________________
ગુજરાતી અનુવાદ અ. ૩. ગોત્રકર્મ અને અંતરાયકર્મના ભેદનું કથન સૂ. ૧૨-૧૩ ૧૫ હાથે વસ્ત્ર પ્રદાન આદિ રૂપ માન, અત્યુત્થાન, આસન, અંજલિપ્રગ્રહ વગેરે સત્કારને તથા હાથી ઘેડા, રથ તથા પદાતિ આદિ જાહોજલાલી સર્જન કરનાર ઉચ્ચગોત્ર કર્મ કહેવાય છે.
નીચગોત્ર કર્મના ઉદયથી ચાંડાળ, ગારૂડી, શિકારી માછીમાર, જલ્લાદ, શુદ્ર, કચરોવાસીદુ વાળનાર વગેરે હોય છે. જેના ઉદયથી અખિલ વિશ્વમાં આદરણીય ઈક્વાકુવંશ, સૂર્યવંશ, ચન્દ્રવંશ, કુરુવંશ, હરિવંશ તથા તથા ઉગ્રવંશ આદિ ઉત્તમ કઈ વશમાં જન્મ થાય છે. તેને ઉચ્ચ ગોત્ર કહે છે આનાથી ઉલટું, જે કર્મના ઉદયથી નિન્દ્રિત, ગરીબ ભ્રષ્ટાચારી, અસત્યભાષી ચોરી કરનાર, વ્યભિચારી હિંસક ચાંડાળ આદિ “કુળમાં જેને જન્મ થાય છે; તે નીચ ગોત્ર કહેવાય છે ! ૧૨
જંતા ફરિ, વાળ-ઝામ-ઓ-ઉદ્યોગ-ચિંતાઇ મેરો'
સૂત્રાર્થ—અન્તરાય પાંચ પ્રકારના છે–દાનાન્તરાય લાભાન્તરાય ભેગાન્તરાય ઉપભેગાતરાય અને વીર્યાન્તરાય કે ૧૩.
તવાર્થદીપિકા–પૂર્વ સૂત્રમાં ગોત્રકર્મ રૂપ મૂળ પ્રકૃતિની બે ઉત્તર પ્રવૃતિઓનું પ્રતિપાદન કરવામાં આવ્યું. હવે આઠમી મૂળ પ્રકૃતિ અન્તરાય કર્મની પાંચ ઉત્તર-પ્રકૃતિઓનું નિરૂપણ કરવા માટે કહીએ છીએ-અન્તરાય કર્મની ઉત્તર-પ્રકૃતિઓ પાંચ કહેવામાં આવી છે– જેવી કે દાનાન્તરાય, લાભાન્તરાય, ભેગાતાય ઉપભેગાન્તરાય અને વીર્યાન્તરાય.
આ કર્મ, દાન, લાભ, ભેગ, ઉપગ અને વીર્ય પરિણામમાં વિદ્ઘ નાખવાના કારણરૂપ હોય છે. આ કારણે દાનાન્તર આદિના નામથી કહેવામાં આવે છે. તાત્પર્ય એ છે કે જે કર્મના ઉદયથી જીવ દાન દેવાની અભિલાષા રાખવા છતાં પણ દાન આપી શક્તો નથી, લાભ મેળવવાની ઈચ્છા હોવા છતાં લાભ પ્રાપ્ત કરી શક્યું નથી, ભેગવવાની ઈચ્છા હોવા છતાં ભેગ કરી શકતું નથી, ઉપભેગ કરવાની મનોકામના હોવા છતાં ઉપગ કરી શકતું નથી અને ઉત્સાહ પ્રકટ કરવાની તીવ્ર અભિલાષા છતાં ઉત્સાહ દેખાડી શકતો નથી તે અન્તરાય કર્મ કહેવાય છે. દાનાન્તરાય આદિ તેની પાંચ ઉત્તરપ્રકૃતિઓ છે. મે ૧૩ છે
તત્ત્વાર્થનિર્યુકિત–પૂર્વ સૂત્રમાં સાતમી મૂળકર્મ પ્રકૃતિ શેત્રની ઉત્તરપ્રકૃતિઓ દર્શાવીને હવે આઠમી મૂળ પ્રકૃતિ અન્તરાય કર્મની પાંચ ઉત્તરપ્રકૃતિઓ બતાવીએ છીએ–
ઉત્તરપ્રકૃતિઓના રૂપમાં અન્તરાય કર્મ પાંચ પ્રકારના છે–દાનાન્તરાય, લાભાન્તરાય, ભેગાન્તરાય, ઉપભેગાન્તરાય અને વીર્યાન્તરાય, અન્તરાયકમની આ જ પાંચ ઉત્તરપ્રકૃતિઓ છે.
દેય વસ્તુનો ત્યાગ કર દાન કહેવાય છે તેમાં થનાર અન્તરાય અર્થાત વિ દાનાન્તરાય કહેવાય છે. કહેવાનું એ છે કે જે કર્મના ઉદયથી દેય દ્રવ્યની સગવડતા હોવા છતાં દાતા દાન કરી શક્તા નથી–જે દાનમાં અવરોધ-અડચણ ઉભી કરે છે તે દાનાન્તરાય કર્મ કહેવાય છે. આપવા લાયક દ્રવ્ય હાજર છે, લેનાર પણ સન્મુખ છે અને દાતા એ પણ જાણે છે કે જે આને ધન આપવામાં આવશે તે મહાન ફળની પ્રાપ્તિ થશે તો પણ દાનાન્તરાય કર્મના ઉદયથી દાતા દાન આપી શકતા નથી.
આવી જ રીતે પ્રાપ્ત વસ્તુની હાજરી હોવા છતાં પણ અને લાભની ઈચ્છા હોવા છતાં પણ જે કર્મના ઉદયે લાભ ન થઈ શકે તે લાભાન્તરાય કર્મ કહેવાય છે. ભેગાન્તરાય, ઉપભોગાન્તરાય અને વીતરાય કર્મ પણ આ પ્રમાણે સમજી લેવા જોઈએ. કેઈ ઉદારચરિત પુરુષ સમભા