________________
૩૦૨
તત્વાર્થસૂત્રને આ રીતે જમ્બુદ્વીપથી લઈને સ્વયંભૂરમણ સમુદ્ર પર્યત જે ક્રમથી દ્વીપ તથા સમુદ્ર આવેલા છે અને જે કમથી તે પૈકીનાં થોડાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે જ ક્રમાનુસાર તેમને વિસ્તાર બમણ-બમણો સમજે.
પૂત નામોના અનુકમથી જ તે દ્વિીપ અને સમુદ્ર એક-બીજાને વીંટળાયેલાં છે આ વિધાનને વ્યક્ત કરવા માટે તેમને “પૂર્વપૂર્ણરિક્ષે” કહેવામાં આવ્યા છે. કહેવાને આશય એ છે કે જમ્બુદ્વીપને વીંટળાઈને લવણસમુદ્ર સ્થિત છે. લવણસમુદ્રને ઘેરીને ધાતકીખન્ડ દ્વીપ-રહેલે છે, ધાતકીખન્ડને ઘેરીને કાલેદધિ સમુદ્ર પથરાયેલા છે અને કાલેદધિ સમુદ્રને વીંટળાઈને પુષ્કરવરદ્વીપ આવેલ છે. આ જ પ્રમાણે પછીના દ્વીપ–સમુદ્રો માટે ગ્રહણ કરવું. જમ્બુદ્વીપ અને લવણસમુદ્ર આદિ બધાં દ્વીપ–સમુદ્ર વર્તુળાકાર છે અર્થાત્ હાથમાં પહેરવામાં આવતી બંગડીની જેમ ગોળાકાર છે પરંતુ આ બધાં દ્વીપસમુદ્રોની મધ્યમાં સ્થિત આ જમ્બુદ્વીપ કુંભારના ચાકડાની જેમ પ્રતરવૃત્ત અર્થાત્ સપાટ ગોળ છે એ બંગડીની માફક ગોળાકાર નથી.
જીવાભિગમસૂત્રની ત્રીજી પ્રતિપત્તિના બીજા ઉદ્દેશકમાં કહેવામાં આવ્યું છે--જબૂદ્વીપ નામક દ્વીપને વૃત્ત વલયાકાર સંસ્થાનવાળે લવણસમુદ્ર, ચારે બાજુએથી વીંટળાઈને આવે છે, પછીથી પણ ફરીવાર તેનું તે જ કહેવામાં આવ્યું છે–જબૂદ્વીપ આદિ દ્વીપ અને લવણ આદિ સમુદ્ર આકારમાં એક જ પ્રકારના છે અર્થાત બધાં ગોળાકાર છે પરંતુ વિસ્તારમાં અનેક પ્રકારનાં છે કઈને પણ વિસ્તાર અન્ય કોઇની બરાબર નથી. બધાં એક બીજાથી બમણુ-બમણું વિસ્તારવાળા છે; પન્નાયમાન છે, વિસ્તૃત છે અને અવભાસમાન વીચિઓવાળાં છે ૨૦ |
સાથરે દે નેહમિર ઇત્યાદિ
સૂવાથ–સમસ્ત દ્વીપની અંદર, ગોળાકાર મધ્યમાં મેરુપર્વત વાળે તથા એક લાખ જન વિસ્તારવાળો જમ્બુદ્વીપ છે. રક્ષા
તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં જે કે સામાન્ય રૂપથી સમસ્ત દ્વિીપ અને સમુદ્રને વિસ્તાર લંબાઈ, પહોળાઈ વગેરેનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે પણ બીજા દ્વીપની અપેક્ષા કિંચિત્ વિશેષ રૂપથી જમ્બુદ્વીપના સ્વરૂપનું પ્રરૂપણ કરીએ છીએ
આ રત્નપ્રભા પૃથ્વિ ઉપર પહેલાં જે અસંખ્યાત દ્વીપ સમુદ્ર કહેવામાં આવ્યા તે બધાની અંદર જમ્બુદ્વીપ છે. આ જમ્બુદ્વીપ કુંભારના ચાકડાની માફક પ્રતરવૃત્ત અર્થાત સપાટ ગોળાકાર છે–અથવા પૂનમના ચાંદાની જેમ ગેળ છે; બંગડીને આકારના નથી. જમ્બુદ્વીપ શિવાય શેષ લવણું સમુદ્ર આદિ સમુદ્ર અને સમસ્ત દ્વીપ વલય અર્થાત બંગડીની માફક ગેળાકાર છે. જમ્બુદ્વીપની બરાબર મધ્યમાં સુમેરૂ પર્વત છે.
મેરુપર્વતનું બીજું નામ મંદરાચલ પણ છે તે સંપૂર્ણ તિર્થો લેકની મર્યાદા અર્થાત હદ બતાવનાર છે એથી મેરુ કહેવાય છે સોનેરી છે. સુમેરુ પર્વત એક હજાર યોજના બમિમાં ઘુંસેલે છે અને નવ્વાણુ હજાર યોજન ઉપર છે તેની ઉપર એકની ઉપર એક એવાં ચાર વન છે અને તેની ઉપર પહેલું શિખર છે ચારે વનનાં નામ આ પ્રમાણે છે