________________
૧૮૦
તત્વાર્થસૂત્રને દર્શન અર્થાત્ સામાન્ય બોધ ચક્ષુદર્શન કહેવાય છે તે આત્માની જ એક વિશિષ્ટ પરિણતિ છે. ચક્ષુ દર્શનાવરણ ચક્ષુદર્શન લબ્ધિનું ઘાતક હેાય છે. - ચક્ષુ સિવાયની બાકીની ઇન્દ્રિઓથી તથા મનથી થનાર સામાન્ય બધા અચક્ષુરર્શન છે.' તે પણ આત્માની જ પરિણતિ છે. તેની લબ્ધિને ઘાત કરવાવાળું અચક્ષુદર્શનાવરણ કહેવાય
અવધિજ્ઞાનના ઉપયોગથી પ્રથમ જે સામાન્ય જ્ઞાન થાય છે તે અવધિદર્શન છે. આ પણ આત્માની પરિણતિ છે. એને ઘાત કરનાર કર્મ અવધિદર્શનાવરણ કહેવાય છે. કેવળદર્શન પણ સામાન્ય ઉપગ છે. આને ઢાંકવા વાળું. કર્મ કેવળદર્શનાવરણ કહેવાય છે. બીજી મૂળ કર્મપ્રવૃતિની આ નવ ઉત્તરપ્રકૃતિઓ છે શાળા
નિર્જ સુવિ સાયાણાયો સૂ. ૮ સૂત્રાર્થ–વેદનીય કર્મ બે પ્રકારના છે-સાતાદનીય અને અસાતવેદનીય પાટા
તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં દ્વિતીય મૂળ કર્મપ્રકૃતિ દર્શનાવરણની નવ ઉત્તરપ્રકૃતિએનું નિરૂપણ કરવામાં આવ્યું છે હવે ત્રીજી મૂળ પ્રકૃતિ વેદનીયના ભેદનું કથન કરીએ છીએ વેદનીય નામક ત્રીજી મૂળ કર્મપ્રકૃતિના બે ભેદ છે–સાતવેદનીય અને અસતાવેદનીય. ૮
તત્વાર્થનિર્યુકિત–આગલા સૂત્રમાં દર્શનાવરણકર્મની ઉત્તરપ્રકૃતિઓનું કથન કર્યું છે હવે વેદનીય કર્મની ઉત્તરપ્રકૃતિઓનું પ્રતિપાદન કરીએ છીએ વિદનીય કમની ઉત્તરપ્રકૃતિઓ બે છે. સાતવેદનીય અને અસતાવેદનીય. જેના ઉદયથી આત્માને મનુષ્ય અને દેવ વગેરે જન્મમાં દારિક આદિ શરીર તથા મન દ્વારા આગન્તુક વિવિધ મનોરથ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવ તથા ભવના સબન્ધથી અનેક પ્રકારના સુખને અનુભવ થાય છે તે સાતવેદનીય કહેવાય છે. તેને સાતવેદનીય અથવા સંઘ પણ કહે છે. આનાથી જે વિપરીત હોય તે અસાતાદનીય અસદુદ્ય કહેવાય છે. તાત્પર્ય એ છે કે જે કર્મના ઉદયથી અનિષ્ટ સામગ્રી પ્રાપ્ત થવા પર અશાતા-દ:ખરૂપ અનભૂતિ થાય તે અસહ્ય કર્મ છે પાટા
“મોદળા વાસવિદ્દે વણજારિત્તરિ છે સૂ. ૯
સૂત્રાર્થ–દર્શનમેહનીય અને ચારિત્ર મેહનીય આદિના ભેદથી મેહનીય કર્મ અઠ્યાવીશ પ્રકારના છે છેલ્લા
તત્વાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં વેદનીય નામક મૂળ કર્મપ્રકૃતિની બે ઉત્તરપ્રવૃતિઓનું નિરૂપણ કરવામાં આવ્યું, હવે મેહનીય નામની ચોથી મૂળ કર્મ–પ્રકૃતિની અઠ્યાવીસ ઉત્તરપ્રકૃતિઓનું નિરૂપણ કરીએ છીએ-મેહનીય કમ બે પ્રકારના છે-દર્શનમેહનીય તથા ચારિત્રમોહનીય.
આમાંથી દર્શન મેહનીય કર્મ ત્રણ પ્રકારના છે-(૧) મિથ્યાત્વમેહનીય (૨) સમ્યક્ત્વમેહનીય અને (૩) સમ્યગ મિથ્યાત્વમોહનીય અર્થાત મિશ્રમેહનીય. ચારિત્રમેહનીય બે પ્રકારના છેકષાય મોહનીય અને નેકષાયમેહનીય. આમાંથી કષાયમહનીયના સોળ ભેદ છે. ક્રોધ માન માયા અને લાભ આ ચારેય કષાય અનન્તાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંવલનના ભેદથી ચાર ચાર પ્રકારના હોવાથી સોળ પ્રકારના થઈ જાય છે.
નેકષાયમેહનીયના નવ ભેદ છે. (૧) હાસ્ય (૨) રતિ (૩) અરતિ (૪) શેક (૫) ભય (૬) જીગુસા (૭) પુરુષવેદ (૮) સ્ત્રીવેદ અને (૯) નપુંસકવેદ આવી રીતે દર્શનમેહનીયના ત્રણ ભેદની સાથે ચારિત્રમેહનીયના સોળ કષાયમેહનીય અને નેકષાયમેહનીયના નવ એ પચીશ ભેદોને ઉમેરતા મેહનીય નામની મૂળ પ્રકૃતિની અઠયાવીશ ઉત્તરપ્રકૃતિઓ થઈ જાય છે. છેલ્લા