________________
૨૫૦
તત્ત્વાર્થસૂત્રને આવી જ રીતે હિંસા આદિ કુકૃત્યેના આચારથી નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. નરક અને નિગોદ આદિમાં અનન્ત– અનન્ત જન્મ-મરણ કરીને ઘેરાતિઘોર દુઃખ સહન કરવા પડે છે.
જેમ હિંસકને અનેક અનર્થોને સામને કરવું પડે છે તેવી જ રીતે અસત્યવાદી જન પણ દુબેનો ભાગી થાય છે. લેકમાં તેના વચન પર કઈ વિશ્વાસ કરતે નથી અસત્ય ભાષણ કરનારની જીભ કાપી લેવામાં આવે છે, કાન અને નાકનું છેદન કરવામાં આવે છે. આ રીતે અસત્યવાદી અસત્યથી નિન્દનીય ફળ ભેગવે છે. પહેલેકમાં તેને નરક આદિની તીવ્ર યાતનાઓ અને દુઃખ સહન કરવા પડે છે, આ રીતે અસત્ય ભાષણથી જીવ જુદા જુદા પ્રકારના દુઃખેથી યુક્ત થાય છે. બીજાની સાથે તેને વેર બંધાય છે. જીભ-છેદન વગેરેને કષ્ટ તેને પ્રાપ્ત થાય છે. આ બધાં પૂર્વોક્ત દોષોની અપેક્ષાએ પણ તેને વધ-બન્ધન આદિ દુઃખોના વિશેષ કારણ પ્રાપ્ત થાય છે જેને અધ્યવસાય તીવ્ર હોય છે તે દીર્ઘસ્થિતિ અને તીવ્ર અનુભાવ (રસ)વાળા કર્મો બાંધે છે. ફળસ્વરૂપ પરલેકમાં તીવ્ર અશુભ વેદના સહન કરે છે. અસત્યભાષણના આ પ્રકારના ફળ–વિપાકની વિચારણા કરનારના ચિત્તમાં તેનાથી અરુચિ ઉત્પન્ન થઈ જાય છે અને તે વિચારે છે કે અસત્યભાષણથી વિરત થવામાં જ શ્રેય છે. આ જાતના વિચારના ફળસ્વરૂપ તે અસત્યભાષણથી વિરત થઈ જાય છે.
જેવી રીતે પ્રાણાતિપાત અને અસત્ય ભાષણ કરનારને અનર્થોને સામને કરે પડે છે તેવી જ રીતે પારકાની માલિકીનું દ્રવ્ય અપહરણ કરવામાં આસક્ત ચોરને પણ અનર્થ ભેગવવા પડે છે તે બધાને માટે ત્રાસદાયક હોય છે તે જેના ધનને ચેરે છે. તેને ઘણો જ ઉદ્વેગ ઉત્પન્ન થાય છે. આ પાપકૃત્યનું સેવન કરવાથી ચોરને તાડન, પીડન ચાબુકને માર, હાથકડીજંજીરોનું બંધન હાથ–પગ કાન નાક હોઠ આદિ અવયવનું છેદન-ભેદન, સ્વસ્વહરણ વગેરે વગેરે દુષ્પરિણામ ભોગવવા પડે છે. પરલોકમાં પણ તેને નરક વગેરેની તીવ્ર યાતનાઓ ભેગવવી પડે છે આથી ચેરીથી વિદત થઈ જવું એ જ કલ્યાણકારક છે. આ જાતની ભાવના ભાવનાર ચેરીથી નિવૃત્ત થઈ જાય છે. પરલેકમાં નરક આદિ ગતિમાં જઈને દુઃખ ભેગવે છે આથી મિથુનથી નિવૃત્તિ લઇ લેવી શ્રેયસ્કર છે આ પ્રકારની ભાવના ભાવનાર પુરુષ મૈથુનથીવિરકત થઈ જાય છે.
આ જ પ્રમાણે પરિગ્રહવાળા મનુષ્ય પર ચેર લુંટારા આક્રમણ કરે છે. જેવી રીતે કઈ પક્ષી માંસને કકડા ચાંચમાં પકડીને ઉડી રહ્યું હોય તે માંસ ભક્ષણ કરવાવાળા બાજ વગેરે બીજા પક્ષીઓ તેના પર ત્રાટકે છે તેવી જ રીતે પરિગ્રહી પુરુષને ચેર વગેરે સતાવે છે. તેમને પ્રથમ તે ધન આદિ પરિગ્રહના ઉપાર્જન માટે દુઃખ સહન કરવા પડે છે પછીથી તે ધનની રક્ષા માટે પરિશ્રમ કરવો પડે છે, આ બધું કરવા છતાં પણ અન્તમાં જ્યારે તેનો વિનાશ થઈ જાય છે ત્યારે અપાર–શોકને અનુભવ કરવો પડે છે.
જેવી રીતે સૂકાં ઈધણુથી અગ્નિને તૃપ્તિ થતી નથી તેવી જ રીતે લાલચુ પરિગ્રહીને ધનથી સંતેષ થતું નથી, પછી ભલે ગમે તેટલું જ કેમ પ્રાપ્ત ન થઈ જાય ! જે લેભથી અભિભૂત હોય છે, તે કર્તવ્ય–અકર્તવ્યના વિવેકથી રહિત થઈ જાય છે અને એ કારણે મહાન અનિષ્ટને