Book Title: Tattvartha Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 1003
________________ ૩૧૪ તત્ત્વાર્થસૂત્રને તરણ નrgયા વર નરોગો’ ઈત્યાદિ સૂત્રાર્થ-જમ્બુદ્વીપમાં ગંગા આદિ સાત નદિઓ પૂર્વ દિશા તરફ વહે છે જ્યારે સિલ્વ આદિ સાત નદિઓ પશ્ચિમ બાજુએ વહે છે પાપા - તવાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં જમ્બુદ્વીપની અંદર ભરત આદિ ક્ષેત્રનું વિભાજન કરનારા ક્ષુદ્રહિમવન્ત આદિ છ કુલપર્વતના વર્ણ, સંસ્થાન, પદુમહદ આદિના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું. હવે વિભિન્ન ક્ષેત્રોને વિભક્ત કરનારી ગંગા, સિધુ આદિ ચૌદ નદિઓના સ્વરૂપનું પ્રરૂપણ કરવામાં આવી રહ્યું છે– જેનું સ્વરૂપ પહેલા કહેવામાં આવી ગયું છે તે જમ્બુદ્વીપમાં ગંગા આદિ અર્થાત (૧) ગંગા (૨) રહિતા (૩) હરિતા (૪) સીતા (૫) નરકાન્તા (૬) સુવર્ણકૂલા અને (૭) રકતા આ સાત સરિતાઓ પૂર્વ ભણી વહે છે અને ભારત આદિ ક્ષેત્રોમાં વહેતી જતી પૂર્વ લવણ સમુદ્રને ભેટે છે (ફરીવાર નહીં આવવાના આશયથી પતિ-સાગરના ઘરમાં પતે પિતાને અર્પણ કરી દે છે.) સિધુ આદિ અર્થાત (૧) સિધુ (૨) રોહિતાશા (૩) હરિકાન્તા (૪) સદા (૫) નારીકાન્તા (૬) રૂખકૂલા (૭) રક્તવતી આ સાત નદિઓ પશ્ચિમ તરફ વહે છે અને પશ્ચિમ ભરત આદિ સાત ક્ષેત્રોમાં વહેતી જતી પશ્ચિમ લવણસમુદ્રને મળે છે. ભરત આદિ સાત ક્ષેત્રોમાંથી પ્રત્યેક ક્ષેત્રમાં બે-બે નદિઓ વહે છે આથી એક જ સ્થળે બધી નદિઓને વહેવાને કોઈ પ્રસંગ નથી રપા - તવાર્થનિયુકિત-આની અગાઉ ભારતવર્ષ આદિ ક્ષેત્રોને જુદા-જુદા કરનારા, શુદ્રહિમવન્ત આદિ પર્વતના સ્વરૂપ, વર્ણ, આકાર, લંબાઈ, વિસ્તાર, અવગાહ વગેરેનું તેમની ઉપર બનેલા પદ્મહદ આદિ તથા પદમહદ આદિના મધ્યમાં સ્થિત કમળ આદિનું વર્ણન. કરવામાં આવ્યું છે હવે પદ્દમહદ આદિથી નિકળેલી ગંગા આદિ ચૌદ મહાનદિઓના સ્વરૂપ આદિની પ્રરૂપણ કરવાના આશયથી કહીએ છીએ – જમ્બુદ્વીપમાં ગંગા આદિ અર્થાત (૧) ગંગા (૨) રોહિતા (૩) હરિતા (૪) સીતા (૫ નરકાન્તા (૬) સુવર્ણકુલા અને (૭) રતા આ સાત મહાનદિઓ પૂર્વ દિશા તરફ અભિમુખ થઈને ભરત આદિ ક્ષેત્રેમાં વહેતી વહેતી પર્વ લવણસમુદ્રમાં પ્રવેશ કરે છે–સિધુ આદિ. અર્થાત (૧) સિધુ (૨) રોહિતાશા (૩) હરિકાન્તા (૪) સીતાદા (૫) નારિકાન્તા (૬) રુખ્યકૂલા અને (૭) રક્તવતી આ સાત મહાનદિઓ પશ્ચિમની તરફ વહેતી વહેતી પશ્ચિમ લવણ સમુદ્રમાં પ્રવેશ કરે છે એક-એક ક્ષેત્રમાં બે-બે નદિઓ સમજવી જોઈએ. આ પૈકી ગંગા નદિ પદ્મહદથી ઉત્પન્ન થાય છે અને પૂર્વ તરણ દ્વારથી નીકળે છે. આ જ પદ્મહદથી, નિકળવાવાળી અને પશ્ચિમ તેરણદ્વારથી નીકળવાવાળી સિધુ નદી છેઆ જ પદ્મહદના ઉત્તરીય રણદ્વારથી હિતાંશા નદી નીકળે છે. રેહિતા નદી મહાપદ્મહદથી ઉત્પન્ન થાય છે અને દક્ષિણના તોરણ દ્વારથી નીકળે છે. મહાપમહંદકી, ઉત્તરીય તે રણદ્વારથી હરિકાન્તાને ઉદ્ગમ થાય છે.

Loading...

Page Navigation
1 ... 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020