Book Title: Tattvartha Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 979
________________ ૨૯૦ તત્વાર્થસૂત્રને વગેરેમાં પણ ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના એટલી જ હોય છે. ઉત્કૃષ્ટ અવગાહના રત્નપ્રભામાં સાત ધનુષ્ય, ત્રણ હાથ અને છ આંગળની છે. આ પરિમાણ જે બતાવવામાં આવ્યું છે તેને તેનાથી અઠધા આંગળની અપેક્ષાથી સમજવું જોઈએ. પરમાણુ આદિના કમથી આઠ યવમધ્યને એક આંગળ કહે છે. વીસ આંગળને એક હાથ થાય છે અને ચાર હાથને એક ધનુષ્ય થાય છે. રત્નપ્રભા પૃવિમાં શરીરની જેટલી ઉત્કૃષ્ટ અવગાહના દર્શાવાઈ છે તેનાથી બમણી શર્કરાપ્રભામાં હોય છે. શર્કરામભાથી બમણી વાલુકાપ્રભામાં, એવી રીતે સાતમી પૃવિ સુધી બમણું– બમણું અવગાહના થતી જાય છે. નારકેના ઉત્તર વેકિય શરીર આ રીતના હોય છે–રત્નપ્રભા પૃવિમાં જઘન્ય આગળના સંખ્યામાં ભાગ પ્રમાણ અને શર્કરા પ્રભા વગેરેમાં પછીની છએ પૃથ્વિઓમાં પણ આંગળના સંખ્યાતમાં ભાગની જઘન્ય અવગાહના હોય છે. તાત્પર્ય એ છે કે નારક જીવ અગર નાનામાં નાના શરીરની વિકિયા કરે તો તે આગળના સંખ્યામાં ભાગની હોય છે ૧૩ છે 'अण्णमण्णोदोरियदुक्खाय' સૂવા –નારક જ અંદરો અંદર એકબીજાને દુઃખ ઉત્પન્ન કરતા રહે છે ૧૪ તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં નારકના સ્વરૂપનું અને તેમને ઠંડી, ગરમીથી થતાં દુઃખનું પ્રરૂપણ કરવામાં આવ્યું. હવે એ પ્રતિપાદિત કરીએ છીએ કે તેમને બીજી રીતે પણ દુઃખનો અનુભવ થાય છે– નારક જીવ પરસ્પરમાં પણ એક-બીજાને દુઃખ ઉપજાવતાં રહે છે. નારક જીવ શા માટે અન્ય દુઃખ ઉત્પન્ન કરે છે ? એવા પ્રશ્નનો જવાબ એ છે કે તેઓ ભવપ્રત્યયિક અવધિજ્ઞાન દ્વારા અને મિથ્યાદર્શનના ઉદયથી વિલંગજ્ઞાન દ્વારા દૂરથી જ દુઃખના કારણેને જાણીને પરસ્પરમાં એક બીજાને દુઃખ ઉત્પન્ન કરે છે. આવી જ રીતે જ્યારે એક નારક બીજા નારકની સમીપ આવે છે ત્યારે એકની બીજા ઉપર નજર પડતાંની સાથે જ તેને ક્રોધાગ્નિ ભડકે બળવા લાગે છે તેમને પૂર્વભવમાં બાંધેલા વેરનું સ્મરણ થઈ આવે છે, તેઓ પરસ્પર તીવ્ર વૈરભાવવાળા થઈ જાય છે અને તેઓ કુતરા અને શિયાળની જેમ તથા ઘોડા અને ભેંસની માફક પરસ્પરમાં આઘાત પ્રત્યાઘાત કરવા લાગે છે. પોતાની વિક્રિયાશક્તિ દ્વારા તેઓ તલવાર, ભાલા, બરછી, શક્તિ, તેમર કુન્ત તથા અઘન વગેરે શાની વિક્રિયા કરીને એક-બીજાને માંહોમાહે અત્યન્ત તીવ્ર દુઃખની ઉદીરણ કરે છે–દુઃખ ઉત્પન્ન કરે છે. મે ૧૪ તત્વાર્થનિયુકિત-આની પહેલાં નાક ની પ્રરૂપણ કરવામાં આવી. સાત નરકમળ્યું કે કેટલું તરકાવાસ છે, તેમનામાં કયાં અને કઈ જાતની અશુભ લેશ્યા હોય છે, તેમના સ્પર્શાદ પરિણામ ભવધારણીય અને ઉત્તર ક્રિય શરીર, તીવ્ર વેદના વિક્રિયા વગેરેનું નિરૂપણ કરી ગયા. હવે એ બતાવીએ છીએ કે નારક જીવ પૂર્વભવમાં બાંધેલા વેરનું સ્મરણ 2. * * ..* ત.? " - 9 છ નારક છવા આ પૃા આપસમાં એકબીજાને દુ:ખ ઉત્પન કરે છે. તામ્ય એ છે કે નરકક્ષેત્રના સ્વાભાવિક અનુભવથી ઉત્પન્ન થનારા અશુભ પુદ્ગલ પરિણામથી તથા પૂર્વભવમાં બાંધેલાં

Loading...

Page Navigation
1 ... 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020