________________
૨૪૪
તત્વાર્થસૂત્રને નીકળેલા પેટવાળા, નીલવર્ણ, સુન્દર અને માછલીના ચિહ્નવાળા હોય છે. સ્વનિતકુમાર સ્નિગ્ધ અને ગંભીર તથા મોટા અવાજવાળા, સોનેરી વર્ણ તથા મોટાચાપવાળા દારૂ પાત્રના ચિહ્નવાળા હોય છે. આ બધાં જુદા જુદા પ્રકારના વસ્ત્રો અને આભૂષણવાળા હોય છે જે નારકીના જીના અસુ-પ્રાણનું હરણ કરે છે અર્થાત તેમને અંદરો અંદર લડાવીને દુઃખ ઉત્પન્ન કરે છે તેઓ અસુર કહેવાય છે અસુર મોટા ભાગે સંકિલષ્ટ પરિણામવાળા હોય છે. અસુર રૂપ કુમારને અસુરકુમાર કહે છે. જે ગતિ ન કરે તેમને નગ કહે છે અર્થાતુ પર્વત અથવા ચન્દન વગેરે વૃક્ષે. તે નગમાં થનારા કુમારેને નગકુમાર કહે છે. જેમના પગ અર્થાત પાંખે સુન્દર હોય તે સુપર્ણ જેઓ વિદ્યોતિત-દીપ્ત હોય તે વિદ્યુત જે પિતાના અંગને પાતાળલેકમાં છેડીને કીડા કરવા માટે ઉપર આવે તે અગ્નિ, ઉદક (જળ) એકઠું થાય છે જેમાં તે ઉદધિ અર્થાત સમુદ્ર અને ઉદધિમાં ક્રિડા કરનારા દેવ પણ ઉદધિ કહેવાય છે. પાણી (અ) જેમની બે તરફ હોય તે દ્વીપ અને દ્વિીપમાં ક્રીડા કરનારા દેવ પણ દ્વીપ કહેવાય છે. જે અવકાશ આપે છે તે દિશાઓ કહેવાય છે દિશાઓમાં કીડા કરવાવાળા દેવ પણ દિશા કહેવાય છે. જે વાય છે– ચાલે છે અર્થાત તીર્થકરના વિહાર માર્ગને સ્વચ્છ કરે છે તે વાયુ. જેઓ રતનતિ અર્થાત શબ્દ કરે છે તે સ્વનિત અથવા જેઓએ સ્તન અર્થાત શબ્દ કર્યો હોય તે સ્વનિત આવા કુમારે અસુર કુમાર આદિ કહેવાય છે.
અસુરકુમાર આદિના ભવનેની સંખ્યા સામાન્ય રૂપથી સાત કરોડ, બેતેર લાખ (છ, ૭૨,૦૦૦૦૦) છે. વિશેષ રૂપથી દક્ષિણ દિશાના અસુરકુમારના ભવન ચેત્રીશ લાખ અને ઉત્તર દિશાવાળાના ત્રીસ લાખ છે. બંને દિશાઓના મળીને ચેસઠ લાખ ભવન છે.
દક્ષિણ દિશાના નાગકુમારોના ભવન ચુંમાળીશ લાખ અને ઉત્તર દિશાના નાગકુમારના ભવન ચાળીશ લાખ છે. બંનેના મળીને ચોરાસી લાખ છે
દક્ષિણ દિશાના દ્વીપકુમારે દિશાકુમારે, ઉદધિકુમારે વિદુકુમારે સ્વનિતકુમાર અને અગ્નિકુમાર એ છના પ્રત્યેકના ચાળીસ-ચાળીશ લાખ ભવન છે અને ઉત્તર દિશામાં રહેનારાં દ્વીપકુમારે, દિશાકુમારે, ઉદધિકુમારે, વિધુત્યુમારે સ્તનતકુમારો અગ્નિકુમારે એ છએના પ્રત્યેકના છત્રીસ છત્રીસ લાખ છે. બંને દિશાઓના મળીને પ્રત્યેકના છોતેર-છેતેર લાખ ભવન છે. - દક્ષિણ દિશાના સુવર્ણકુમારોના આડત્રીસ લાખ ભવન છે, ઉત્તરદિશાના સુપર્ણકુમારના ચેત્રીશ લાખ છે બંનેને મળીને તેર લાખ છે.
દક્ષિણ દિશામાં નિવાસ કરનારા વાયુકુમારના પચાસ અને ઉત્તરદિશાના વાયુકુમારોના છેંતાળીશ લાખ; બંનેને મળીને છનું લાખ ભવન છે.
પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદમાં દેના પ્રકરણમાં કહ્યું છે—
ભવનપતિદેવ દશ પ્રકારના છે જેમકે –(૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુવર્ણકુમાર (૪) વિઘુકુમાર (પ) અગ્નિકુમાર (૬) દ્વીપકુમાર (૭) ઉદધિમાર (૮) દિશાકુમાર (૯) વાયુકુમાર અને (૧૦) સ્વનિતકુમાર છે ૧૭
“વાઇમરાન સવિદ ઈત્યાદિ સૂત્રાર્થ–વાણુવ્યંતર દેવ આઠ પ્રકારના છે . ૧૮