________________
ગુજરાતી અનુવાદ સૂ. ૧૪ પ્રાણીયો સાથે મિત્રીભાવના ધારણ કરવાનું કથન ૨૩૩
જે કથા દ્વારા શ્રોતા વિષયોગોથી વિરક્ત થાય છે તે નિર્વેદની કથા કહેવાય છે. કહ્યું પણ છે –
જે કથાના શ્રવણથી વૈરાગ્ય જન્મે તે નિદિની કથા છે જેમાં ભગવાન મહાવીરે શાલિભદ્રને પ્રતિબંધ આપ્યું હતું. ૧૩
“સંઘમ શુક્રિય' ઇત્યાદિ
સૂત્રાર્થ–સમસ્ત પ્રાણુઓ પર મૈત્રીભાવના, અધિક ગુણવાનોના પ્રત્યે પ્રમોદ ભાવના, દુખી પ્રાણુઓ પરત્વે કરુણાભાવના અને અવિનીત પર માધ્યસ્થભાવના રાખવી જોઈએ ૧૪ - તત્ત્વાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં હિંસા આદિ પાંચે પાપની નિવૃત્તિરૂપ પાંચ મહાવ્રતની સામાન્ય પ્રાણુતિપાત આદિમાં આલેક-પરલેકમાં અપાર દુઃખભાવનાનું નિરૂપણ કરવામાં આવ્યું; હવે તેજ મહાવ્રતની દઢતા માટે સર્વ પ્રાણિઓ પર મૈત્રી આદિ ભાવનાઓની પ્રરૂપણ કાજે કહીએ છીએ
સર્વ પ્રાણિઓ, ગુણાધિકે, લિશ્યમાન છે અને અવિનીત પર ક્રમશઃ મૈત્રી, પ્રમેહ, કારૂણ્ય અને મધ્યસ્થ ભાવના હોવી જોઈએ અર્થાતુ બધાં પ્રાણિઓ પર મૈત્રી ભાવના ધારણું કરે, જે પોતાની અપેક્ષા અધિક ગુણવાન છે તેમના પ્રત્યે પ્રમોદ-હર્ષાતિશયની ભાવના ધારણ કરે જે જીવ દુઃખને અનુભવ કરી રહ્યાં છે તેમના પર કરૂણા ભાવના રાખે અને જે અવિનીત કહેતાં શઠ છે, પિતાનાથી વિરુદ્ધ વિચાર તેમજ વ્યવહાર કરે છે તેમના પ્રતિ મધ્યસ્થ ભાવ ધારણ કરે. તાત્પર્ય એ છે કે આ રીતે મૈત્રી વગેરે–ભાવનાઓથી બધાની તરફ વેર-વિરોધ નષ્ટ થઈ જાય છે કહ્યું પણ છે– પુ મૈત્રી ગુory vમોર ઈત્યાદિ
હે દેવ ! મારો આત્મા પ્રાણિમાત્ર પર મૈત્રીભાવ ધારણ કરે, ગુણીજનોને જોઈને પ્રમાદને અનુભાવ કરે, દુઃખી જને પર કરુણભાવ ધારણ કરે અને વિપરીત વ્યવહાર કરનારા પ્રત્યે મધ્યસ્થભાવ ધારણ કરે. ૧૪ - તવાર્થનિર્યુક્તિ–પ્રથમ પ્રાણાતિપાત—વિરતિ આદિ પાંચ વ્રતની સ્થિરતાને માટે સામાન્ય રૂપથી બધાં વ્રતોથી સંબંધ રાખનારી દુઃખભાવનાનું નિરૂપણ કરવામાં આવ્યું જેમાં એ બતાવવામાં આવ્યું કે હિંસા વગેરેનું આચરણ કરવાથી આ લોક તેમજ પરકમાં દુઃખની પ્રાપ્તિ થાય છે હવે તે જ વ્રતની પરંપરાથી સ્થિરતા માટે મૈત્રી આદિ ભાવનાઓનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ
બધાં પ્રાણિઓ પર મૈત્રી, અધિક ગુણવાને પર પ્રમદ, દુઃખી જને પર દયા અને અવિનીત પર માધ્યસ્થભાવ ધારણ કરવું જોઈએ.
જે મતિ-નિશુતિ અર્થાત સ્નેહ કરે છે તે મિત્ર કહેવાય છે. મિત્રના ભાવને મૈત્રી કહે છે. બીજાનાં હિતને વિચાર કરવો મૈત્રી છે. પ્રત્યેક પ્રાણુ પર મૈત્રીભાવ હવે જોઈએ. પ્રમાદથી અથવા અન્ય કોઈ કારણથી કેઈએ કદાચ અપકાર કર્યો હોય તે તેના તરફ પણ મૈત્રીભાવ ધારણ કરીને એ વિચાર કરે જોઈએ—“તેને મિત્ર છું, આ મારા મિત્ર છે, હું મારા મિત્ર સાથે દ્રોહ કરીશ નહી, મિત્રથી દેહ–વિશ્વાસઘાત કરે એ તે દુર્જનનું કામ છે–પુરુષોનું નહીં. આ કારણથી હું સમસ્ત પ્રાણિષ્ટિ પર ક્ષમાભાવ ધારણ કરું છું. આ
૩૦