________________
ગુજરાતી અનુવાદ અ. ૪ ચાર પ્રકારના નિકાના દેના ઈન્દ્રાદિ દેનું કથન સૂ. ૨૩ ૨૫૫
(૧) ઈન્દ્રઃ જે પરમ ઐશ્વર્યથી યુક્ત હોય તેમજ સામાનિક વગેરે દેવના અધિપતિ હોય.
(૨) સામાનિકઃ જેમના આજ્ઞા–ઐશ્વર્ય ઈન્દ્રની જેવા ન હોય પરંતુ આયુ, વીર્ય(પરાક્રમ) ભેગ, ઉપભોગ આદિ તેના જેવા જ હેય. તાત્પર્ય એ છે કે ઈન્દ્ર શાસક હોય છે–તેની આજ્ઞા ચાલે છે, તે સંપૂર્ણ કલ્પના અધિપતિ હોય છે, આ વિશેષતા સામાન્ય દેવામાં જોવામાં આવતી નથી પરંતુ આયુષ્ય વગેરેમાં તેઓ ઈન્દ્ર સમાન જ હોય છે, ઈન્દ્ર રાજા જે છે તે આ બધાં તેના પ્રધાન, પિતા, ગુરૂ, ઉપાધ્યાય અથવા મહત્તર જેવાં છે.
(૩) ત્રાયઅિંશ—આ મંત્રી તથા પુરે હિત જેવા છે. જે રાજ્યના કારભારની ચિન્તા કરે છે–શાસન સૂત્રનું સંચાલન કરે છે તેઓ મંત્રી કહેવાય છે. શક્તિ કમ પુષ્ટિ કર્મ વગેરે કરનારા પુરોહિત કહેવાય છે.
(૪) આત્મરક્ષક–જે ઈન્દ્રના રક્ષક હોય, હથિયારથી સજજ થઈ પાછળ ઉભા રહેતા હોય
અને રૌદ્ર હાય.
(૫) લેકપાલ– જે લોકોનું પાલન કરે તે કાલ. આ વ્યુત્પત્તિ અનુસાર એ આત્મરક્ષક સ્થાનીય હોય છે. આત્મરક્ષક તે કહેવાય જે દેશના સીમાડાઓનું રક્ષણ કરે છે.
(૬) પારિષદ-મિત્રો જેવા સભાસદે જેવાં.
(૭) અનીકાધિપતિ–સેનાપતિ અથવા દણ્ડનાયક જેવા સેના અનેક પ્રકારની હોય છે. ગજસેના, અશ્વસેના, રથસેના પાયદળ વગેરે.
(૮) પ્રકીર્ણ ક–પ્રજા જેવા. (૯) આભિગિક–ભૂ-કરની જેવા. જે બીજાનાં કામ કરવા માટે તૈયાર રહે છે.
(૧૦) કિબિષિક–કિબિષને અર્થ છે. પાપ જે દેવને ચાન્ડાલે જેવા હડધૂત સમજ વામાં આવે છે તેઓ કિબિષિક કહેવાય છે. પારકા
પાનમંતરકોણિયા'' ઈત્યાદિ
સૂવાથ–વાનશ્વેતર અને તિષ્કમાં (૧) ઈન્દ્ર (૨) સામાનિક (૩) પારિષદુપપન્નક (૪) આત્મરક્ષક (૫) અનીકાધિપતિ આ પાંચ દેવ હોય છે. કલ્પાતીત દેવ બધા અહમિન્દ્ર હોય છે. ૨૪
તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં બાર કાપપન્નક વૈમાનિક દેના ઈન્દ્ર આદિ દસ-દસ ભેદ, આજ્ઞા, અશ્વર્ય ભંગ ઉપભોગ આદિના સમ્પાદક રૂપમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે હવે એ દર્શાવીએ છીએ કે વાનરાન્તરે અને તિષ્કમાં ઈન્દ્રાદિ પાંચ હોય છે. નવયક દેવ તથા પાંચ અનુત્તરૌપપાતિક દેવ સઘળાં અહમિન્દ્ર હોય છે. તેમનામાં ઈન્દ્ર વગેરેનો કેઈ ભેદ હોતો નથી. વાનગૅતર અને તિષ્ક દેવામાં આ પાંચ-પાંચ ભેટવાળા દેવ હેય છે. (૧) ઈન્દ્ર (૨) સામાનિક (૩) પારિષદ (૪) આત્મરક્ષક (૫) અનીકાધિપતિ કલ્પાતીત દેવ અહમિન્દ્ર હોય છે.
કિન્નર, કિં પુરૂષ આદિ આઠ વાનચન્તરે તથા ચન્દ્ર સૂર્ય આદિ પાંચ જ્યોતિષ્કમાં (૧) ઈન્દ્ર (૨) સામાનિક (૩) પારિષદુપપન્નક (૪) આત્મરક્ષક (૫) અનીકાધિપતિ (૬) પ્રકીર્ષક (૭) આભિગિક અને (૮) કિલિબષિક એ આહ ભેદ હોય છે,