________________
તત્વાર્થસૂત્રને . આ તમામ ભરત-હૈમવત, હરિ, મહાવિદેહ, રમ્યક, હૈરયવત અને અરવત વર્ષોથી, વ્યવહારનયની અપેક્ષાથી, સૂર્યના કારણે થનારા દિશાઓના નિયમ અનુસાર, મેરુપર્વત ઉત્તરમાં છે, નિશ્ચયનયથી આ પ્રમાણે નથી. અન્યત્ર પણ કહેવામાં આવ્યું છે– મેરુપર્વત બધાં વર્ષોની ઉત્તરમાં છે?— આ કથનથી એવું સાબિત થયું કે વ્યવહારનયથી, સૂર્યની ગતિના કારણે ઉત્પન દિશાઓના નિયમ અનુસાર મેરુપર્વત બધાની ઉત્તરમાં છે અને લવણસમુદ્ર બધાંની દક્ષિણમાં છે.
વ્યવહારનયની અપેક્ષા જે ક્ષેત્રમાં જે તરફ સૂર્યોદય થાય છે તે દિશા પૂર્વ દિશા કહેવાય છે અને જે દિશામાં સૂર્યાસ્ત થાય છે તે દિશા પશ્ચિમ દિશા કહેવાય છે. કર્કથી લઈને ધનુષુરાશિ સુધી જે દિશામાં રહીને કમથી સૂર્ય ચાલે છે તે દક્ષિણ દિશા કહેવાય છે. અને મકરરાશિથી લઈને મિથુન રાશિ સુધી જે દિશામાં રહીને સૂર્ય કમથી ચાલે છે તે ઉત્તરદિશા કહેવાય છે.
આવી જ રીતે ચારે દિશાઓની મધ્યની દિશાઓ અર્થાતુ વિદિશાઓ-ઉર્ધ્વદિશા અને અદિશા પણ સૂર્યના સંગથી થાય છે. આ રીતે સર્વત્ર સૂર્યની અપેક્ષાથી જ દિશાઓને વ્યવહાર થાય છે. આશય કહેવાનું એ છે કે બધાંની દિશા વ્યવહારિક છે પરન્તુ નિશ્ચયથી એવું કહી શકાય નહીં. સૂર્યોદયની અપેક્ષાથી આપણા માટે જે પૂર્વ દિશા છે તે જ દિશા પૂર્વવિદેહના નિવાસીઓ માટે પશ્ચિમ દિશા છે કારણ કે તેમની અપેક્ષાથી ત્યાં સૂર્ય અસ્ત થાય છે. આ કારણથી આ વ્યવહાર માત્ર છે, નિશ્ચય નહીં. નિશ્ચયનયની અપેક્ષાથી મધ્યલોકમાં સ્થિત મેરુપર્વતના સમતલ ભૂમિભાગમાં રહેલ, આઠ આકાશપ્રદેશથી નિર્મિત ચતુષ્કોણ જે રુચક છે, તે દિશાઓના નિયમના કારણ છે. તેને જ કેન્દ્ર ગણીને દિશાઓની વ્યવસ્થા કરવી જોઈએ. તે રુચક જ પૂર્વદિશાઓ અને આગ્નેય આદિ વિદિશાઓનું પ્રભવ–ઉદ્ગમ સ્થાન છે.
દિશાઓ બે પ્રદેશથી પ્રારંભ થાય છે અને બે પ્રદેશની વૃદ્ધિથી વધતી થકી વિશાળ શકટેદ્ધિના આકાર હોય છે. તેની આદિ છે પણ અન્ય નથી. વિશિષ્ટ આકારમાં તેમનું અવસ્થાન છે અને અનન્ત (અલકની અપેક્ષા) આકાશ પ્રદેશોથી તેમનું સ્વરૂપ થાય છે આ દિશાઓ ચાર છે.
વિદિશાઓ મુક્તાવલી જેવી હોય છે. એક–એક આકાશપ્રદેશની રચનાથી તેમનું સ્વરૂપ નિષ્પન્ન થાય છે. તેમની આદિ તો છે પરંતુ છેડે નથી. વિદિશાઓ ચાર છે અને તે અનન્તપ્રદેશથી નિર્મિત છે.
ઉર્ધ્વદિશા પણ તે જ ચાર પ્રદેશોથી ઉત્પન્ન થાય છે. તેમની આદિ ઉપર સ્થિત ચાર પ્રદેશથી થાય છે તેને અનુત્તરા-વિમલા દિશા પણ કહે છે.
અદિશાનું નામ તમ છે તે નીચેના ચાર આકાશપ્રદેશોથી ઉત્પન્ન થઈ છે. આ દસે દિશાઓ અનાદિકાલીન છે અને એમના નામ પણ અનાદિકાળથી પ્રસિદ્ધ છે એ પ્રમાણે નિશ્ચયનયના આભિપ્રાયના આધારે સમજવું જોઈએ.