________________
૨૫૬
તત્વાર્થસૂત્રને કલ્પાતીત દેવ અર્થાત નવ રૈવેયક તથા પાંચ અનુત્તરૌપપાતિક અહનિદ્ર હોય છે. તેમનામાં શાસ્ત્રશાસકભાવ નથી, સ્વામિ-સેવકને ભેદ નથી, તેઓ સ્વયં જ પિતાના સ્વામિ ભર્તા અગર પોષક છે. તેઓ કેઈની આજ્ઞા હેઠળ હોતાં નથી, કેઈન ઐશ્વર્યના વિધાયક હોતા નથી. એ કારણે જ તેમને અહમિન્દ્ર કહે છે. રજા
તત્વાર્થનિર્યુકિત–પહેલા સૌધર્મ ઈશાન વગેરે બાર પ્રકારના વૈમાનિકના આજ્ઞા એશ્વર્ય ભંગ ઉપભેગેના વિધાયક રૂપથી ઈન્દ્ર આદિ દસ દસ ભેદ પ્રતિપાદન કરવામાં આવ્યા હવે કિન્નર આદિ વાનગૅત અને ચન્દ્ર-સૂર્ય આદિ પાંચ જ્યોતિષ્કમાં ઈન્દ્રાદિ દેના ભેદ બતાવીએ છીએ. અહીં ઈન્દ્ર વગેરે પાંચ ભેદવાળા દેવ હોય છે.
કિન્નર કિપરૂષ આદિ આઠ પ્રકારના–વાનભંતરમાં તથા ચન્દ્ર-સૂર્ય ગ્રહ, નક્ષત્ર અને તારા આ પાંચ તિષ્ક વિમાનમાં ઈન્દ્ર સામાનિક પારિષધ આત્મરક્ષક અનીકાધિપતિ આ પાંચ પ્રકારની આજ્ઞા-એશ્વર્ય ભેગોપભેગના વિધાયક રૂપમાં જ હોય છે –
આ રીતે વાતવ્યન્તરો અને તિષ્કમાં આ પાંચ પ્રકારમાંથી.
(૧) ઈન્દ્ર તે કહેવાય જે બાકી ચારના અધિપતિ છે અને પરમ એશ્વર્યથી સમ્પન્ન હોય છે.
(૨) સામાનિક–જે ઈન્દ્રની જેવા સ્થાને હોય તે સામાનિક આયું વીર્ય પરિવાર ભેગ અને ઉપભોગ આદિની અપેક્ષા તેઓ ઈન્દ્રની બરાબર હોય છે. તેમને મહત્તર, ગુરૂ, પિતા અગર ઉપાધ્યાયની માફક સમજવા જોઈએ.
(૩) પારિષદ–જે મિત્રો જેવા હેય.
(૪) આત્મરક્ષક–જે પિતાના શસ્ત્ર, અસ્ત્રોને તૈયાર રાખે છે, રૌદ્ર હોય છે અને ઈન્દ્રની રક્ષા માટે તેમની પાછળ ઉભા રહે છે. “ (૫) અનીકાધિપતિ–આ સેનાપતિએ જેવા હોય છે.
ભવનપતિ દેવના ઈન્દ્ર, સામાનિક, ત્રાયશ્વિંશક, લેકપાલ પારિષધ, અનીકાધિપતિ અને આત્મરક્ષક એ સાત આજ્ઞા ઐશ્વર્ય ભગપભોગના વિધાયક હોય છે.
' કપાતીત દેવ કોણ છે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે જે દેવ પહેલાં કહેવાયેલા સૌધર્મ આદિ બાર કોથી દૂર છે. ઉપર છે તે નવ પ્રકારના રૈવેયક દેવ અને પાંચ પ્રકારના અનુરોપપાતિક દેવ કશ્યતીત કહેવાય છે–પોતે જ પોતાના ઈન્દ્ર છે તેમનો બીજે કઈ ઈન્દ્ર હોતો નથી એ કારણે જ તેઓ અહમિન્દ્ર કહેવાય છે તેમનામાં સામાનિક આદિ-વિભાગ હોતા નથી એવા કલ્પાતીત દેવામાં નવ ગ્રેવેયક દેવ નીચે મધ્ય અને ઉપર એવી ત્રણ વિકેમાં ત્રણ ત્રણ સંખ્યાથી રહે છે. અનુત્તરૌપપાતિક દેવ વિજય-જયન્ત, જ્યન્ત, અપરાજિત અને સર્વાર્થ સિદ્ધનામક પાંચ અનુત્તર વિમાનમાં રહે છે. તેઓ સ્વયં પોતાના આજ્ઞા, ઐશ્વર્ય, અધિપતિત્વ થવા પોષકત્વના વિધાયક હોય છે. ભવનપતિ દેના ઈન્દ્ર સામાનિક. ત્રાયન્ટિંશક, લેકપાલ
પારિષઘ--અનીકાધિપતિ અને આત્મરક્ષક એ સાત આજ્ઞા વર્ષના વિધાયક હોય છે.