________________
૨૮૮
તત્વાર્થસૂત્રને પૃષ્યિમાં સાત ધનુષ્ય ત્રણ હાથ અને છ આંગળની હોય છે આ પછીની પ્રત્યેક પૃથ્વિમાં બમણું –બમણી લંબાઈ વધતી જાય છે.
નારક જીવને અસાતવેદનીય કર્મને ઉદય થાય છે. તેમની અશુભતર વેદનાનું અત્યંતર કારણ આ અસાતવેદનીય જ છે અને બાહ્ય કારણે અનાદિ પરિણામ ઠંડી, ગરમી વગેરે છે જે ઘણું જ તીવ્ર હોય છે.
પહેલી બીજી અને ત્રીજી નરકમાં ઉષ્ણ વેદના હોય છે. જેથીમાં ઉષ્ણ વેદના ભોગવનારા ઘણુ અને શીતવેદનાવાળા થડા હોય છે. પાંચમીમાં ઉષ્ણવેદનાવાળા શેઠા જ્યારે શીત વેદના વાળા ઘણું હોય છે. છઠીમાં શીતવેદના અને સાતમી નરકમાં પમશીત વેદના હોય છે. (જીવા૩ પ્રતિ. ઉદે. ૨ માં
નારક જીવેની અશુભતર વિકિયા આ પ્રમાણે હોય છે –“સારી વિક્રિયા કરીએ એવી ભાવના છતાં પણ ક્ષેત્ર તથા કર્મના પ્રભાવથી તેઓ અશુભતર વિકિયા જ કર્યા કરતાં હોય છે. તેઓ સુખના કારણે ઉત્પન્ન કરવાનું તે બીચારાં ઘણું જ ઈચ્છે છે પરંતુ ક્ષેત્ર અને કર્મના પ્રભાવથી દુખના જ હેતુઓ ઉત્પન્ન કરે છે.
સાતે પૃવિઓમાં વિદ્યમાન નરક નીચે-નીચે અનુક્રમથી અધિકાધિક અશુભ હોય છે, ભયંકર હોય છે. દા. ત. રત્નપ્રભામાં અત્યન્ત અશુભ છે તે શર્કરા પ્રભામાં વળી તેનાથી પણ વધારે અશુભ છે જ્યારે વાલુકાપ્રભામાં તે તેનાથી પણ અધિક અશુભ છે. પંકપ્રભામાં તેનાથી પણું અધિક અને ધૂમપ્રભામાં તેનાથી પણ અધિક અશુભ છે. તમ પ્રભામાં તેથી વિશેષ અને તમતમઃ પ્રભામાં બધાં કરતાં વધારે અશુભ છે.
સૂત્રમાં નિત્ય શબ્દ જે વાપરેલ છે તેનાથી એ પ્રગટ થાય છે કે નરક્શતિમાં ઉપર્યુક્ત લેશ્યા, પરિણામ, શરીર, વેદના અને વિકિયા સદૈવ અર્થાત્ નરક ભવની શરૂઆતથી લઈને ભવને ક્ષય થાય ત્યાં સુધી અશુભતર જ બન્યાં રહે છે. એવું કદી પણ બનતું નથી કે ક્યારેક તે શુભ થઈ જાય! પલકારે મારવા જેટલાં અપ સમય માટે પણ નારક જીવોને અશુભતર લેશ્યા આદિથી વિયોગ થતો નથી.
આવી રીતે રત્નપ્રભા પૃથ્વિમાં નારક જીવની ઉગ્ર માનસિક પરિણામસ્વરૂપ કાપત લેશ્યા હોય છે તેની અપેક્ષા અધિક તીવ્ર અધ્યવસાયરૂપ કાપત લેશ્યા શર્કરા પ્રભામાં હોય છે તેનાથી પણું અધિક તીવ્રતર અધ્યવસાયરૂપ તીવ્રતમ કાપાત લેશ્યા અને તીવ્રનીલલેશ્યા વાલુકાપ્રભામાં હોય છે. વાલુકાપ્રભાની અપેક્ષા તીવ્રતર સંકલેશ સ્વરૂપ નીલેશ્યા પંકભામાં જોવા મળે છે. પંકપ્રભાની અપેક્ષા પણ તીવ્રતર સંકલેશમય તીવ્રતમ નીલેશ્યા અને તીવ્ર કૃષ્ણલેશ્યા તમઃ પ્રભામાં હેય છે અને એથી પણ અધિક તીવ્ર અધ્યવસાયરૂપ તીવ્રતમ કૃષ્ણલેશ્યા તમસ્તમ: પ્રભામાંના નારકસ્થાને હોય છે.
નારકી માં દસ પ્રકારના અશુભ પુદ્ગલ પરિણામ જોવામાં આવે છે જે આ પ્રમાણે છે—(૧) અશુભ વર્ણ (૨) અશુભ ગંધ (૩) અશુભ રસ (૪, અશુભ શબ્દ (પ) અશુભ સ્પર્શ (૬) અશુભ સંસ્થાન (૭) અશુભ ભેદ (૮) અશુભ ગતિ (૯) અશુભ બન્ધન અને (૧૦) અશુભ અગુરુલઘુ પરિણામ.