________________
૨૧૪
તત્વાર્થસૂત્રને સાતવેદનીય કર્મ પ્રાણાનુકમ્મા આદિ કારણોથી બંધાય છે. અહીં પ્રાણાનુકમ્પાની સાથે સંકળાયેલા આદિ શબ્દથી ભૂતાનુકા, જીવાનુકપ્પા સત્તાનુકપા એ ત્રણ પદોને તથા આ જ પ્રાણભૂત જીવ સના વિષયમાં અદુખનતા આદિ છ પદોને સંગ્રહ સમઝી લેવો જોઈએ તે છ પદ આ પ્રકારે કહેવામાં આવે છે અદુઃખનતા (૧) અશોચનતા (૨) અજૂરણુતા (૩) આપનતા (8) અપિટ્ટનતા (૫) અને અપરિતાવનતા (૬), અહીં પ્રાણ શબ્દથી બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, ભૂતશબ્દથી વનસ્પતિકાય, જીવ, શબ્દથી પંચેન્દ્રિય અને સત્ત્વ શબ્દથી બાકીના પૃથ્વી પાણિ, અગ્નિ, અને વાયુકાય સમજવા. આ જ વિષયમાં વળી કહ્યું પણ છે— “બાળ દિ કિ સોચતા ઈત્યાદિ. એમની અથવા એમનામાં અનુકમ્યા-કરૂણા અર્થાત દયાભાવ રાખ, એમના દુઃખમાં દુઃખ પ્રકટ કરવું, મરતા અથવા કેઈ દ્વારા હણાતા હોય તે રક્ષણ કરવું તથા તેમના દુઃખમાં સમવેદના પ્રકટ કરવી એ અનુકમ્મા કહેવાય છે. આ ચાર પ્રકારની અનકમ્પાથી તથા આ જ ચારેના વિષયમાં અદુઃખનતા-દુઃખ ન પહોંચાડવું (૧) અશોચનતા શાક ન પમાડવા (૨) અજૂરણુતા-જેનાથી શરીર સુકાઈ જાય એ શેક ન પમાડવા (૩) અને જનતા–જેના નિમિત્તથી અશ્રપાત થવા લાગે, મુખમાંથી લાળ ઝરવા લાગે એ જાતને શક ન પહોંચાડે (૪) અપિટ્ટનતા–લાકડી વગેરેથી માર ન માર (૫) અપરિતાપનતા––શારીરિક માનસિક કોઈ પ્રકારને સંતાપ ન પમાડે (૬) આ રીતે પૂર્વોક્ત ચાર પ્રકારની અનકમ્પા રૂપ કારણ તથા આ છે કારણ એ દશ પ્રકારના કારણેથી જીવ સાતવેદનીય કમ બાંધે છે. આ વિષય પર વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અર્થાત ભગવતી સૂત્ર શતક ૭ ઉદ્દેશક દમાં કહ્યું છે –“ર્દ ” મંતે ! નવા વાયા વાગ્મા નંતિ ઈત્યાદિ પાછા
'अप्पारंभ अप्पपरिग्गहाइएहि मणुस्साउए' સૂત્રાર્થ ––અલ્પ આરમ્ભ અને અલ્પ પરિગ્રહ આદિ કારણથી મનુષ્યાયુ બંધાય છે પા
તાર્થદીપિકા –પૂર્વસૂત્રમાં સાતવેદનીય રૂપ પુણ્ય કર્મના કારણોની પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ–
અપ આરંભ અને અલ્પ પરિગ્રહ વગેરે કારણોથી મનુષ્યાયુ રૂપ પુણ્યકર્મ બંધાય છે.
આરંભ અર્થ છે પ્રાણિઓના પ્રાણને નાશ કરવાવાળુ કાર્ય–તેની અલ્પતા અર્થાત સ્થળપ્રાણાતિયાતાદિજનક વ્યાપારને ભાગ, અલ્પ પરિગ્રહને અર્થ છે. આભ્યન્તર રાગદ્વેષાદિ આત્મપરિણામ તથા બાહ્યક્ષેત્ર (ખેતર-ઉઘાડી જમીન) વાસ્તુ (મકાન વગેરે) ધન-ધાન્યસવર્ણ વગેરે પર મમત્વને ભાગ (૨) સૂત્રમાં ઝાયેલ “આદિ શબ્દથી સ્વભાવની મૃદુતા અર્થાત કમળતા અને ઋજુતા અર્થાત્ સરળતા ધારણ કરવી જોઈએ. આમ અલ્પઆરંભ, અલ્પપરિગ્રહ, સ્વભાવથી મૃદુતા તથા જુતા એ ચાર કારણેથી મનુષ્યાય રૂપ પુણ્યકર્મ બંધાય છે પા
તત્વાર્થનિર્યુક્તિ–આની અગાઉ સર્વભૂતાનુકમ્મા આદિ સાત સાતવેદનીય કર્મ બંધાવાના કારણેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હવે મનુગાયુ રૂપ પુણ્ય કર્મના–-કારણનું પ્રરૂપણ કરીએ છીએ. - અલ્પઆરંભ (૧) અને અલ્પપરિગ્રહ (૨) વગેરે કારણોથી મનુષ્યાયુ રૂપ પુણ્યકર્મ બંધાય છે--