Book Title: Tattvartha Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 1001
________________ ૩૧૨ તત્વાર્થસૂત્રને આદિ શબ્દથી કમશઃ તેમના વર્ણ આદિ સમજવા જોઈએ. આ છ વર્ષઘર પર્વતનું અર્થાત્ સુદ્રહિમાવાન, મહાહિમાવાન, નિષધ, નીલવંત, રુકિમ અને શિખરી કમશઃ સ્વર્ણપણું રત્નમય તપનીય વૈડૂર્ય, રજત અને તેમના રંગના છે. આ છએ પર્વતને પાર્થભાગે મણિઓથી ચિત્ર-વિચિત્ર છે તથા તેમના વિસ્તાર ઉપર અને નીચે બરાબરબરાબર છે, જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ સૂત્રમાં ૭૨-૭૯-૮૩–૧૧૦ અને ૧૧૧ માં કહેવામાં આવ્યું છે— જબૂદ્વીપમાં ક્ષુદ્રહિમવાન પર્વત પૂર્ણરૂપથી સ્વર્ણમય છે, સ્વચ્છ છે, ચિકણો–અર્થાત અતિ સુન્દર છે. મહાહિમાવાન પર્વત સર્વ રત્નમય છે, નિષધ સર્વ તપનીયમય છે, નીલવાન પર્વત સર્વ વૈડૂર્યમય છે, રૂકિમ પર્વત, સર્વરૂપ્યમય છે અને શિખરી પર્વત સર્વ રહનમય છે. સ્થાનાંગસૂત્રનાં દ્વિતીય સ્થાન, ત્રીજા ઉદ્દેશક, ૮૭માં સૂત્રમાં કહ્યું છે_આ છે એ પર્વત આયામ, વિષ્કભ, અવગાહ સંસ્થાન (આકાર) તથા પરિધિની અપેક્ષા તદ્દન સમાન છે. તેમનામાં કોઈ ભિન્નતા નથી, જુદાપણું નથી, પરસ્પરમાં વિરોધાભાસી નથી. - જખ્ખદીપપ્રજ્ઞપ્તિના સૂત્ર ૭રમાં કહ્યું છે...આ પર્વત બંને બાજુએ બે પદ્વવર વેદિકાએથી તથા બે વનખડોથી ઘેરાયેલા છે.” તે ક્ષહિમવન્ત આદિ છએ વર્ષધર પર્વતની ઉપર કમથી છ મહાહદ છે જેમના નામ આ પ્રમાણે છે–પદ્ધહુદ મહાપદ્યહુદ–તિગિચ્છાહુદ, કેસરીહૃદ, પુંડરિકલ્હદ અને મહાપુન્ડરિકહુદ. આમાંથી પ્રથમ પદ્મહદ એક હજાર યોજન લાંબે છે, પાંચસો જન પહોળો છે અને દસ યોજન અવગાહવાળો (ઉંચાઈ) છે. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિમાં પદ્માદના પ્રકરણમાં કહ્યું છે–સુદ્રહિમવાનું પર્વતના સમતલ ભાગની વચ્ચે વચ્ચે એક વિશાળ પદ્યહુદ નામનું સરોવર છે તે પૂર્વ-પશ્ચિમમાં લાંબું છે, ઉત્તરદક્ષિણમાં પહેલું છે. તેની લંબાઈ એક હજાર યોજનની પહોળાઈ પાંચસો જનની અને ઊંડાઈ (નીચાઈ) દસ જનની છે તે સ્વચ્છ છે તે પદ્મહદની મધ્યમાં એક યોજના લાંબુ અને પહોળું એક પુષ્કર નામનું કમળ છે. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ સૂત્ર ૭૩ પદ્યહુદના પ્રકરણમાં કહ્યું છે-- “તે પદ્યહુદની બરાબર મધ્યભાગમાં એક વિશાળ પદ્ધ કહેવામાં આવ્યું છે. તે એક જન લાંબુ-પહોળું છે અડધે જન ઉંચું છે અને દસ રોજન ઊંડું છે પાણીથી બે ગાઉ ઉંચું છે તેનું સમગ્ર પરિમાણ થોડું વધારે દસ ચાજનનું કહેવામાં આવ્યું છે. પદ્મહદનું જે પરિમાણ કહેવામાં આવ્યું છે તેની અપેક્ષા મહાપદ્મહદનું અને મહાપદ્મહદની અપેક્ષા તિગિચ્છાહુદનું પરિમાણ બમણું–બમણું છે એવી જ રીતે તેમાં રહેલાં કમળાનું પરિમાણ પણ બમણુ-બમણુ છે, જે પરિમાણ દક્ષિણ દિશાના આ હદે અને પુષ્કરનું છે તે જ ઉત્તર દિશાના સરોવર તથા કમળાનું છે. જેમકે તિગિચ્છની માફક

Loading...

Page Navigation
1 ... 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020