________________
૨૪૨
તત્વાર્થસૂત્ર
શરૂઆતના ત્રણ વાસ્તવમાં મનુષ્ય છે અને ભવ્યદ્રવ્યદેવ મનુષ્ય અથવા તિર્યંચ છે—કેટલીક વિશેષતાઓના કારણે જ તેમને દેવ કહેવામાં આવ્યા છે આથી ભાવદેના ભેદ ચાર જ સમજવા જોઈએ.
ભગવતી સૂત્રના પ્રથમ શતકના સાતમાં ઉદ્દેશકમાં કહ્યું છે–દેવ ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે—ભવનપતિ, વાણવ્યન્તર, તિષ્ક અને વૈમાનિક છે ૧૬
તરણ માળા રવિદા' ઈત્યાદિ ૨૭ .
સૂત્રાર્થ—ભવનપતિદેવ દશ પ્રકારના છે––અસુરકુમાર નાગકુમાર, સુવર્ણકુમાર, વિશ્વ સ્કુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર. દિશાકુમાર, વાયુ-પવનકુમાર અને સ્વનિતકુમાર છે ૧૭
તત્ત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં ભવનપતિ, વનવ્યંતર, તિષ્ક, અને વૈમાનિકના ભેદથી ચાર પ્રકારના દેવેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હવે તેમાં સૌથી પહેલા ગણવામાં આવેલા ભવનપતિને દશ અવાન્તર ભેદનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ–
તેમાંથી અર્થાત્ ચાર પ્રકારના ભવનપતિ, વાતવ્યન્તર, તિષ્ક અને વૈમાનિક દેવમાંથી ભવનપતિ દશ પ્રકારના હોય છે-(૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુવર્ણકુમાર (૪) વિદ્યુકુમાર (૫) અગ્નિકુમાર (૬) દ્વીપકુમાર (૭) ઉદધિકુમાર (૮) દિશાકુમાર (૯) પવનકુમાર અને (૧૦) સ્વનિતકુમાર દ્વન્દ સમાસને છેડે જોડાયેલ પદ બધાની સાથે લગાવી શકાય છે એ નિયમાનુસાની “કુમાર” શબ્દ અહીં બધાની સાથે જોડવામાં આવે છે આ ભવનપતિ દેવ ભવનવાસી” પણ કહેવાય છે કે ૧૭
તત્ત્વાર્થનિર્યુકિત–આની પહેલા ભવનપતિ, વનવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકના ભેદથી ચાર પ્રકારના દેવોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હવે તેમાંથી સૌ પ્રથમ ગણાવેલા ભવનવાસિઓના દશ વિશેષ ભેદ બતાવીએ છીએ
પર્વોક્ત ભવનવાસી, વનવ્યંતર, તિષ્ક અને વૈમાનિક આ ચાર પ્રકારના દેવમાંથી ભવનપતિ દેવ દશ પ્રકારના છે. તેમના નામ આ છે(૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુવર્ણ કુમાર (૪) વિદ્યુત કુમાર (૫) અગ્નિકુમાર (૬) દ્વીપકુમાર (૭) ઉદધિકુમાર (૮) દિશાકુમાર (૯) પવનકુમાર અને (૧૦) સ્વનિતકુમાર
અસુર--નાગ આદિમાં મૂળસૂત્રમાં દ્વન્દ સમાસ છે અને દ્વન્દ સમાસને છેડે જોડેલું પદ દરેક શબ્દની સાથે જોડી શકાય છે એ નિયમના અનુસાર અહીં દશે ભેદની સાથે કુમાર શબ્દને પ્રવેશ કરવામાં આવે છે. આ દશે ભવનમાં નિવાસ કરવાના સ્વભાવવાળા છે આથી તેઓ ભવનવાસી પણ કહેવાય છે તેમના નિવાસ ભૂમિમાં હેવાથી ભવન કહેવામાં આવે છે તે ભવનમાં જે વાસ કરે છે તેઓ ભવનવાસી કહેવાય છે.
આ બધાં કુમારની જેમ જોવામાં કમનીય હોય છે. સુકુમાર હોય છે. તેમની ગતિ ઘણી લલિત, કલિત, કોમળ અને મધુર હોય છે સુંદર શૃંગાર રૂપ અને વિક્રિયાથી યુક્ત હોય છે કુમારના જેવું રૂપ, વેશભૂષા, ભાષા આયુધ, યાન, વાહન અને ચરણન્યાસવાળા, કુમારોની માફક જ રાગવાનું તથા કીડાપરાયણ હોય છે આ કારણે જ એમને કુમાર કહે છે.