Book Title: Tattvartha Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 983
________________ ૨૯૪ તત્વાર્થસૂત્રને આવી રીતે પૂર્વોક્ત સ્વરૂપવાળા નરકમાં નારક છનાં દુઃખ પણ ત્રણ પ્રકારનાં હોય છે—નાર દ્વારા એકબીજાને અપાતાં દુઃખ (૨) નરક ક્ષેત્રના સ્વભાવથી ઉત્પન્ન થનારાં દુઃખ (૩) ત્રીજી પૃથ્વિ સુધી સંલેશ પરિપૂર્ણ અસુરો દ્વારા ઉત્પન્ન કરનારા દુઃખ આથી એ પણ સાબિત થયું કે જેથી વગેરે પછીની પૃવિઓમાં બે જ પ્રકારનાં દુઃખ હોય છે. આપસમાં ઉત્પન્ન કરેલા અને ક્ષેત્રના સ્વભાવથી ઉત્પન્ન થનારાં. પ્રશ્ન થઈ શકે છે કે અમ્બ, અમ્બરીષ આદિ પરમાધાર્મિક દેવ નારકોને જે પૂર્વોક્ત વેદનાઓ ઉત્પન્ન કરે છે તેનું કારણ શું છે ? આનું સમાધાન એ છે કે તે અસુર સ્વભાવગત જ પાપકર્મમાં નિરત હોય છે અને એ કારણે જ તેઓ આ જાતની પ્રવૃત્તિ ક્ય કરે છે જેવી રીતે-ઘોડા, ભેંસ, સુવર, ઘેટાં, કુકડાં, બતક અને લાવક પક્ષિઓને તથા મëને પરસ્પર લઢતા જોઈને રાગ-દ્વેષથી યુક્ત તથા પાપાનુબંધી પુણ્યવાળા મનુષ્યોને ઘણી ખુશી ઉપજે છે તેવી જ રીતે અમ્બ, અમ્બરીષ આદિ અસુર પરસ્પર યુદ્ધમાં ગરકાવ નારકોને લઢતા જોઈને, તેમના દુઃખે જોઈને, આપસમાં એકબીજા ઉપર હુમલો કરતાં જોઈને ઘણાં પ્રસન્ન થાય છે. દુષ્ટ મનેભાવનાવાળા તે અસુર તેમને આવી અવસ્થામાં જઈને અટ્ટહાસ્ય કરે છે અને મોટેથી સિંહનાદ કરે છે. જો કે આ અખ, અમ્બરીષ વગેરે દેવ છે અને તેમની પ્રસન્નતા તથા સતુષ્ટિના બીજા અનેક સાધન વિદ્યમાન હોવા છતાં પણ માયાનિમિત્તક મિાદર્શન શલ્ય અને તીવ્ર કષાયના ઉદયથી પીડિત, ભાવપૂર્વક દોષોની આલોચનાથી રહિત પાપાનુબંધી પુણ્યકર્મ બાલતપનું ફળ જ એવું છે કે તેઓ આવી જાતના કૃત્ય કરીને અને જેઈને પ્રસન્નતા સંપાદન કરે છે. પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટેના અન્ય અન્ય સાધન વિદ્યમાન હોવા છતાં પણ અશુભ ભાવ જ તેમની પ્રસન્નતાના કારણ હોય છે. આવી રીતે અપ્રીતિજનક, અત્યન્ત તીવ્ર દુઃખ નિરન્તર અનુભવ કરતા થકાં પણ અને મૃત્યુની કામના કરતા થકાં પણ કર્મ દ્વારા નિર્ધારિત આયુષ્યવાળા તે નારક જીવેનું અકાળે મૃત્યુ થતું નથી ! તેમના માટે ત્યાં કોઈ આશ્રય પણ નથી અગર ન તે તેઓ નરકમાંથી નીકળીને અન્યત્ર કઈ જગ્યાએ જઈ શકે છે. કર્મના ઉદયથી સળગાવેલાં ફાડી નાખેલા છિન્ન-ભિન્ન કરી નાખેલાં અને ક્ષતવિક્ષત કરેલાં શરીર પણ ફરીવાર તુરન્ત જ પાણીમાં રહેલાં દડરાજિની માફક પરિપૂર્ણ થઈ જાય છે. તાત્પર્ય એ છે કે નારક છે નરકમાં ત્રણ પ્રકારના દુઃખેને અનુભવ કરે છે. ૧પ સે ના અંતે વાવાર્દૂિ રાણા, ઇત્યાદિ સત્રાર્થતે નરકાવાસ અન્દર ગોળાકાર, બહાર ચોરસ, ખુરપા જેવા આકારવાળા તથા સદૈવ અધકારથી છવાયેલાં હોય છે .૧દા તત્વાર્થદીપિકા–અગાઉના સૂત્રોમાં નિરૂપણ કરવામાં આવ્યું કે નરકમાં નરક છોને આપસમાં ઉત્પન્ન કરેલાં, ક્ષેત્રના સ્વભાવથી ઉત્પન્ન થનારા અને પરમધામિક નામના સંકિલષ્ટ અસુરો દ્વારા ઉદીરિત, એમ ત્રણ પ્રકારના દુઃખ થાય છે. હવે નરકાવાસના આકાર આદિ બતાવવા માટે કહીએ છીએ.

Loading...

Page Navigation
1 ... 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020