Book Title: Tattvartha Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 998
________________ ગુજરાતી અનુવાદ અ. ૫ ચુલહિમવન્તાદિવર્ષધર પતેનું નિરૂપણ સૂ૦ ૨૩ ૩૦૯ મહાહિમાવાન પર્વત મુદ્રહિમવાનથી બમણી ઉંચાઈ અને ઊંડાઈવાળો છે આ રીતે એની ઉંચાઈ બસે એજનની અને ઉંડાઈ પચાસ એજનની છે. નિષધપર્વત તેથી પણ બમણી ઊંડાઈ અને ઉંચાઈ ધરાવે છે આથી તેની ઉંચાઈ ચાર જનની અને ઉંડાઈ સે જનની છે. નીલવાન પર્વત પણ ચારસો યજન ઉંચે છે આથી તેની ઉંડાઈ સો જનની છે. રુકિમપર્વત બસ એજન ઉંચે છે આથી તેની ઉંડાઈ પચાસ જનની છે. શિખરી પર્વત એકસો એજન ઉચે છે તેની ઉંડાઈ પચ્ચીસ જનની છે. વૈતાઢયપર્વત ભરતક્ષેત્રની મધ્યમાં સ્થિત છે એથી ભરતક્ષેત્ર બે ભાગમાં વહેંચાઈ ગયું છે. વૈતાઢ્યથી ઉત્તર તરફને ભાગ ઉત્તર ભારત કહેવાય છે અને દક્ષિણ તરફને ભાગ દક્ષિણ ભારત. વૈતાઢયપર્વત પૂર્વથી પશ્ચિમ સુધી લાંબે છે. બંને તરફથી તેને થોડો ભાગ લવણસમુદ્રને સ્પર્શ કરે છે તે પર્વત ઉપર વિધાધર નિવાસ કરે છે. દક્ષિણમાં પચાસ અને ઉત્તરમાં સાઈઠ નગરવાળે, દક્ષિણશ્રેણિ અને ઉત્તરશ્રેણિ નામક બે શ્રેણિઓથી અલંકૃત છે. બે ગુફાઓથી સુશોભિત છે. છ જન અને એક ગાઉ સુધી પૃથ્વિમાં તેની ઉંડાઈ છે. પચાસ એજનને વિસ્તાર છે અને પચ્ચીસ જનની ઉંચાઈ છે. - વિદેહક્ષેત્રમાં મેરુપર્વતથી દક્ષિણમાં અને નિષધ પર્વતથી ઉત્તરમાં દેવકુરુ નામનું ક્ષેત્ર છે તે એક કાંચનપર્વતથી તથા ચિત્ર-વિચિત્ર ફૂટથી વિભૂષિત છે–આ રીતે પાંચ હદના બંને છેડાના કાંઠે આવેલા દસ-દસ કાંચનપર્વતોથી શોભાયમાન છે. શીતેદા નદીથી પૂર્વ અને પશ્ચિમમાં જનારા, નિષધપર્વતથી આઠસો ત્રીસ તથા ચારના સાતમા ભાગ ૮૩૪ઈંના અન્તરવાળા ચિત્ર-વિચિત્ર ફૂટ છે જે એક હજાર એજત ઉંચા છે, નીચેની તરફ પ્રસરાયેલા છે જેને ઉપરનો ભાગ તેનાથી અર્ધા છે. દેવકુરુ તેમનાથી સુશોભિત છે. તેને વિસ્તાર બે ભાગ અધિક અગીયાર હજાર આઠસે બેંતાળીસ જનનો છે. આવી જ રીતે મેરુપર્વતથી ઉત્તરમાં ઉત્તરકુરુક્ષેત્ર છે તે પણ સે કાંચનપર્વતથી શેભાયમાન છે પરંતુ તેમાં ચિત્ર-વિચિત્રકૂટ નથી તેની જગ્યાએ તેમના જ જેટલાં પ્રમાણુવાળા કાંચનમય અને શીતા નદીના કાંઠા પર આવેલા બે યમક પર્વત છે. મહાવિદેહક્ષેત્ર મેરુપર્વત અને દેવકુરુ તથા ઉત્તરકુરુથી વિભક્ત થઈ જવાના કારણે ચાર ભાગમાં વહેંચાઈ જવા પામેલ છે. મેરુપર્વતથી પૂર્વ દિશામાં સ્થિત વિદેહ નો ભાગ પૂર્વવિદેહ કહેવાય છે. પશ્ચિમ દિશામાં સ્થિત ભાગ પશ્ચિમવિદેહ કહેવાય છે, દક્ષિણને એક ભાગ દેવકુરુ અને ઉત્તરનો ભાગ ઉત્તરકુરના નામથી પ્રસિદ્ધ છે. આ બધાં જે કે એક જ મહાવિદેહ ક્ષેત્રની અન્તર્ગત છે તે પણ જુદા-જુદા ક્ષેત્ર જેવા છે. ત્યાં જે મનુષ્ય આદિ નિવાસ કરે છે, તેમનું એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં આવાગમન થતું નથી. મેરુ પર્વતથી પૂર્વમાં જે પૂર્વ વિદેહ છે અને પશ્ચિમમાં જે પશ્ચિમવિદેહ છે તેમાં સેળ-સેળ ચક્રવતિ વિજય છે. આ વિજય નદિઓ તથા પર્વતોથી વહેંચાયેલા છે. ત્યાંના નિવાસી એક વિજયમાંથી બીજા વિજયમાં આવાગમન કરી શકતાં નથી. ચક્રવતી તેમના ઉપર વિજય પ્રાપ્ત કરે છે અને રાજય કરે છે. આ રીતે બંને દિશાઓના મળીને બત્રીસ વિજય મહાવિદેહમાં છે.

Loading...

Page Navigation
1 ... 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020