Book Title: Tattvartha Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 978
________________ ગુજરાતી અનુવાદ અ. ૫ નારકનાસ્વરૂપનું વર્ણન સૂ૦ ૨૩ ૨૮૯ નારકનાં શબ્દ તીણ, કઠોર અને નિષ્કર પરિણામવાળા હોય છે. તેમનું રૂપ ભયંકર ગંભીર, રોમાંચજનક અને ત્રાસ તથા દુઃખ ઉત્પન્ન કરે એવું ઘણું જ કાળું હોય છે. નરકના પુદ્ગલેનાં રસ લીમડા જેવો કડે તથા કડવા તુરીયા જેવો હોય છે. ત્યાંની ગત્ત્વનું પરિણ મન મરી ગયેલાં અને કેહવાઈ ગયેલાં કુતરાં, બીલાડા, શિયાળ, હાથી તેમજ ઘોડાના મડદાં કરતાં પણ અધિક અશુભ હોય છે. સ્પર્શ એ હોય છે. જાણે વીંછીને ડંખ, ખરબચડે તથા અંગારા જેવો ધીકતું હોય છે. નરકભૂમિ તથા ત્યાં વસતા નારકના ચેહરાં જોતાં જ ગભરાહટ ઉત્પન્ન થાય છે જાણે પિશાચની આકૃતિ હોય, નરકમાં પુદ્ગલેના ભેદ પરિણામ પણ અત્યન્ત અશુભ હોય છે. શરીર અને નરકની દિવાલ આદિથી ભિન્ન થનારા પુદ્ગલ સ્પર્શ વર્ણ આદિની અપેક્ષા અશુભ પરિણતિને પ્રાપ્ત થતાં થકાં અત્યન્ત દુ:ખજનક હોય છે. અપ્રશસ્ત વિહાગતિ નામકર્મના ઉદયથી નારક જીની ગતિ ઉંટ અને પતંગ વગેરેની ગતિની જેમ અતીવ અશુભ હોય છે. શરીર આદિથી સંબદ્ધ પુદ્ગલેનું બંધન પણ અશુભતર જ હોય છે. સ્પર્શ, વર્ણ આદિથી અગુરુ લઘુ પરિણમન પણ અશુભતર જ થાય છે. બધાં નારક જીવોના શરીર ને તે મોટા હોય છે અથવા નથી નાના હતાં. આવી જ રીતે તેમના અગુરુ લઘુ પરિણામ પણ અનેક પ્રકારના દુખનું આશ્રય હેવાના કારણે ઘણું જ અનિષ્ટ હોય છે? ત્યાં જે નરકાવાસ છે તે તિછ ઉપર અને નીચે બધી બાજુથી અત્યન્ત ઘેર અને ભયંકર અન્ધકારથી નિરન્તર અવગાઠિત હોય છે તેમને મોટા ભાગે કફ, મૂત્ર, મળ, લેહી, ચરબી, મજજા, મેદ વગેરે લપટેલાં હોય છે. શમશાનભૂમિની માફક દુર્ગન્ધમય માંસ, વાળ, હાડકા, ચામડા દાંત નખ વગેરેથી ત્યાની ભૂમિ વ્યાપ્ત રહે છે. ત્યાં એવી તે દુર્ગન્ધ આવતી હોય છે કે જાણે મરેલાં કુતરા, શિયાળ, બીલાડાં, નેળિયાં, વીંછી, સાપ, ઉદર, હાથી, ઘોડા, ગાય, ભેંસ અથવા માણસનું સડી ગયેલું મડદું હોય. ત્યાં અત્યન્ત જ હૃદયદ્રાવક, કરૂણાજનક રૂદનના અવાજ સંભળાતાં હોય છે. નારકની દુઃખમય ધ્વનિ, વિલાપ, આજીજીમય શબ્દો સાંભળવા મળે છે ! આંસુઓથી પરિપૂર્ણ, ગાઢી વેદનાથી ઘેરાયેલાં, સંતાપપૂર્ણ ઉચ્છવાસ નિઃશ્વાસના અશાન્ત તથા કોલાહલમય અવાજે ઘણુ ત્રાસ ઉત્પન કરનાર હોય છે. નારકીય જીવોના શરીર અશુભ નામકર્મના ઉદયથી અત્યન્ત અશુભ હોય છે. તેમના અંગોપાંગોનું નિર્માણ સંસ્થાન, સ્પર્શ, રસ, ગબ્ધ, વર્ણ અને સ્વર હન્ડ હોય છે, છેદનભેદન પક્ષીના શરીરના આકારના બતક પક્ષીના આકારના, અત્યન્ત ધૃણાજનક તથા બીભત્સ હોય છે. તેમને જોઈને બીજા જીવોને નફરત તથા ભયને અનુભવ થાય છે. આ કારણે તે શરીરે ક્રૂર, કરૂણું, બીભત્સ તથા અત્યન્ત ભત્પાદક જેવામાં આવે છે. તીવ્ર દુખો અને યાતનાઓથી પરિપૂર્ણ અને હમેશાં અપવિત્ર હોય છે. નારકેના શરીર રત્નપ્રભા આદિ સાતે પૃથ્વિઓમાં કમથી નીચે-નીચે અધિકાધિક અશુભ હોય છે. તેમના શરીર બે જાતનાં હોય છે-ભવધારણીય અને ઉત્તરક્રિય આ પૈકી ભવધારણીય શરીર રત્નપ્રભા પૃશ્વિમાં જઘન્ય આંગળીના અસંખ્યામાં ભાગ પ્રમાણ હોય છે. શર્કરા પ્રભા ૩૭

Loading...

Page Navigation
1 ... 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020