________________
ગુજરાતી અનુવાદ અ. ૩. કમપ્રકૃતિના સ્થિતિબંધનું નિરૂપણ સૂ. ૧૪-૧૫ ૧૯૭ વરણ વગેરે કહેલાં ચારે કર્મબન્ધકાળથી લઈને ત્રણ હજાર વર્ષ પુરાં થઈ ગયા બાદ ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થાય છે.
- જ્ઞાનાવરણ. દર્શનાવરણ, વેદનીય અને અન્તરાય કર્મની ત્રીસ ક્રોડાકોડી સાગરોપમની જે ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવવામાં આવી છે તે સંસી, મિથ્યાષ્ટિ પંચેન્દ્રિય પર્યાપ્ત જીવની અપેક્ષાથી સમજવી જોઈએ. ઉત્તરાધ્યયનના ૩૩માં અધ્યયનમાં કહેવામાં આવ્યું છે
બે આવરણની અર્થાત જ્ઞાનાવરણ અને દર્શનાવરણની, વેદનીયની તથા અન્તરાય કમની ત્રીસ ક્રોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવામાં આવી છે. આ ચારેયની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે ૧-૨ ૧૪
'मोहणिज्जस्स सरि कोडामोडीओं ॥१५॥ સૂત્રાર્થ–મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર ક્રોડાકોડી સાગરોપમની છે આ
તત્વાર્થદીપિકા–પૂર્વ સૂત્રમાં જ્ઞાનાવરણ દર્શનાવરણ વેદનીય અને અન્તરાય કર્મની સ્થિતિ દર્શાવાઈ છે હવે મેહનીય કર્મની સિથિતિનું પ્રતિપાદન કરીએ છીએ–
મોહનીય કર્મની જેનું સ્વરૂપ પહેલા કહેવાઈ ગયું છે, ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ સીત્તર કોડાકોડી સાગરોપમની છે. આ કર્મની જઘન્ય સ્થિતિ અન્તમુહૂર્તની છે ઉપા
તત્વાર્થનિર્યુક્તિ-આની અગાઉ જ્ઞાનાવરણ આદિ ચાર કર્મપ્રકૃતિઓનો સ્થિતિ કાળ વિસ્તારપૂર્વક બતાવાઈ ગયો છે હવે મેહનીય કર્મને સ્થિતિ કાળ બતાવીએ છીએ –
મેહનીય કમની ઉત્કૃષ્ટ સ્થિતિ સીસર કડાકોડી સાગરોપમની તથા જઘન્ય સ્થિતિ અન્તમુહૂર્તની છે.
મેહનીય કર્મને અબાધાકાળ સાત હજાર વર્ષને છે. આબાધાકાળની સમાપ્તિથી લઈને સંપૂર્ણ કર્મને ક્ષય થવા સુધીને સમય બાધાકાળ કહેવાય છે અર્થાત્ જે સમયે મેહનીય કર્મ ઉદયાવલિકામાં પ્રવિણ થયે તે સમયથી શરુ કરીને તેને પૂર્ણ રૂપથી નાશ થવા સુધીનો સમય બાધાકાળ કહી શકાય છે. ફલિતાર્થ એ છે કે સીત્તેર હજાર વર્ષ વ્યતીત થઈ જવા પર સીત્તર કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળા મેહનીય કર્મનો ઉદયવલીકામાં પ્રવેશ થાય છે.
મેહનીય કર્મની આ ઉત્કૃષ્ટ સ્થિતિ સંજ્ઞી પંચેન્દ્રિય મિથ્યાદષ્ટિ પર્યાપ્ત જીવની અપેક્ષાથી સમજવી જોઈએ અથત મિદષ્ટિ સંજ્ઞી પર્યાપ્ત પંચેન્દ્રિય જીવ જ સીત્તેર ઝેડડી સાગરોપમની સ્થિતિને બંધ કરી શકે છે.
ઉત્તરાધ્યયન સૂત્રના ૩૩માં અધ્યયનમાં કહ્યું છે –
મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર ક્રોડાકોડી સાગરોપમની છે અને જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે ઉપાય
'नामगोत्ताणं वीसईकोडाकोडीओ ॥१६॥
સૂત્રાર્થ–નામ અને ગોત્ર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વિસ ક્રોડાકોડી સાગરોપમ છે. એમને જઘન્ય રિથતિકાળ આઠ મુહૂર્તનો સમજવું જોઈએ ૧૬
તત્વાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં મોહનીય કર્મને સ્થિતિકાળ પ્રરૂપિત કરવામાં આવ્યો છે. હવે નામ અત્રે ગોત્ર નામક મૂલ પ્રકૃતિને સ્થિતિકાળ પ્રતિપાદિત કરવા માટે કહીએ છીએ.
નામ કર્મ અને ગેત્ર કર્મની સ્થિતિને ઉત્કૃષ્ટ કાળ વીસ કોડાકોડી સાગરોપમ છે, એમને જઘન્ય સ્થિતિકાળ આઠ મુહૂર્ત સમજવો જોઈએ. ૧૬