Book Title: Tattvartha Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 954
________________ ગુજરાતી અનુવાદ અ. ૪ ભવનપત્યાદિ દેના આયુ પ્રભાવ વિગેરેનું નિરૂપણ સૂ. ૨૮ ૨૨૫ અભિમાન એ બધાં પૂર્વ–પૂર્વ દેવેની અપેક્ષા ઉત્તરોત્તર દેવના ઓછા હોય છે જેવી રીતે બે સાગરની જઘન્ય સ્થિતિવાળા દેવ નીચે સાતમી પૃથ્વી સુધી જાય છે અને તિછી દિશામાં અસંખ્યાત દ્વીપ સમુદ્રો સુધી જઈ શકે છે. અસુરકુમાર દેવ ત્રીજી પૃથ્વી સુધી જાય છે આ દેવ તેમના પૂર્વભવના સાથી-મિત્રને શાતા ઉપજાવવા માટે અને પૂર્વભવના વૈરીને વંદના પહોંચાડવા આશયથી ત્યાં જાય છે. (ભગ શ૦ ૩ ઉ૦૨ સૂ૦ ૧) તેનાથી આગળ ભૂતકાળમાં કયારેય પણ ગયા નથી. વર્તમાનકાળમાં કયારેય પણ જતાં નથી અને ભવિષ્યમાં કયારેય પણ જશે નહીં. ઉપર દેવમાં મહાનુભાવતા અધિક હોય છે અને માધ્યસ્થ–ભાવ પણ અધિક હેય છે આમ-તેમ જવામાં તેમને રુચિ થતી નથી. અસુરકુમારેથી લઈને સૌધર્મ-ઇશાન ક૯૫ સુધીના દેવના શરીર સાત હાથ ઉંચા હોય છે એથી આગળના બે-બે કપમાં સહસ્ત્રાર કલ્ય પર્યા, એકએકની ઉંચાઈ ઓછી થતી જાય છે. સનસ્કુમાર અને મહેન્દ્ર કલ્પમાં દેવેની ઉંચાઈ છ હાથની હોય છે બ્રહ્મ અને લાન્તક કપમાં દેવેની ઊંચાઈ પાંચ હાથની હોય છે. મહાશુક અને સહસાર કલ્પમાં દેવની ઉંચાઈ ચાર હાથની હોય છે. આનત, પ્રાકૃત, આરણ અને અચુત માં દેના શરીર ત્રણ હાથ ઉંચા હોય છે. વૈવેયક વિમાનના દેવના શરીરની ઉંચાઈ બે હાથની છે. પાંચ અનુત્તરોપપાતિક દેવેમાં વિજયાદિ ચાર વિમાને ના દેના શરીર એક હાથના હોય છે અને સર્વાર્થસિદ્ધ દેના શરીર ઘેડા ઓછા-એક હાથના જ હોય છે. હવે વૈમાનિકના વિમાનની સંખ્યા બતાવીએ છીએ સૌધર્મ દેવલેમાં બત્રીસ લાખ વિમાન છે. ઈશાન દેવલોકમાં અઠ્યાવીસ લાખ, સનકુમાર માં બાર લાખ, મહેન્દ્રમાં આઠ લાખ, બ્રહ્મલકમાં ચાર લાખ, લાન્તકમાં પચાસ હજાર, મહાશકમાં ચાળીસ હજાર, સહસારમાં છ હજાર તથા આનત પ્રાણત આરણ અને અશ્રુત કપમાં સાતસો વિમાન છે તે પૈકી આનત પ્રાણુત, બે દેવલોકમાં ચાર વિમાન છે અને આંરણ અચુત આ બે દેવલોકમાં ત્રણસો વિમાન છે એમ સાતસો વિમાન છે. રૈવેયક ત્રિકમાં ક્રમશઃ એકસો અગીયાર, એકસો સાત અને એકસો વિમાન હોય છે. પાંચ અનુત્તરમાં પાંચ જ વિમાન છે. એવી જ રીતે સ્થાન, પરિવાર શકિત, વિષય સમ્પત્તિ અને સ્થિતિ આદિનું અભિમાન પછી પછીના દેવનું પહેલાં-પહેલાના દેવોની અપેક્ષાએ ઓછું હોય છે. પછી–પછીના દે ઉત્કૃષ્ટ સુખના ભાગી હોય છે. પ્રજ્ઞાપના સૂત્રના ર૧માં શરીરપદમાં કહ્યું છે– પ્રશ્ન--ભગવદ્ ! ભવનવાસિઓમાં જે અસુરકુમાર દેવ છે તેમના વૈકિય શરીરની અવગાહના કેટલી મોટી છે? ઉત્તર–ગૌતમઅસુરકુમાર દેવેની અવગાહના બે પ્રકારની કહેવામાં આવી છે-પહેલી ભવધારણીય શરીરની અર્થાત્ તે ભાવમાં હમેશાં રહેનારી મૂળ શરીરની અવગાહના અને બીજી ૩૪

Loading...

Page Navigation
1 ... 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020