________________
*
*
*
*
*
*
૧૮૨
તત્વાર્થસૂત્રને જેમની દૃષ્ટિ મિથ્યાત્વરૂપી અંધકારથી આચ્છાદિત થઈ ગઈ છે, જેઓ રાગ અને તેથી યુક્ત છે, એવા જીવ ભવ્ય હોવા છતાં પણ જિનેન્દ્ર ભાખેલા ધર્મ પર રુચિ રાખતા નથી ! - મિથ્યાષ્ટિ જીવ ઉપદિષ્ટ પ્રવચન પર શ્રદ્ધા રાખતા નથી પરંતુ ઉપદિષ્ટ અથવા અનુપદિષ્ટ અસદૂભાવ પર અર્થાત્ વિપરીત તત્વ પરત્વે શ્રદ્ધા રાખે છે. - જે જીવ સૂત્ર-આગમમાં કથિત એક પણ પદ અગર એક પણ અક્ષર પ્રત્યે અશ્રદ્ધા રાખે છે, તે કદાચ શેષ સમગ્ર આગમ પર શ્રદ્ધા રાખતા હોય તે પણ તેને મિયાદૃષ્ટિ જ સમજે જોઈએ છે ૩ છે
તત્વાર્થ શ્રદ્ધા રૂ૫ આત્માનું પરિણામ સમ્યકત્વ કહેવાય છે. સમ્યકત્વ પાંચ પ્રકારના છે(૧) પથમિક (૨) સાસ્વાદન (૩) વેદક (૪) ક્ષાયોપથમિક તથા (૫) ક્ષાયિક.
" અનન્તાનુબન્ધી ક્રોધ, માન, માયા, લેભ અને દર્શન મેહનીયની ત્રણ એમ સાતે પ્રકતિઓને ઉપશમ થવાથી ઔપશમિક સમ્યકત્વ ઉત્પન્ન થાય છે આ સમ્યકત્વ અન્તર્મુહૂર્ત માત્ર જ રહે છે. ત્યારબાદ અનન્તાનુબન્ધી કષાયને ઉદય થઈ જાય છે અને અનન્તાનુબંધી કષાયના ઉદયથી–સમ્યકત્વને ચેકકસપણે નાશ થઈ જાય છે. કહ્યું પણ છે
અગર સજનનો અર્થાત અનન્તાનુબન્ધી કષાયનો ઉદય હેત તે સાસ્વાદન સમ્યકત્વ પણ થઈ જાય છે અને જો તેને અભાવ થાય છે તે નિર્દોષ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે ૧ | લાપશમિક સમ્યકત્વના અંતિમ પુદ્ગલેને અનુભવ કરવાના કાળમાં વેદક સમ્યકત થાય છે. ઉદયમાં ન આવેલા મિથ્યાત્વના પુદ્ગલેને ક્ષય, અને ઉદયમાં ન આવેલા મિથ્યાત્વને ઉપશમ થવાથી ક્ષાયોપથમિક સમ્યકત્વ થાય છે. સંપૂર્ણ દર્શનમેહનીય ક્ષય થવાથી ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. એવું નથી કે વિશુદ્ધ પુદ્ગલેને નાશ થવાથી તત્વાર્થ શ્રદ્ધા રૂપ પરિણામને અભાવ થઈ જાય. કહ્યું પણ છે
સમ્યકત્વ મેહનીયને પુદ્ગલેને નાશ થઈ જવાથી સમ્યગદષ્ટિ કેવી રીતે માનવામાં આવે છે ? એને જવાબ એ જ છે કે ત્યાં દ્રવ્યને ક્ષય માનવામાં આવ્યું છે, પરિણામને ક્ષય નહીં છે ૧ છે
સમ્યગ-મિથ્યત્વ વેદનીય પહેલા સમ્યકત્વ ને ઉત્પન્ન કરતો થકે, ત્રણ કરણ કરીને, ઉપશમ સમ્યકત્વને પ્રાપ્ત કરે છે. ત્યારબાદ મિથ્યાત્વના દળને શુદ્ધ, મિશ્ર અને અશુદ્ધ એ રીતે ત્રણ ઢગલાના રૂપમાં પરિણત કરે છે. કહ્યું પણ છે
ત્યારબાદ સમ્યક્ત્વગુણ દ્વારા મિથ્યા કર્મનું તેવી જ રીતે વિરોધ કરે છે, જેમ છાશ વગેરેથી મદનકેદ્રવ ને શુદ્ધ કરવામાં આવે છે કે ૧ .
આ રીતે દર્શનમોહનીય કર્મની ત્રણ ઉત્તર-પ્રકૃતિનું પ્રતિપાદન કરીને હવે પચીશ પ્રકારના ચારિત્રમેહનીય કર્મની ઉત્તરપ્રકૃતિ રૂપ બન્ધનું પ્રતિપાદન કરીએ છીએ.
ચારિત્ર મોહનીય કર્મ બે પ્રકારના છે-કષાયમેહનીય અને કલાયમેહનીય. કષાયમેહનીયના સેળ ભેદ છે; જેવા કે-ક્રોધ, માન, માયા, અને લેભ. આ ચારેય કક્ષાના અનન્તાનુબંધી અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજવલનના ભેદથી ૪૪૪=૧૬ સેળભેદ થાય છે