________________
૨૦૬
તત્ત્વાર્થસૂત્રને (૪) કયાં ગુણોવાળા પુદ્ગલેને બધે થાય છે?
(૫) જે આકાશપ્રદેશમાં કર્મવર્ગણાના પુદ્ગલ અવગાહે છે તે જ આકાશપ્રદેશમાં સ્થિત આત્મા, ત્યારે ત્યાં જ, તેને બધી લે છે અથવા બાહ્ય આકાશપ્રદેશમાં સ્થિત પુદ્ગલેને ખેંચીને ધારણ કરે છે?
(૬) શું ગતિપરિણત પુદ્ગલ બાંધેલા હોય છે? અથવા સ્થિતિ-પરિણત-સ્થિર પુદ્ગલેને બન્ધ થાય છે ?
(૭) બંધાવાવાળા પુદ્ગલે સમસ્ત આત્મપ્રદેશમાં બંધાય છે અથવા આત્માના એકએક પ્રદેશમાં બંધાય છે ?
(૮) કાર્મણવર્ગણના તે પુદ્ગલે સંખ્યાતપ્રદેશી અથવા અસંખ્યાતપ્રદેશી હોય તે બધાય છે અગર અનન્તપ્રદેશી હોય તે જ તેમને બધે થાય છે ?
આ આઠ પ્રશ્નોના જવાબ કમશઃ આ રીતે છે –
(૧) કાર્માણવગણના તે યુગલ નામ-પ્રત્યય બાંધે છે અર્થાત જે પ્રકૃતિનું જ નામ છે તેને અનુસાર જ બાંધે છે.
(૨) બધી દિશાઓથી-બધી બાજુથી બંધાય છે.
(૩) બધાં જીવેના વેગને વ્યાપાર સમાન હેતું નથી કેઈ જીવના વેગને વ્યાપાર તીવ્ર હોય છે તે કોઈના યોગને વ્યાપાર મન્દ હોય છે. તીવ્રતા અને મન્દતામાં પણ અનેક શ્રેણીઓ હોય છે આથી બધા જીવોને પ્રદેશ બન્ધ સરખો હોતે નથી પરંતુ યોગની અસમાન નતાના કારણે અસમાન હોય છે. યોગની પ્રવૃત્તિ તીવ્ર હોય તે અધિક પુદ્ગલપ્રદેશને બંધ થાય છે અને જે મન્દ હોય છે તે ઓછા પ્રદેશ બંધાય છે.
(૪) સૂમ પુદ્ગલેને જ બન્ધ થાય છે.
(૫) એક ક્ષેત્ર અવગાઢ પુદ્ગલ જ બંધાયેલા હોય છે અર્થાત્ જ્યાં આત્માના પ્રદેશ છે ત્યાં જ અવગાઢ પુદ્ગલ આત્મપ્રદેશની સાથે લિષ્ટ થઈ જાય છે; આમ-તેમથી આકર્ષિત થઈને બંધાતા નથી.
(૬) જે કર્મ પુદગલ સ્થિત હેય અર્થાત ગમન ન કરતાં હોય તેમને જ બન્ધ થાય છે.
(૭) તે પુદ્ગલેને બન્ધ આત્માના બધાં જ પ્રદેશમાં થાય છે. જેમ અગ્નિમાં તપેલા લેખંડના-ગળાને પાણીમાં છોડી દેવામાં આવે છે તે પિતાના બધાં પ્રદેશથી પાણીને ગ્રહણ કરે છે તેવી જ રીતે આત્મા પિતાના બધાં જ પ્રદેશથી કર્મ પુદ્ગલેને ધારણ કરે છે.
(૮) અનન્તાનન્ત પ્રદેશી મુદ્દગલ જ બંધાય છે.
આ પૂર્વોક્ત આઠ પ્રશ્નોના ઉત્તર છે. એને આશય એ છે કે આત્માની સાથે બંધાનારા પુદ્ગલ નામ પ્રત્યય હોય છે અર્થાતુ પિતા-પિતાના અર્થ અનુસાર નામવાળા કર્મોના કારણ હોય છે. આવા પગલે વગર જ્ઞાનાવરણ આદિ કર્મોને ઉદય વગેરે થઈ શકતો નથી જેમ મુક્તાત્માને ઉદય વગેરે થતાં નથી તેમ. અથવા નામ જેમનો પ્રત્યય અર્થાત કારણ છે તે નામ પ્રત્યય કહેવાય છે. ગતિ, જાતિ વગેરે નામ કમ—દારિક શરીર આદિ ભેગ કર્મના કારણ