Book Title: Tattvartha Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 974
________________ ગુજરાતી અનુવાદ અ. ૫ સાતારકભૂમિ અને નરકાવાસોનું નિરૂપણ સૂ. ૧૧-૧૨ ૨૮૫ હજાર એજનની પહોળાઈવાળા તનુવાત પર ટકેલું છે, તનુવાત પછી અસંખ્યાત કરોડો-કરોડ જનવાળું મહા તમેભૂત આકાશ રહેલું છે તે આકાશ ખરકાન્ડ, પંકબહુલકાંડ અબહલકાન્ડ એ ત્રણ કાન્તાવાળી તનુવાત સુધીની રત્નપ્રભા પૃથ્વના પરસ્પર આધારભૂત છે. આ પૃવિ આદિ તનુવાત સુધી બધા પેલા આકાશની ઉપર પ્રતિષ્ઠિત છે આકાશ પોતાના સ્વભાવથી પોતાના રૂપથી પ્રતિષ્ઠિત છે એ કોઈના આધારે ટકેલ નથી આથી જ ઘોદધિ ઘનવાત અને તનુવાત આકાશ પર પ્રતિષ્ઠિત–રહેલાં છે. તે પ્રત્યેક પ્રવિ અસંખ્યાત કરોડ કરોડ-જનના વિરતારવાળી લેકસ્થિતિના સ્વભાવથી સ્થિત છે. હવે આ સાતે પૃથ્વિનું પ્રમાણ કહીએ–રત્નપ્રભા નામની પહેલી પૃથ્વિ આયામવિષ્કમ્મુ-લંબાઈ પહોળાઈથી એક રજજુ પ્રમાણની છે (૧), શર્કરા પ્રભા અઢી રજજુપ્રમાણ (૨) વાલુકાપ્રભા ચાર રજુપ્રમાણ (૩) પંકપ્રભા પાંચ રજજુપ્રમાણ (૪) ધૂમપ્રભા છ રજુ પ્રમાણ (૫) તમ:પ્રભા સાડા છ રજજુપ્રમાણ (૬) અને તમસ્તમપ્રભા સાતમી પૃવિ સાત રજજુપ્રમાણની છે (૭) એમનું ઉત્કીર્તન નામ અને ગોત્ર બંને પ્રકારથી થાય છે જેમકે પહેલી પૃથ્વિ નામથી ધર્મો અને ત્રથી રત્નપ્રભા કહેવાય છે (૧), બીજી પૃથ્વિ નામથી વંશા અને ગેરથી શર્કરપ્રભા (૨) ત્રીજી પૃથ્વિ નામથી શિલા અને ત્રથી વાલુકાપ્રભા (૩) ચેથી નામથી અંજના અને નેત્રથી પંકપ્રભા (૪) પાંચમી નામથી રિષ્ટા અને ગોત્રથી ધૂમપ્રભા (૫) છઠ્ઠી નામથી મઘા અને ત્રથી તમ પ્રભા (૬) સાતમી પૃવિ નામથી માઘવતી અને ગોત્રથી તમસ્તમપ્રભા કહેવાય છે. (૭) આ સાતે પૃથ્વિઓમાંથી પ્રથમ રત્નપ્રભાવૃષ્યિ પૂર્વાપર આદિ બધા વિભાગમાં સર્વત્ર એક સરખા ઘનરૂપથી ઉપરથી નીચે સુધી અર્થાત પિન્ડરૂપથી એકલાખ એંશી હજાર જન મટી છે (૧,૮૦,૦૦૦) એવી જ રીતે શર્કરાખભા પૃથ્વિની મોટાઈ એક લાખ બત્રીસ હજાર જન (૧,૩૨,૦૦૦) છે (૨) વાલુકાપ્રભા પૃથ્વિની મોટાઈ એક લાખ અઠયાવીશ હજાર યોજનની છે (૧,૨૮,૦૦ળ) (૩) પંકપ્રભાની મોટાઈ એક લાખ વીસ હજાર જનની છે (૧,૨૦,૦૦૦) (૪) ધૂમપ્રભાની મેટાઈ એક લાખ અઢાર યેાજનની છે (૧,૧૮,૦૦૦) (૫) તમઃપ્રભા પૃશ્વિની મોટાઈ એક લાખ સોળ હજાર યોજનની છે ૧,૧૬,૦૦૦) (૬) તમતમઃ પ્રભા પૃથ્વિની મોટાઈ એક લાખ આઠ હજાર જનની છે (૧,૦૮૦૦૦) (૭) ૧૧૧ __ 'नरगा तेसु जहाकम तीसा पण्णावीसा' સૂવાથં–રત્નપ્રભા આદિ પૃથ્વિઓમાં યથાક્રમ ત્રીસ લાખ, પચીસ લાખ, પંદરલાખ, દસલાખ, ત્રણલાખ, એકલાખમાં પાંચ ઓછાં અને ફક્ત પાંચ નરકાવાસ છે ૧૨ તત્ત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં રત્નપ્રભા આદિ સાત નરકભૂમિઓની પ્રરૂપણ કરવામાં આવી હવે તેમનામાં પ્રત્યેકની અંદર નારકાવાસોની સંખ્યાની પ્રરૂપણ કરીએ છીએ નરકને અર્થ અહીં નરકાવાસ અર્થાત નાલ્કીના જીવને રહેવાનું સ્થાન સમજવું અગાઉ કહેલી ભૂમિમાં તેમની સંખ્યા આ રીતે છે–(૧) રત્નપ્રભા પૃવિમાં ત્રીસ લાખ (૨) શર્કરામભામાં પચીસ લાખ (૩) વાલુકાપ્રભામાં પંદર લાખ (૪) પંકપ્રભામાં દસ લાખ (૫) ધૂમપ્રભામાં ત્રણ લાખ (૬) તમ પ્રભામાં એક લાખ ઓછા પાંચ અને (૭) તમસ્તમ પ્રભામાં માત્ર પાંચ નારકાવાસ છે કે ૧૨ છે.

Loading...

Page Navigation
1 ... 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020