________________
ઉપર
તત્વાર્થસૂત્રને 'વિચિત્ર પ્રકારની હોય છે તેમાંથી કોઈ સ્વાભાવિક અને કઈ-કઈ પ્રયત્નસાપેક્ષ થયા કરે છે. જઘન્ય અર્થાત એક ડીગ્રી (અંશ)નો સ્નેહ ગુણ અપમાત્રામાં હોવાને લીધે જઘન્ય ગુણવાળા રુક્ષ પુદ્ગલને પરિણત કરવામાં સમર્થ હોતે નથી એવી જ રીતે જઘન્ય રુક્ષ ગુણવાળે પણ અલ્પ હોવાના કારણે જઘન્ય ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલને પિતાના રૂપમાં પરિણત કરી શક્તો નથી.
- જેઘ નો અર્થ છે—એક ગુણ સ્નિગ્ધ અગર એક ગુણ રુક્ષ, સ્નિગ્ધતા રુક્ષતા વગેરે ગુણનું પરિમાણ ઓછું વધતું હોય જ છે, જેમ પાણીની અપેક્ષા બકરીનું દૂધ વધારે નિધ હોય છે, બકરીના દૂધથી ગાયનું દૂધ વધારે સ્નિગ્ધ હોય છે એવી જ રીતે ગાયના દૂધથી ભેંસનું, ભેંસના દૂધથી ઊંટડીનું અને ઊંટડીના દૂધની અપેક્ષા ઘેટીનું દૂધ અધિક સ્નિગ્ધ હોય છે. એમાં ઉત્તરોત્તર સ્નિગ્ધતા અધિક છે અને પૂર્વ પૂર્વમાં રુક્ષતાને અંશ અધિક છે. એક ગુણ સ્નિગ્ધ પુદ્ગલને જેમ એક ગુણ સ્નિગ્ધ પુગલની સાથે બન્ધ થતું નથી તેવી જ રીતે બે સંખ્યાત અસંખ્યાત અને અનન્ત ગુણ સ્નિગ્ધ પુદ્દગલની સાથે પણ બન્ધ થતું નથી.
એવી જ રીતે એક ગુણ રુક્ષતાવાળા પુદ્ગલને એક ગુણ રુક્ષતાવાળા તથા સંખ્યાત અસંખ્યાત અને અનન્ત ગુણ રુક્ષતાવાળા યુગલની સાથે બન્ધ થતું નથી એવી જ રીતે જઘન્ય ગુણવાળા સ્નિગ્ધ અને જઘન્ય ગુણવાળા રુક્ષ પુદ્ગલેને પરસ્પર બન્ધ થતું નથી.
બે ગુણ સ્નિગ્ધતાવાળા પુદ્ગલને એક ગુણ રુક્ષતાવાળા પુદ્ગલની સાથે બન્ધ થત નથી અને તે જ રીતે એક ગુણ સ્નિગ્ધતાવાળાને બે ગુણ રુક્ષતાવાળા પુદ્ગલની સાથે બન્યા થતું નથી કારણ કે એક ગુણ જઘન્ય ગુણ હોય છે. જેમ જઘન્ય ગુણવાળા સ્નિગ્ધ અને રુક્ષ યુગલને બન્ધ થતું નથી તેવી ૨ રીતે ગુણેની સમાનતા હોવાથી સદશ પુદ્ગલેને બન્ધ થતું નથી.
તે આ રીતે છે–તુટ્યગુણ સ્નિગ્ધ પુદ્ગલનો તુલ્યગુણ સ્નિગ્ધ પુદગલ સાથે બન્ધ થત નથી, એ જ રીતે તુલ્યગુણ રુક્ષપુદ્ગલનો તુલ્યગુણ રુક્ષ મુગલ સાથે બન્ધ થતું નથી. સરખાં બળ અને ગુણવાળા બે મલ્લેની કુસ્તીની જેમ તેમાં પરિણત કરવાની શક્તિ હોતી નથી પરંતુ પંચગુણ સ્નિગ્ધને પંચગુણરુક્ષ પુદ્ગલની સાથે બન્ધ થાય છે. સ્નિગ્ધતા ગુણની વિષમતા અગર રુક્ષતા ગુણની વિષમતા થવાથી સદશ પુદગલને પણ બન્ધ થાય છે.
આ પ્રકારે દ્વિગુણ સ્નિગ્ધને ચતુર્ગુણ સાથે ત્રિગુણ સ્નિગ્ધને પંચગુણ સ્નિગ્ધ સાથે ચતુગુણ સ્નિગ્ધને ષડૂ ગુણ સ્નિગ્ધની સાથે બન્ધ થાય છે એવી જ રીતે અનન્તગુણ નિષ્પની સાથે બંધ સમજી લેવો જોઈએ. આ રીતે રક્ષે ગુણની વિષમતા થવાથી પણ બન્ધ થાય છે તે જાતે જ સમજી લેવું જોઈએ.
1 શંકા–આવું થવા છતાં પણ એક ગુણ સ્નિગ્ધ પુદ્ગલને દ્વિગુણ સ્નિગ્ધ પુદ્ગલ સાથે બન્યા થવો જોઈએ કેમકે ગુણની વિષમતા ત્યાં પણ વિદ્યમાન છે.
* સમાધાન-આમ ન કહેશો. બે ગુણ અધિક વિગેરે સદશ પુદ્ગલેને જ પરસ્પર બન્ધ સ્વીકાર કરવામાં આવ્યો છે આથી એક ગુણ સ્નિગ્ધ પુદ્ગલને બે અધિક ગુણવાળા સ્નિગ્ધની સાથે દ્વિગુણ અધિક સ્નિગ્ધ પુદ્ગલને એક ગુણ સ્નિગ્ધ સાથે એક ગુણ રૂક્ષ પુદ્ગલને દ્વિગુણ અધિક રૂક્ષ સાથે દિગુણ અધક રૂક્ષને એક ગુણ રૂક્ષ પુદ્ગલ સાથે બધ થતો નથી. એક આદિગુણ અધિક સદંશ એ સ્નિગ્ધ પુદ્ગલો અથવા રૂક્ષ પુદ્ગલને બન્ધ થતું નથી.