાર અનેક ભવ હતાં નથી અર્થાત્ દેવ મરીને પુનઃ દેવ અને નરકના જીવ મરીને ફરીવાર નારક થતાં નથી આથી તેમની ભવ સ્થિતિથી જુદી કઈ કાયસ્થિતિ હોતી નથી. જેટલી ભવસ્થિતિ છે તેટલી જ એમની કાયસ્થિતિ હોય એમ કહેવાનું છે. મનુષ્યની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ત્રણ પલ્યોપમની અને જઘન્ય અન્તર્મુહૂર્તની છે. ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાત-આઠ ભવગ્રહણ પ્રમાણ સમજવી જોઈએ. ધારો કે કરોડ પૂર્વ આયુષ્યવાળો મનુષ્ય મરીને કરડ પૂર્વ આયુષ્યવાળા મનુષ્યના રૂપમાં પુનઃ પુનઃ ઉત્પન્ન થાય છે તે લગાતાર સાત વાર જ થાય છે. આઠમી વાર દેવકુરુ-ઉત્તર કુરુમાં ઉત્પન્ન થાય છે અને ત્યારબાદ દેવલોકમાં ગમન કરે છે. તિર્યની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ત્રણ પલ્યોપમની અને જઘન્ય અન્તર્મુહૂર્તની સમજવી જોઈએ. ઉત્તરાધ્યયનસૂત્રના અધ્યયન ૩૬ની ગાથા ૧૯૮માં કહ્યું છે-- મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમ અને જઘન્ય અન્તર્મુહૂર્તનું કહેવામાં આવ્યું છે. પ્રજ્ઞાપના સૂત્રને ચોથા પદમાં કહ્યું છે- હે ભગવાન ! મનુષ્યની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે ? ઉત્તર–હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્તની ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની. સમવાયાંગ સૂત્રના ત્રીજા સમવાયમાં પણ કહેવામાં આવ્યું છે-“અસંખ્યાત વર્ષ આયુષ્યવાળી સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની કહેવામાં આવી છે.” ઉત્તરાધ્યયનના ૩૬માં અધ્યયનમાં કહ્યું છે–સ્થળચર તિર્યચેનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પાપમનું અને જઘન્ય અન્તર્મુહૂર્તનું કહેવામાં આવ્યું છે પુનઃ પ્રજ્ઞાપના સૂત્રનાં ચેથા પદમાં કહ્યું છે–ગર્ભજ ચતુષ્પાદ સ્થળચર પંચેન્દ્રિય તિર્યચેના વિષયમાં પૃચ્છા અર્થાત્ તેમનું આયુષ્ય કેટલા કાળનું છે? ઉત્તર--જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. ૪૨

Loading...

Page Navigation
1 ... 1016 1017 1018 1019 1020