________________
૨૭૨
તત્વાર્થસૂત્રને સાધારણ શરીર નામકર્મ પણ પાપ છે કારણ કે તેના ફળસ્વરૂપ આવા શરીરની પ્રાપ્તિ થાય છે જે અનન્ત છે માટે સાધારણ (એક જ શરીર) હોય છે. કિસલય (કુંપળ) નિદ અને વજકંદ વગેરેના આવી જ જાતના સાધારણ શરીર હોય છે. ત્યાં જેમ પરિભેગ એક જીવને હોય છે તેવા જ અનેક જીવના હોય છે.
અસ્થિર નામકર્મ પણ પાપકર્મ જ છે, કારણ કે તેના ઉદયથી શરીરના અસ્થિર અવયવ ઉત્પન્ન થાય છે જેમને આ કર્મને ઉદય થાય છે. તેના શરીરના અવયમાં સ્થિરતા હોતી નથી.
અશુભ નામકર્મ પણ પાપપ્રકૃતિ છે. કારણ કે એના ઉદયથી શરીરના ચરણ વગેરે અવચવ અશભિત થાય છે. જે કર્મના ઉદયથી શરીરના મસ્તક વગેરે અવયવ સુશોભિત થાય તે શુભકર્મ પુણ્યમાં પરિણિત છે. એવી જ રીતે દુર્ભાગ્યનો પિતા દુર્લગ નામકમ પણ પાપકર્મ છે તે મનની અપ્રિયતા જનક છે.
અનાય નામકર્મ પણ પાપપ્રકૃતિરૂપ છે એના ઉદયથી મનુષ્યના વચન માન્ય થતાં નથી પૂર્વ ચેજિત વ્યવસ્થા મુજબની વાત કહેવા છતાં પણ લેકે તેની વાત માનતા નથી તેમજ તેના આગમન પ્રસંગે તેનું સન્માન-સત્કાર પણ કરતા નથી કઈ રુચિ દર્શાવતા નથી.
દસ્વર નામકર્મ પણ પાપપ્રકૃતિ રૂપ છે આના ઉદયથી જીવન સ્વર કાનનેઅપ્રિય થઈ પડે છે જેવી રીતે ગધેડાનો અવાજ સાંભળનારાઓને અપ્રિય પ્રતીત થાય છે.
અયશકીર્તિ નામકર્મ પણ પાપકર્મ કહેવાય છે કારણ કે એના ઉદયથી સત્કૃત્ય કરવા છતાં પણ જગતમાં અપયશ અને અપકીર્તિ ફેલાય છે.
નીચગવ્ય કર્મ પણ પાપરૂપ છે કારણ કે તેના ઉદયથી ચાંડાળ, શિકારી, માછીમાર દાસી વગેરેના રૂપમાં પણ જન્મ ધારણ કરે પડે છે.
વ્યાખ્યાપ્રાપ્તિ––ભગવતી સૂત્રના આઠમાં શતકના નવમાં ઉદ્દેશકમાં કહ્યું છે—જાતિને ગર્વ કરવાથી, કુળનું અભિમાન રાખવાથી, રૂપમદ, લાભમદ, તપમદ, સૂવમદ અશ્વર્ય મદ કરનાર નીચ નેત્ર બાંધે છે. * આવી રીતે પાંચ અન્તરાયકર્મ પણ પાપકર્મ છે. દાનાન્તરાય, લાભાન્તરાય, ભેગાન્તરાય ઉપભોગાન્તરાય તેમજ વીર્યન્તરાય એ પાંચ પ્રકારના અન્તરાયકર્મ છે.
ભગવતી (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ) સૂત્રમાં આઠમાં શતકના નવમાં ઉદ્દેશકમાં કહ્યું છે–દાનમાં અન્તરાય (વિઘ-મુશ્કેલી) નાખવાથી લાભમાં અન્તરાય નાખવાથી ભેગમાં અન્તરાય નાખવાથી અને વીર્યમાં અન્તરાય નાખવાથી અન્તરાય કર્મ બંધાય છે. ારા
‘णाणदंसणाणं पडिययाइहिं णाणदसणावरण'
સત્રાર્થ-જ્ઞાન અને દર્શનની પ્રત્યનીતા વગેરેથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મ બંધાય છે. ૩ - તત્ત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં પાપકર્મ ખ્યાંશી પ્રકારે ભગવાય છે એ બતાવવામાં આવ્યું હવે જ્ઞાનાવરણ કર્મ બંધાવાનું કારણ દર્શાવીએ છીએ--