________________
તર્થને - જે કષાય સંસારથી વિરક્ત અને સમસ્ત પાપોથી રહિત સાધુને પણ સંજ્વલિત કરે છે અર્થાત મુનિ-અવસ્થામાં પણ જેમની સત્તા રહે છે તેમને સંજવલન કષાય કહે છે. - સંજવલન રૂપ કષાયને સંજ્વલન કષાય કહે છે. આવી રીતે અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન અને સંજ્વલન કષાયના ક્રોધ આદિ ચારચાર ભેદ થવાથી.બાર ભેદ થાય છે. એમાં અનંતાનું બંધી ના પહેલાના ચાર ભેદ મેળવવાથીને કષાય મોહનીયના સોળ ભેદ થાય છે. અપ્રત્યાખ્યાન, ક્રોધ, માન, માયા અને લેભના ઉદાહરણ આ રહ્યાં-કોધને સ્વભાવ તળાવની ફાંટ જે (૨) માનને સ્વભાવ હાડકાના થાંભલા જેવો (૩) માયાને સ્વભાવ ઘેટાના શિંગડા જેવો તથા (૪) લેભને સ્વભાવ કર્દમ રાગ જેવો હોય છે અર્થાતુ અપ્રત્યાખ્યાન ક્રોધને સ્વભાવ તળાવની તડ, માનને સ્વભાવ હાડકાના થાંભલા માયાને સ્વભાવ ઘેટાના શિંગડા તથા લેભને સ્વભાવ કર્દમ રાગ જેવો હોય છે.
પ્રત્યાખ્યાન કષાયના ક્રોધ માન વગેરેના ઉદાહરણ છે- કોધનો સ્વભાવ રેતીમાં ઉકેલી લીટી, માનને સ્વભાવ લાકડાને થાંભલે માયાને સ્વભાવ ચાલતા બળદના મૂત્ર, લેભને સ્વભાવ ખજન રાગ જેવો હોય છે. સંજવલન ક્રોધ પાણીમાં દોરેલી રેખા, માનને સ્વભાવ ઘાસને થાંભલે, માયાને સ્વભાવ વાંસની છોલેલી પાતળી ચામડી, લેભને સ્વભાવ પતંગીના રંગ જે હોય છે. આ રીતે કષાય વેદનીયના સેળ ભેદોનું નિરૂપણ કર્યું.
હવે નવ પ્રકારના નેકપાય કર્મનું પ્રતિપાદન કરીએ છીએ–(૧) હાસ્ય (૨) રતિ (૩) અરતિ (૪) શેક (૫) ભય (૬) જુગુપ્સા (૭) પુરુષવેદ (૮) સ્ત્રીવેદ અને (૯) નપુંસકવેદ. - કષાયનો એક દેશ હોવાથી અથવા કષાય વિશેષ હોવાથી હાસ્ય આદિને અષાય કહેવામાં
આવે છે અથવા “અ” શબ્દ અત્રે મિશ્રઅર્થમાં લેવામાં આવેલ છે. આને આશય એ છે કે કષાયની સાથે મળીને જ હાસ્ય વગેરે પોતાના કાર્ય કરવામાં સમર્થ થાય છે. કષાયના અભાવમાં હાસ્ય વગેરે પિતાનું કાર્ય સંપાદન કરવામાં સ્વતંત્રપણે શક્તિમાન થતા નથી.
કષાય જે દેજવાળે હેય છે તેના મિત્ર હાસ્ય વગેરે પણ તે જ દોષને ઉત્પન્ન કરે છે આવી સ્થિતીમાં અનન્તાનુબન્ધી આદિથી સહચરિત હાસ્ય વગેરે પણ તેના જેવાજ સ્વભાવવાળા હોય છે.
આથી આ હાસ્ય વગેરેને પણ ચારિત્રના ઘાતક હેવાના કારણે કષાયની બરાબર જ સમજવા જોઈએ બીજાઓએ પણ કહ્યું છે–આ હાસ્ય કષાયેના સાથી હોવાના કારણે તથા કવાને પ્રેરણા કરનાર અર્થાત્ ભડકાવવાવાળા હોવાથી નેકષાય કહેવામાં આવ્યા છે ૧ - હાસ્ય નેકષાય મેહનીયના ઉદયથી બાહ્ય તેમજ આત્યંતર વસ્તુઓમાં આસક્તિ પ્રીતિ ઉત્પન્ન થાય છે અથવા ઈષ્ટ રૂપ-રસ અદિમાં આસક્તિરૂપ પ્રીતિ થાય છે. અરતિ નેકષાય મેહનીયના ઉદયથી ધર્મ પ્રત્યે અરૂચિ ઉદ્ભવે છે. શેક કષાયમેહના ઉદયથી મનુષ્ય વિલાપ કરે છે પિતાના માથા વગેરે અવયને કુટે છે, સાંઢી શ્વાસ લે છે, રડે છે અને ધરતી પર આળોટે છે.
ભય નેકષાયમેહનીયના ઉદયથી ઉદ્વિગ્ન થાય છે –ગભરાય છે, પીડાય છે, કાંપવા લાગે છે જુગુપ્સા નેકષાયમેહના ઉદયથી શુભ અને અશુભ દ્રવ્યના વિષયમાં નફરત જાગે છે. પુરુષવેદ કષાયમેહનીયના ઉદયથી સ્ત્રીઓની અભિલાષા થાય છે. જેવી રીતે કફના પ્રકોપવાળાને કેરી