________________
૨૮
તત્વાર્થસૂત્રને દર્શને પગ કહેવાય છે. ઈ દ્રિની પ્રણાલીથી જ્ઞાનનું વિષયાકાર પરિણત થવાથી સાકાર વ્યાપાર થાય છે. પરંતુ દર્શન, વિષયાકાર પરિણત થતું નથી, આથી તે નિરાકાર અગર અનાકાર કહેવાય છે. જ્ઞાનપગ આઠ પ્રકારના છે. મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મત્યજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન. | દર્શને પગ ચાર પ્રકારના છે.–ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન. જે આકારથી યુકત હોય તે સાકાર જ્ઞાન. અને એનાથી વિપરીત હોય તે અનાકાર દર્શન કહેવાય છે. અથવા જે ઉપગ પ્રકાર યુક્ત હોય તે જ્ઞાન અને એથી રહિત હોય તે દર્શન છે. “કંઈક છે.” બસ એટલું માત્ર જ પ્રતીત થાય છે. ૧૬
તત્વાર્થનિર્યુકિત–ઉપગ જીવનું લક્ષણ છે તે પહેલાં કહેવાઈ ગયું. ઉપગને ઉપલંભ પણ કહે છે. અને તેને અર્થ છે પોતપોતાની હદનું ઉલ્લંઘન ન કરીને જ્ઞાન અને દર્શનને વ્યાપાર થવો અથવા જ્ઞાન અને દર્શનની પ્રવૃત્તિ અગર વિષયના નિર્ણય માટે અભિમુખ થવુ. ઉપગ છે. ઉપ અર્થાત્ જીવન સમીપવતી પેગ ઉપગ અથવા નિત્ય સંબંધી પણ કહેવાય છે. સાર એ નીકળ્યો કે કોઈ પણ પદાર્થને ગ્રહણ કરવા માટે આત્માને વ્યાપાર થો ઉપગ કહેવાય છે.
ઉપગના ભેદ બતાવતાં પ્રકારાન્તરથી તેની વિશેષતાનું પ્રતિપાદન કરવા માટે કહે છેઉપગ બે પ્રકારના છે–સાકાર અને નિરાકાર. જ્ઞાન સાકાર ઉપગ છે. દર્શન નિરાકાર છે. જે ઉપગ પ્રતિનિયત હોય છે યાની જાતિ, વસ્તુ વગેરે વિશેષને ગ્રહણ કરે છે તે સાકાર ઉપયુગ જ્ઞાન કહેવાય છે. કહ્યું પણ છે–આકાર વિશેષને કહે છે. જે ઉપયોગમાં વસ્તુના વિશેષ અંશનું ગ્રહણ થતું નથી. તે અનાકાર ઉપયોગ છે. તાત્પર્ય એ છે કે દર્શન વિશેષ રહિત સામાન્ય માત્રનું જ ગ્રાહક હોય છે. કહ્યું પણ છે. જ્ઞાન સાકાર અને દર્શન નિરાકાર હોય છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન, કુમતિજ્ઞાન તથા કુશ્રુતજ્ઞાન સાકાર હોય છે. ચાર પ્રકારના દર્શન અનાકાર છે.
કેઈએ આઘેથી વૃક્ષોને સમૂહ જે પરંતુ તેને સાલ, તમાલ, બકુલ, અશેક, ચંપક, કદંબ, જાંબું, લીમડો વગેરે વિશેષનું જ્ઞાન થયું નહિ–સામાન્ય રૂપથી જાડ માત્રની જ પ્રતીતિ થઈ. “કંઈક છે.” એવી અપરિપકવ પ્રતીતિ થઈ તે પછી તે દર્શન છે કેમકે જે ઉપગમાં વિશેષનું ગ્રહણ થતું નથી તે જ દર્શનોપયોગ કહેવાય છે. જયારે તે જ વ્યક્તિ નજીક આવે છે ત્યારે તાલ, તમાલ, સાલ આદિ આદિ વિશેષ રૂપમાં નિશ્ચય કરે છે ત્યારે તે પરિક્રુટ પ્રતિભાસ જ્ઞાન કહેવાય છે. મતલબ એ છે કે વિશેષ ધર્મોને ગ્રહણ કરવાવાળો ઉપયોગ જ્ઞાનપગ છે.
જ્ઞાને પગને સાકાર અને દર્શને પગને નિરાકાર કહેવામાં આવે છે. ઈદ્રિની પ્રણાલી દ્વારા વિષયના આકારમાં પરિણામ થવાનું કારણ જ્ઞાન સાકાર કહેવાય છે.
હકીકતમાં આકારને અર્થ છે-વિકલ્પ. જે જ્ઞાન વિકલ્પ સહિત હોય તે સવિકલ્પ અને એથી વિપરીત હોય તે નિર્વિકલ્પ તેજ અનાકાર કહેવાય છે. આથી પ્રકારયુકત જ્ઞાન સવિકલ્પ અને પ્રકારતાથી શૂન્ય હોય તે નિર્વિકલ્પ કહેવાય છે. એટલે પ્રકાર સહિત વિશિષ્ટની વૈશિષ્ટતા ને જમાવવાવાલા જ્ઞાનને સવિકલ્પ અથવા સાકાર કહેવામાં આવે છે અને જે પ્રકારતાથી શૂન્ય હોય છે. તે, “કંઈક છે” આ પ્રકાર ને આભાસ માત્ર જ હોય તે નિર્વિકલ્પ અથવા અનાકાર કહેવાય છે.