________________
૩૧
ગુજરાતી અનુવાદ
ઈન્દ્રિયેનું નિરૂપણ સૂ. ૧૭ અગ્નિ અથવા કાંટા વગેરે જોઈએ છીએ ત્યારે દાહ, ભીનાશ અગર ભેદન વગેરે હોતા નથી. શરીર દેશ સ્થિત નેત્રમાં એગ્ર દેશમાં સ્થિત રૂપ વગેરેને ગ્રહણ કરવાની યોગ્યતા સ્વભાવથી જ સિદ્ધ છે. નેત્ર ઢાંકેલા પદાર્થને જાણતું નથી આથી એને પણ પ્રાપ્યકારી માનવું જોઈએ, એમ કહી શકાય નહીં. એવું કહેવામાં આવે કે જેમ દિવાલ વગેરે દ્વારા વ્યવહિત પદાર્થને નેત્રગ્રહણ કરી શકતું નથી તેજ રીતે કામ વગેરે દ્વારા વ્યવહિત પદાર્થને પણ નેત્ર ગ્રહણ કરી શકતું નથી પરંતુ તેને તે નેત્ર ગ્રહણ કરી લે છે. આ સિવાય આ દલીલથી તે મને પણ, જેને સમસ્તવાદી નિવિવાદ રૂપથી અપ્રાપ્યકારી માને છે, તે અપ્રાપ્યકારી રહેશે નહીં કારણ કે તે દિવાલ વગેરેથી ઢંકાયેલી વસ્તુને ગ્રહણ કરતું નથી.
શંકા-જેમ આંખ વગેરે ઇન્દ્રિયે છે તે રીતે સુખ, દુઃખ અને ઇચ્છા વગેરે પણ જીવનું લક્ષણ હોવાથી ઈન્દ્રિય હોવી જોઈએ.
સમાધાન—એ નિયમ નથી કે જે જીવનું લિંગ હોય તે બધી ઈન્દ્રિય જ છે આથી સુખ વગેરે કદાચિત્ જીવના લિંગ હોઈ શકે છે. તે પણ તેમને ઈન્દ્રિય કહી શકાય નહીં. પ્રજ્ઞાપના સૂત્રના પંદરમાં ઈન્દ્રિયપદમાં કહ્યું છે—
પ્રશ્ન–ભગવદ્ ! ઇન્દ્રિય કેટલી કહી છે ?
ઉત્તર–ગૌતમ! પાંચ ઈન્દ્રિય કહી છે. જેમકે શ્રોત્રેન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય તથા સ્પર્શનેન્દ્રિય ૧ળા
'पुणा दुविहं भावि दियं दधिदियंया' મૂલાઈ–ઈન્દ્રિયના બીજા બે પ્રકાર છે જેમકે-ભાવેન્દ્રિય અને દ્રવ્યેન્દ્રિય ૧૮
તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં ઈન્દ્રિયે પાંચ પ્રકારની કહી છે તેજ ઈન્દ્રિના પ્રકારાન્તરથી પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ-ઈન્દ્રિયો બે પ્રકારની છે. ભાવેન્દ્રિય અને દ્રવ્યેન્દ્રિય આ રીતે સ્પર્શન વગેરે પાંચે ઈન્દ્રિય દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયના ભેદથી બે-બે પ્રકારની છે. સાધારણ રીતે જે ઈન્દ્રિય પુગલની પરિણતિ છે તે દ્રન્દ્રિય અને જે આત્માની પરિણતિરૂપ છે તે ભાવેન્દ્રિય કહેવાય છે ૧૮ - તત્વાર્થનિયુકિત-પૂર્વ સૂત્રમાં ઈન્દ્રિયેની સંખ્યાનું પ્રતિપાદન કરવામાં આવ્યું. હવે બીજી રીતે ફરીવાર તેમની સંખ્યાનું નિરૂપણ કરવા માટે કહ્યું છે-ઈન્દ્રિયે પુનઃ બે પ્રકારની છે-ભાવેન્દ્રિય અને દ્રન્દ્રિય. સામાન્ય રૂપથી પૌગલિક ઈન્દ્રિયે જે નામ કર્મ દ્વારા નિર્મિત છે તે દ્રવ્યેન્દ્રિય છે અને જે ઈન્દ્રિયાવરણ કર્મ તથા વીર્યાન્તરાય કર્મના ક્ષપશમ નામથી આત્માની પરિણતિ રૂપ ઉત્પન્ન થાય છે તે ભાવેન્દ્રિય છે. પ્રજ્ઞાપના સૂત્રના ૧૫માં ઈન્દ્રિયપદમાં કહ્યું છે
પ્રશ્ન–ભગવાન ! ઈ દિયે કેટલા પ્રકારની છે ? જવાબ–ગૌતમ ! બે પ્રકારની છે. દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય.
તાત્પર્ય એ છે કે દ્રવ્યેન્દ્રિય અનન્ત પ્રદેશાત્મક પુદ્ગલને સ્કંધ. તે નિવૃત્તિ તથા ઉપકરણના ભેદથી બે પ્રકારની છે. અસંખ્યાત આત્મપ્રદેશ તેમનામાં રહે છે. ભાવેન્દ્રિય આત્માનું પરિણમન વિશેષ છે, તેમનું સ્વરૂપ હવે પછીના સૂત્રમાં જ દર્શાવવામાં આવશે ૧૮ _ 'पुणो दुविहं भावेदियं दवेदियं च' મૂલાથ–ભાવેન્દ્રિય બે પ્રકારની છે-લબ્ધિ અને ઉપગ ૧