________________
તત્વાર્થસૂત્રને તત્વાર્થનિર્યુકિત-પહેલા બતાવાયું છે કે–અલ્પારંભ, અલ્પપરિગ્રહ, સ્વભાવની ભદ્રતા વગેરે કારણેથી મનુષ્યાય કર્મ બંધાય છે હવે સરાગસંયમ વગેરેનું દેવાયુ કર્મ બાંધવાના કારણે કહીએ છીએ-સરગસંયમ વગેરે કારણેથી દેવાયું કર્મ બંધાય છે.
હિંસા, અસત્ય, ચેરી, મૈથુન અને પરિગ્રહ આ પાંચ પાપથી પૂર્ણ રૂપથી વિરત થવું પંચમહાવ્રત રૂપ સંયમ કહેવાય છે. આ સંયમ કયારે સંવનલકષાય રૂ૫ રાગથી યુક્ત હોય છે ત્યારે સરોગસંયમ કહેવાય છે. - સૂત્રમાં પ્રયુક્ત “આદિ શબ્દથી સંયમસંયમ, અકામનિર્જરા અને બાળકપ સમજવા જોઈએ. આમાંથી સંયમસંયમનો અર્થ છે-સ્થૂળપ્રાણાતિપાત વગેરેથી નિવૃત્તિરૂપ દેશવિરતિ અર્થાત અણુવ્રત્ત આદિનું પાલન કરવું. દેશવિરતિ, સર્વવિરતિનું અંશિક રૂપ છે, આથી તેને આણુવ્રત્ત પણ કહે છે આવી રીતે પૂર્ણ રૂપથી અર્થાત્ ત્રણ કરણ અને ત્રણ વેગથી હિંસા વગેરેને ત્યાગ કરવો મહાવ્રત્ત છે. અને બે કરણ ત્રણ યંગ આંશિક રૂપથી તેજ પાને ત્યાગ કરે અણુવ્રત આને જ દેશવિરતિ અથવા સંયમસંયમ પણ કહે છે.
ત્રીજું કારણ છે કામનિર્જરા. વગર ઈચ્છા એજ જે કર્મનિર્જરા થાય છે તે અકામ નિર્જરા કહેવાય છે. કામ અર્થાત ઈચ્છા અથવા સમજી-વિચારીને કોઈ કાર્ય કરવું. વગર કામનાઓ જ જે નિર્જરા થાય છે તેને અકામનિર્જરા કહે છે. પરાધીનતાના કારણે અથવા તે કોઈને અનુરોધ-આગ્રહને વશ થઈ આહાર વગેરેને ત્યાગ કરવાથી ભૂખ સહન કરી લેવા વગેરેથી થાય છે.
મિથ્યાદર્શનના સહવત્તી રાગ તથા ષથી જે યુક્ત છે, જે તત્વજ્ઞાનથી વિમુખ છે, મૂઢ કે, કુતત્વના આગ્રહને તાબે થઈને પ્રવૃત્તિ કરે છે, જે વસ્તુસ્વરૂપથી ઊંધું જ્ઞાન સંપાદન કરે છે અને ધર્મ સમજીને ઠંડી, ગરમી વગેરેને સહન કરે છે અને અજ્ઞાતકષ્ટસહન કરે છે અથવા આવી જ જાતના અન્ય વિપરીત કૃત્ય કરે છે, તે પુરુષની તપસ્યાને બાલ તપ અર્થાત અજ્ઞાનતપ કહે છે.
આશય કહેવાનું એ છે કે સરાગસંયમ, સંયમસંયમ અકામનિજર અને બાલતપ આ ચાર કારણથી દેવાયુષ્ય કર્મ બંધાય છે. આવી જ રીતે ધર્મશ્રવણ કરવાથી તકરવાથી બાર પ્રકારની ભાવનાઓને ચિંતવવાથી અથવા તપમાં ભાવના રાખવાથી, યેગ્ય પાત્રને દાન આપવાથી તથા સમ્યક્દર્શન આદિ કારણેથી પણ દેવાયુષ્ય કર્મ બંધાય છે.
સ્થાનાંગસૂત્રના ચોથા સ્થાનના ચોથા ઉદ્દેશકમાં કહ્યું છે–ચાર કારણથી છવ દેવાયુકર્મ બાંધે કે– (૧) સરાગસંયમથી (૨ સંયમસંયમથી (૩) બાલતપનું આચરણ કરવાથી (૪) અકામનિર્જરાથી
સમ્યકત્વથી પણ દેવાયુ કર્મ બંધાય છે પ્રજ્ઞાપના સૂત્રના ૬ ઠા પદમાં કહ્યું છે–
જે વૈમાનિક દેવ. સમ્યગદષ્ટિ, પર્યાપ્ત, સંખ્યાત વર્ષના આયુષ્યવાળે, કર્મભૂમિજ, ગર્ભજ મનુષ્યથી આવીને ઉત્પન્ન થાય છે તે શું સંતસમ્યક્દષ્ટિઓથી આવીને ઉત્પન્ન થાય છે અથવા અસંયત સભ્યદષ્ટિઓથી આવીને અથવા સંયતાસંયત સમ્યફદષ્ટિઓને આવીને ઉત્પન થાય છે? આના જવાબમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! ત્રણેથી જ આવીને ઉત્પન્ન થાય