________________
ગુજરાતી અનુવાદ. અ. ૫. પાપકર્મના ઉપગના પ્રકારનું નિરૂપણ સૂ. ૨ ૨૭૧
નવ નેકવાય આ પ્રકારે છે––(1) સ્ત્રીવેદ (૨) પુરૂષદ (૩) નપુંસવેદ (૪) હાસ્ય (૫) રતિ (૬) અરતિ, (૭) ભય (૮) શેક (૯) જુગુપ્સા.
પ્રજ્ઞાપના સૂત્રના ૨૩માં કર્મબંધ નામના પદ બીજા ઉદ્દેશકમાં કહ્યું છે. પ્રશ્ન--ભગવંન્ ! ચારિત્રમેહનીય કેટલાં પ્રકારના કહ્યાં છે ! ઉત્તર–-ગૌતમ ! બે પ્રકારના છે-કષાયવેદનીય તથા કષાયવેદનીય. પ્રશ્ન–ભગવાન નેકષાયદનીય કર્મ કેટલા પ્રકારના છે?
ઉત્તર--ગૌતમ ! નવ પ્રકારના છે—જે ઉપર બતાવી દેવામાં આવ્યા છે. આયુકર્મની પ્રકૃતિઓમાં એક નરકાયુ જ પાપમાં પરિગણિત છે.
જો કે પ્રજ્ઞાપના સૂત્રના ૨૩ માં પદના બીજા ઉદ્દેશકમાં આ પ્રમાણે કહ્યું છે– પ્રશ્ન--ભગવદ્ ! આયુષ્યકર્મ કેટલા પ્રકારના છે ?
ઉત્તર-ગૌતમ! ચાર પ્રકારના છે–ૌરચિકાયુ તિર્યકઆયુ મનુષ્યાય અને દેવાયુ અહીં આયુકર્મના ચાર ભેદ બતાવવામાં આવ્યા છે. તે પણ અન્તના ત્રણ આયુ જીવને પ્રિય હોવાને લીધે પુણ્યકર્મની ગણતરીમાં લેવામાં આવ્યા છે. આથી બાકી રહેલા એક નરકાયુની જ પાપકર્મમાં ગણતરી કરવામાં આવી છે.
નરકગતિ અને તિર્યંચગતિ આ બંને પાપકર્મની અન્તર્ગત છે.
પૃથ્વીકાયિક આદિની એકેન્દ્રિય જાતિ, શંખ છીપ આદિની કીન્દ્રિય જાતિ, કીડી, માંકણ વગેરેની તેન્દ્રિય, જાતિ, માખી વગેરેની ચૌઈન્દ્રિય જાતિ આ ચાર જાતિઓ પાપકર્મમાં સમ્મિલિત છે. પંચેન્દ્રિય જાતિને પુણ્યકર્મમાં સમાવેશ છે.
વાઋષભ નારાચસંહનોને છોડીને શેષ પાંચ સંહનન કીલિકા સંહનન અને સેવા સંહનન પાપકર્મના અન્તર્ગત છે.
એવી જ રીતે સમચતુરઅસંસ્થાનને બાદ કરતાં શેષ પાંચ સંસ્થાન પાપકર્મમાં અન્તગત છે તે આ રીતે છે. ન્યગ્રોધ પરિમંડળ, સાદિ કુન્જ, વામન અને હુન્ડક.
અશિસ્ત રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પણ પાપકર્મમાં ગણાય છે એવી જ રીતે નરક ગત્યાનુપૂવી અને તિર્યગૂગત્યાનુપૂવી પણ પાપકર્મમાં સમ્મિલિત છે.
વિગ્રહ--અન્તરાલ ગતિમાં વર્તમાન જીવના ક્ષેત્રસન્નિવેશક્રમને આનુપૂવ કહે છે અન્તરાલગતિ બે પ્રકારની છે–અજવી (સીધી--જેમાં વળવું ન પડે) અને વક્રા (વળાંકવાળી) બંનેમાં આનુપૂવી નામકર્મને ઉદય હેય છે.
ઉપઘાત નામકમ પણ પાપપ્રકૃતિ છે કારણ કે તે પિતાના જ શરીરના અંગોપાંગોના ઉપઘાતના કારણરૂપ છે. અપ્રશસ્તવિહાગતિ પણ પાપકર્મ છે અને સ્થાવર નામકર્મ પણ પાપમાં જ પરિણિત છે કારણ કે તેના ઉદયથી સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિ થાય છે.
અપર્યાપ્ત નામકર્મ પણ પાપપ્રકૃતિ છે કારણ કે તેના ઉદયથી પર્યાપ્તિઓની પૂર્ણ રૂપથી પ્રાપ્તિ થતી નથી. જે કર્મના ઉદયથી યથાયોગ્ય પર્યાપ્તિઓ પૂરી થઈ શકતી નથી અને અપર્યાપ્ત અવસ્થામાં જ મૃત્યુ થઈ જાય છે તે અપર્યાપ્ત નામકર્મ કહેવાય છે.