________________
ગુજરાતી અનુવાદ અ. ૫ પાપકર્મ બંધના કારણોનું નિરૂપણ સૂ. ૩ ૨૭૩
“રંar—જ્ઞાન અને દર્શનની પ્રત્યેનીક્તા વગેરે કરવાથી પચવિધ જ્ઞાનાવરણ અને નવવિધ દર્શનાવરણ કર્મ બંધાય છે. પ્રત્યનીતા આદિ શબ્દથી ભગવતી સૂત્રના આઠમાં શતકના નવમાં ઉદ્દેશકમાં કહેવામાં આવેલા પદોનું અહીં ગ્રહણ કરવાનું છે તે આ પ્રમાણે છેજ્ઞાન અને દર્શન પ્રત્યનીતા (૧) નિદ્ભવતા (૨) અન્તરાય (3) પ્રષ (૪) આત્માશાતના (૫) અને વિસંવાદનગ (૬) આ જ કારણથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મ બંધાય છે. ૩
તત્ત્વાર્થનિર્યુકિત–પૂર્વસૂત્રમાં જ્ઞાનાવરણ વગેરે ખ્યાંશી પ્રકારના પાપના સ્વરૂપ કહે વામાં આવ્યા હવે તે પૈકી પ્રથમ પાંચ પ્રકારના જ્ઞાનાવરણ અને નવ પ્રકારના દર્શનાવરણ પાપકર્મના બન્ધના કારણો બતાવીએ છીએ–“grrrr” વગેરે જ્ઞાન અને દર્શનની પ્રત્યનીક્તા આદિ કરવાથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મો બંધાય છે. જ્ઞાન–મતિ, શ્રુત, અવધિ, મનઃ પર્યવ અને કેવળજ્ઞાનના ભેદથી પાંચ પ્રકારના હોય છે. દર્શન-ચક્ષુ, અચક્ષુ અવધિ અને કેવળદર્શનના ભેદથી ચાર પ્રકારના હોય છે આવી રીતે પાંચ પ્રકારના જ્ઞાનની અને ચાર પ્રકારને દર્શનની પ્રત્યુનીકતા આદિ છે ઉપઘાતક હોય છે. એમના આચરણથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મ બંધાય છે.
જ્ઞાનના પાંચ ભેદ હોવાથી જ્ઞાનાવરણ પણ પાંચ પ્રકારના હોય છે, દર્શનાવરણ નવ પ્રકારના હોય છે–ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ અને કેવળદર્શનાવરણ તથા નિદ્રા, નિદ્રા-નિદ્રા, પ્રચલા, પ્રચલા-પ્રચલા અને સ્થાનદ્ધિ એમ નવ પ્રકારના છે.
અહીં જ્ઞાનવિષયક પ્રત્યેનીકતા આદિ જ્ઞાનાવરણ પાપકર્મના બંધના કારણે અને દર્શનવિષયક પ્રત્યનીતા આદિ દર્શનાવરણ કર્મના બન્ધનરૂપ કારણ હોય છે એવું સમજવું ઘટે. અહીં આદિ શબ્દથી નિહ્નવતા અન્તરાય, પ્રષિ, અત્યાશાતના અને વિસંવાદનાયેગ, આ પદોને ગ્રહણ કરવા જોઈએ.
અર્થાત જ્ઞાન અને દર્શનની પ્રત્યનીતા વગેરે છે કારણથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ બંધાય છે એ મુજબ કહેવું જોઈએ જેવી રીતે જ્ઞાન પ્રત્યનીતા (૧) જ્ઞાન નિવતા (૨) જ્ઞાનાન્તરાય (૩) જ્ઞાનપ્રષ (૪) જ્ઞાનની અત્યાશાતના (૫) અને જ્ઞાનને વિસંવાદનગ (૬) એ મુજબ.. એવી જ રીતે દર્શનવિષય પ્રત્યેનીક્તા વગેરેને પણ દર્શનની સાથે સાંકળી લેવા જોઈએ. અત્રે પ્રથમ જ્ઞાનાવરણ કર્મ બંધાવાના છ કારણેની વ્યાખ્યા કરવામાં આવે છે, જ્ઞાન-પ્રત્યનીતા–મતિજ્ઞાન, શ્રતજ્ઞાન અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન આ પાંચ પ્રકારના જ્ઞાનના વિષયમાં અથવા ધર્મ-અધર્મના અભેદથી અર્થાત ધર્મથી ધમીનું ગ્રહણ કરવાથી મતિધ્રુતાનિ પાંચ જ્ઞાનવાળાઓની પ્રત્યક્તા અર્થત શ્રુતજ્ઞાનાદિક વિરુદ્ધ આચરણ કરવાથી અગર શ્રુતજ્ઞાનાદિવાળાઓમાં વિરુદ્ધ આચરણ કરવાની પ્રવૃત્તિ રાખવાથી તથા જ્ઞાનને નિધવ કરવાથી કઈ કઈને પૂછે અથવા શ્રુતજ્ઞાનાદિના સાધન માગે ત્યારે જ્ઞાન અથવા જ્ઞાનના સાધન પિતાની પાસે હોવા છતાં પણ કલુષિત ભાવે એવું કહેવું કે હું જાણતું નથી અથવા મારી પાસે તે વસ્તુ જ નથી, આ જ્ઞાન નિહવ છે-આ પ્રકારના જ્ઞાન નિદ્વવથી અથવા શ્રત પ્રદાતા ગુરૂજનના નિક્ષવથી અ૫લાપથી તથા જ્ઞાનાન્તરાયથી કલુષિતભાવથી જ્ઞાનપ્રાપ્તિમાં કોઈને અડચણ પહોંચાડવાથી તથા જ્ઞાનપ્રવથી શ્રેતાદિકમાં અથવા સૂતાદિજ્ઞાનવાળા ગુરુજનેમાં
૩૫