________________
૩૦૦
તત્ત્વાર્થસૂત્રને અઢી ઉધ્ધાર સાગરોપમની સમયરાશિની બરાબર અસંખ્યાત સમજવું જોઈએ. આ ઉધ્ધાર સાગરોપમ ઉધાર પલ્યોપમથી નિષ્પન્ન થાય છે. જેમ કે-એક કોઈ પલ્ય આધારપાત્ર-જે એક એક યોજન આયામવિષ્કભવાળું અર્થાત્ એક જનનું લાંબુ તથા એક
જનનું પહેલું તથા એક જનનું ઊંડું તથા આ માપથી થોડું વધારે ત્રણ ગણી પરિધિ ગોળાઈવાળું હોય, તે પલ્ય એક બે ત્રણ ઉત્કૃષ્ટથી સાત રાત્રિના ઉગેલા બાલાથી એવી રીતે ઠાંસી ઠાંસીને ભરવામાં આવે કે જે બાલારાને ન અગ્નિ બાળી શકે, ન વાયુ ઉડાવી શકે અને ન તો પણ તેને ભીનું કરી શકે. આવી રીતે ઠાંસીને ભરેલા પાલ્યમાંથી પ્રતિ સમય એક એક બાલાગ્ર કાઢવામાં આવે તે જેટલા સમયમાં તે પલ્ય રિક્તખાલી થાય તેટલા કાલ પ્રમાણનો એક ઉધાર પોપમ થાય છે આવા દસ કરોડાકરેડ ઉધ્ધાર પલ્યોપમ થાય છે ત્યારે એક ઉધ્ધાર સાગરોપમ થાય છે. આ પ્રકારના અઢી ઉધ્ધાર સાગરેપમાં જેટલા સમય હોય છે તેટલાં જ દ્વીપ અને સમુદ્ર છે.
આ દ્વીપ અને સમુદ્રોની અવસ્થિતિ અનુકમથી આ પ્રકારે છે–પહેલા દ્વીપની પછી પહેલે સમુદ્ર છે, બીજા દ્વીપની પછી બીજો સમુદ્ર છે, ત્રીજા દ્વિીપની પછી ત્રીજો સમુદ્ર છે ઈત્યાદિ ક્રમથી પહેલા દ્વીપ પછી સમુદ્ર પછી દ્વીપ અને સમુદ્ર એવી રીતે અનુક્રમથી દ્વીપ અને સમુદ્ર છે. દાખલા તરીકે–સર્વપ્રથમ જમ્બુદ્વીપ નામક દ્વીપ છે તેને ચારે બાજુએથી ઘેરીને લવણદધિ નામક સમુદ્ર છે, ત્યારબાદ લવણદધિ સમુદ્રને ચારે તરફથી ઘેરીને ધાતકીખન્ડ નામને દ્વીપ છે પછી કાલેદધિ નામક સમુદ્ર છે, ત્યાર બાદ પુષ્કરવર નામક દ્વીપ અને પુષ્કરોદધિ સમુદ્ર છે પછી વરૂણવર દ્વીપ અને વરૂણદધિ સમુદ્ર છે, પછી ક્ષીરવર નામક દ્વીપ અને ક્ષીરોદધિ સમુદ્ર છે પછી વૃતવર નામક દ્વીપ અને વૃતોદધિ સમુદ્ર છે પછી ઈકુંવર નામક દ્વીપ અને ઈશુનરોદધિ સમુદ્ર છે પછી નંદીશ્વર નામક દ્વીપ અને નદીશ્વરોદધિ સમુદ્ર છે પછી અરૂણવર નામક દ્વીપ અને અરૂણવરોદધિ નામક સમુદ્ર છે; આ કમથી સ્વયંભૂરમણ સમુદ્ર પર્યન્ત અસંખ્યાત દ્વીપ અને સમુદ્રો છે.
બધાં જ દ્વીપ અને સમુદ્રોને નામોલ્લેખ કરીને ગણતરી કરવાનું શક્ય નથી કારણ કે તેઓ અસંખ્યય છે. જમ્બુદ્વીપ, અનાદિ કાળથી છે અને તેનું જમ્બુદ્વીપ એ નામ પણ અનાદિ કાળથી છે. જેની ચારે બાજુએ પાણી હોય તે દ્વીપ, આ વ્યુત્પત્તિ મુજબ ચારે તરફ જળથી ઘેરાયેલી જમીનને જે ભાગ હોય છે તે દ્વીપ કહેવાય છે.
જમ્બુદ્વીપ તથા લવણસમુદ્ર આદિ અસંખ્યાત દ્વીપ સમુદ્રોને આ જે સમૂહ છે, બધાં જ આ રત્નપ્રભા વૃશ્વિની ઉપર આવેલા છે. આટલી જ તિર્થંકલેકની સીમા છે. સ્વયંભૂરમણ સમુદ્રથી આગળ તિર્થો લેક નથી.
જીવાભિગમ સૂત્રમાં ત્રીજી પ્રતિપત્તિ, બીજા ઉદ્દેશક સૂત્ર ૧૮૬માં દ્વીપ પ્રકરણમાં કહેવામાં આવ્યું છે–
પ્રશ્ન–ભગવદ્ ! જમ્બુદ્વીપ કેટલા કહેવામાં આવ્યા છે ? ઉત્તર–ગૌતમ ! જમ્બુદ્વીપ નામથી અસંખ્યાત દ્વીપ કહેવામાં આવ્યા છે. પ્રશ્ન-ભગવદ્ ! લવણસમુદ્ર કેટલાં કહેવામાં આવ્યા છે ?