________________
ગુજરાતી અનુવાદ અ. પ દ્વીપસમુદ્રોના આયામવિઝંભનું નિરૂપણ સૂ૦ ૨૦ ૩૦૧
ઉત્તર–લવણસમુદ્ર નામના અસંખ્ય સમુદ્રો કહેલાં છે. એવી જ રીતે—ધાતકીખન્ડ નામક દ્વીપ પણ અસંખ્યાત સમજવા જોઈએ. એ પ્રમાણે સૂર્યદ્વીપ નામક દ્વીપ પણ અસંખ્યાત છે. દેવીપ એક છે, દેવદધિ સમુદ્ર એક છે એ મુજબ નાગ, યક્ષ, ભૂત સ્વયંભૂરમણ દ્વિીપ એક છે, સ્વયંભૂરમણ સમુદ્ર પણ એક છે.
આગળ જતાં જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિના બીજા ઉદ્દેશકમાં પણ કહ્યું છે–
લેકમાં જેટલાં શુભ નામ છે, શુભ વર્ણ..શુભ સ્પર્શ છે તેટલા જ નામવાળા દ્વીપ અને સમુદ્ર પણ કહેવામાં આવ્યા છે. તે ૧૯
“તે મુદ્દા સુલુ' સુપુni' ઇત્યાદિ
સૂત્રાર્થ-તે દ્વીપ અને સમુદ્ર બમણ-બમણું વિસ્તારવાળા, વલયના આકારના તેમજ પહેલા–પહેલા વાળાને ઘેરીને આવેલા છે . ૨૦
તત્વાર્થદીપિક–પૂર્વસૂત્રમાં જમ્બુદ્વીપ આદિ દ્વિપ તથા લવણોદધિ વગેરે સમુદ્રોનું નિરૂપણ કરવામાં આવ્યું હવે તેમની લંબાઈ, પહોળાઈ વગેરેનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ–
પૂર્વોક્ત જમ્બુદ્વીપ અને લવણસમુદ્ર આદિ દ્વીપ અને સમુદ્ર બમણું–બમણ વિસ્તારવાળા છે અર્થાત્ પૂર્વ-પૂર્વની અપેક્ષા ઉત્તર–ઉત્તરનો વિસ્તાર બમણુંબમણો છે.
બધાં દ્વીપ અને સમુદ્ર બંગડીના આકાર જેવા વૃત અર્થાત ગોળ છે. તે બધાં પૂર્વ– પૂર્વવાળાઓને ઘેરીને સ્થિત છે અર્થાત્ કમાનુસાર પહેલા દ્વીપને પછીનો સમુદ્ર ઘેરી વળે છે તે સમુદ્રને ત્યાર પછીનો દ્વિીપ એ પ્રમાણે યથાવત્ સમજવું
આ રીતે પહેલા દ્વીપ-જમ્બુદ્વીપને જેટલા વિસ્તાર છે તેનાથી બમણો વિસ્તાર લવણસમુદ્રનો છે. લવણસમુદ્રને જેટલે વિસ્તાર છે તેથી બમણો ધાતકીખન્ડકપને વિસ્તાર છે. ધાતકીખન્ડદ્વીપથી કાલેદધિ સમુદ્રનો બેવડો-વિસ્તાર છે, કાલોદધિ સમુદ્રથી પુષ્કરવાર દ્વીપનો બમણ વિસ્તાર છે અને પુષ્કરવરદ્વીપની અપેક્ષા પુષ્કરવર સમુદ્રને બેવડો વિસ્તાર છે. આ જ ક્રમ પછી પણ સર્વત્ર ગ્રહણ કરવો. | ૨૧ એ
તત્વાર્થનિયુક્તિ-પૂર્વસૂત્રમાં જમ્બુદ્વીપ આદિ દ્વીપોનું તથા લવણદધિ આદિ સમુદ્રોનું યથાસંભવ નામનિદર્શન કરવામાં આવ્યું હવે તે જ દ્વીપ-સમુદ્રોની લંબાઈપહોળાઈ, આકૃતિ આદિ આદિનું પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ –
પૂર્વોક્ત જમ્બુદ્વીપ આદિ દ્વીપ અને લવણદધિ આદિ સમુદ્ર બમણુંબમણા છે અર્થાતુ પહેલા પહેલા વાળાની અપેક્ષા ત્યાર પછીના બમણું–બમણું છે. જમ્બુદ્વીપનો જેટલા વિસ્તાર છે તેથી બમણે લવણસમુદ્રનો વિસ્તાર છે. એવી જ રીતે લવણસમુદ્રના વિસ્તારની અપેક્ષા ધાતકીખન્ડ દ્વીપને વિસ્તાર બમણું છે ધાતકીખન્ડના વિસ્તારથી કાલેદધિ સમુદ્રને વિસ્તાર બમણો છે. કાલેદધિની અપેક્ષા પુષ્કરવર દ્વિીપને અને પુષ્કરવાર દ્વીપની અપેક્ષા પુષ્કરવર સમુદ્રને વિસ્તાર બમણું છે.