Book Title: Tattvartha Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 986
________________ ગુજરાતી અનુવાદ અ. ૫ નારકોની ઉત્કૃષ્ટસ્થિતિનું નિરૂપણ સૂ૦ ૧૭ ર૯૭ ઉપમાન અથવા ઉપમાને અર્થ થાય છે સાદૃશ્ય સાગર અર્થાત્ સમુદ્રની ઉપમા હોવી સાગરોપમ છે. એક સાગર જે આયુષ્યનું ઉપમાન હોય તે સાગરેપમ કહેવાય છે. ત્રિસાગરોપમ આદિમાં પણ આવી જ રીતે વિગ્રહ કરી લે. તે નરકમાં દારૂ પીનારાં, માંસ ભક્ષણ કરનારા, અસત્યવાદી, પરસ્ત્રી, લમ્પટ મહાન લોભથી ગ્રસ્ત પોતાના સ્ત્રી, બાળક વૃદ્ધ તથા મહર્ષિઓની સાથે વિશ્વાસઘાત કરનારા જૈન ધર્મની કુથલી કરનારા શૈદ્ર ધ્યાન કરવાવાળા તથા આવા જ અન્ય પાપકર્મો કરવાવાળા જીવ ઉત્પન્ન થાય છે જ્યારે કોઈ જીવ નરકમાં ઉત્પન્ન થાય છે ત્યારે તેના પગ ઉપરની બાજુ તથા મુખ નીચેની તરફ હોય છે અને નીચે પડે છે. ત્યારબાદ તેઓ અનન્ત સમય સુધી દુઃખેને અનુભવ કરે છે. અત્રે એટલી વાત ધ્યાનમાં રાખવાની છે કે અસંસી જીવ પહેલી નરકમાં જ ઉત્પન્ન થાય છે, સરિસૃપ બીજી નરક સુધી જ જાય છે, પક્ષી ત્રીજી નરક સુધી જ જાય છે, સિંહ જેથી નરક સુધી જ ઉત્પન્ન થાય છે, ભુજંગ પાંચમી નરક સુધી જ પહોંચી શકે છે. સ્ત્રિઓ છઠી સુધી જ જાય છે અને મનુષ્ય-પુરુષ તથા માછલાં સાતમી નરક સુધી ઉત્પન્ન થાય છે. સાતમી નરકથી નીકળેલો જીવ તિર્યંચ ગતિમાં જ ઉત્પન્ન થાય છે ત્યાં સમ્યકત્વનો નિષેધ નથી અર્થાત્ ત્યાં કેઈ જીવ સમ્યકત્વને પ્રાપ્ત કરી શકે છે. છઠી નરકથી નિકળેલો જીવ જે મનુષ્યગતિમાં ઉત્પન્ન થાય તે તે દેશ વિરતિ અંગીકાર કરી શકે છે. પાંચમી નરકથી નિકળેલ પ્રાણી જે મનુષ્યત્વ પ્રાપ્ત કરે છે તે સર્વવિરતિ પણ પ્રાપ્ત કરી શકે છે. ચેથી નરકથી નિકળેલ કોઈ જીવ મનુષ્યગતિ પ્રાપ્ત કરી નિર્વાણ પણ સાધી શકે છે. ત્રીજી બીજી તથા પહેલી નરકથી નીકળેલા જે મનુષ્યગતિ પ્રાપ્ત કરીને તીર્થકર પણ થઈ શકે છે. દેવ અને નારક મરીને નરકગતિમાં ઉત્પન્ન થતાં નથી આવી જ રીતે નારક જીવે નરકથી નિકળીને સીધા દેવગતિમાં ઉત્પન્ન થતાં નથી. નરકથી નિકળેલા જીવ કાં તે તિયચનિમાં ઉત્પન્ન થાય છે અથવા મનુષ્યગતિમાં પ્રથમના ત્રણ નરકમાંથી નિકળીને કઈ કઈ મનુષ્ય થઈને તીર્થંકર પદ પણ પ્રાપ્ત કરી શકે છે. ચોથા નરકથી નિકળીને અને મનુષ્યગતિ પામીને કઈ કઈ જીવ નિર્વાણ પણ પ્રાપ્ત કરી શકે છે. શરૂઆતની પાંચ પૃવિએ (નરક)માંથી નિકળીને કઈ-કઈ જીવ મનુષ્ય થઈને સર્વ વિરતિ સંયમની પ્રાપ્તિ પણ કરી શકે છે. છઠી પૃથિી નિકળીને કઈ-કઈ જીવ મનુષ્ય થઈને સંયમસંયમ (દેશવિરતિ) પણ પ્રાપ્ત કરી શકે છે પરંતુ સાતમી પૃથ્વિથી નિકળીને જીવ નિયંચગતિ ને જ પામે છે ત્યાં કોઈ જીવ સમ્યગદર્શન પણ પ્રાપ્ત કરી શકે છે. ૧૭ ઝguળ નાજાળ િકામ ઇત્યાદિ સવા–નારકની જઘન્ય સ્થિતિ અનુક્રમથી દસ હજાર વર્ષ, એક સાગરેપમ અને બાવીસ સાગરોપમ છે, ૧૮ તત્વાર્થદીપિકા–આની પહેલાના સૂત્રમાં રત્નપ્રભા આદિ સાતે નરકભૂમિમાં નિવાસ કરનારા નારકેની ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રરૂપણ કરવામાં આવ્યું હવે તેમની જઘન્ય ૩૮

Loading...

Page Navigation
1 ... 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020