Book Title: Tattvartha Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 993
________________ ૩૦૪ તત્ત્વાર્થસૂત્રને રત્નોથી સભર છે. બીજા કાડની ઉપર ત્રીજે કાર્ડ શરૂ થાય છે. તે છત્રીસ હજાર જન છે અને જાબૂનદની બહુલતાથી યુક્ત છે ત્રીજા કાહની ઉપર ચાળીસ જન ઉંચી ચૂલિકા છે જેમાં વૈડૂર્યની બહુલતા છે. | મૂળ અર્થાત્ ઉદ્ગમ પ્રદેશમાં ચૂલિકાની પહોળાઈ અને લબાઈ બાર એજનની છે. મધ્યભાગમાં આઠ જન અને ઉપર ચાર એજનની છે. ભૂમિની ઉપર રહેલ પ્રથમ ભદ્રશાલવન વલયાકાર છે. ભદ્રશાલવનની ભૂમિથી પાંચસો જન ઉપર પ્રથમ મેખલામાં પાંચ સે જન પથરાયેલ નન્દન નામક બીજુ વન છે નન્દનવનથી સાડા બાંસઠ હજાર જનની ઉંચાઈ પર પાંચસો જન વિસ્તૃત સૌમનસ નામનું ત્રીજું વન બીજી મેખલામાં છે. સૌમનસ વનથી છત્રીસ હજાર એજનની ઉંચાઈ પર ચાર ચોરાણું જન વિસ્તાર વાળું પાડુક નામનું ચોથું વન મેરુના શિખર પર શોભાયમાન છે. આ મેરુ પર્વત બધી જંગ્યાએ એક સરખા પરિમાણવાળે નથી પરન્ત સમ ભૂમિ ભાગ ઉપર મેર પર્વતની પહોબાઈ દસ હજાર જનની છે ત્યાંથી અગીયાર યોજન ઉપર જઈએ તો એક જન અને અગીયારસે ચોજન જઈએ તે એક સો તથા અગીયાર હજાર યોજન જઈએ ત્યારે એક હજાર યોજન પહોળાઈમાં ઓછો થતો જાય છે. ગણતરી મુજબ ૯૯ નવાણું હજાર એજન ઉમર જવાથી એક હજાર એજનની પહેળાઈ રહી જાય છે. * જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિના ત્રીજા સૂત્રમાં કહ્યું છે-- જબૂદ્વીપ સમસ્તદ્વીપ–સમુદ્રોની અંદર સૌથી નાનો છે. ગોળાકાર છે અને લંબાઈ પહોળાઈમાં એક લાખ જન ફેલાયેલું છે. . આ જગ્યાએ જ વળી પાછું સૂત્ર ૧૦૩માં કહેવામાં આવ્યું છે–જબૂદ્વીપની બરાબર વચ્ચોવચ્ચ મન્દર નામનો પર્વત કહેવામાં આવ્યો છે તે નવાણુ હજાર યોજન જમીન ઉપરથી ઉચે છે અને એક હજાર યોજન જમીનની અંદર પેસે છે. ૨૧ તાથ મા પરવત દેવત' ઇત્યાદિ સુવાર્થ-જમ્બુદ્વીપમાં સાત વર્ષ (ક્ષેત્ર) છે–(૧) ભરત (૨) અરવત (૩) હૈમવત (૪) શ્રેરણયવત (૫) હરિ (૬) રમ્યક અને (૭) મહાવિદેહ પારા તત્વાર્થદીપિકા–આની અગાઉના સૂત્રમાં જમ્બુદ્વીપની લંબાઈ-પહોળાઈ વગેરેની પ્રરૂપણ કરવામાં આવી. હવે તેજ જમ્બુદ્વીપમાં છ કુલપર્વતના કારણે જુદાં પડેલાં સાત ક્ષેત્રોની પ્રરૂપણું કરવામાં આવે છે– જમ્બુદ્વીપ નામક દ્વીપમાં (૧) ભારત (૨) ઐરાવત (૩) હૈમવત (૪) હૈરણ્યવત (૫) હરિવાસ (૬) રમ્યકવાસ અને (૭) મહાવિદેહ નામના સાત ક્ષેત્ર છે જે “વર્ષ” કહેવાય છે જેમકે–ભરતવર્ષ, અરવત વર્ષ, હૈમવત વર્ષ, હૈરવત વર્ષ, હરિવર્ષ, રમ્યક વર્ષ, મહાવિદેહવર્ષ, અર્થાત્ જબૂદીપમાં આ સાત ક્ષેત્ર છે. (૧) આ સાત ક્ષેત્રોમાંનું પ્રથમ ભારતવર્ષ હિમવાનું પર્વતની દક્ષિણમાં છે. વૈતાઢ્ય નામક પર્વત અને ગંગા-સિંધુ નામની બે મહાનદિઓના કારણે વિભક્ત થઈ જવાથી તેના છ વિભાગ થઈ ગયા છે. ભારત વર્ષની ત્રણે બાજુએ લવણ સમુદ્ર છે તે જયા (દેરી) સહિત મનુષ્યાકારનું છે.

Loading...

Page Navigation
1 ... 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020