________________
ગુજરાતી અનુવાદ અ. ૨. ગુણના લક્ષણનું નિરૂપણ સૂ. ૩૦
૧૫૯ સંબંધને સંભવ નથી. આથી સત્ય એ છે કે સ્થિતિઅંશરૂપ દ્રવ્ય ગુણે અને પર્યાયોના રૂપમાં પરિણત થતા રહે છે. ગુણ પર્યાય તેમના પરિણમન વિશેષ છે તેમનામાં જે ગુણ રૂપ પરિણામ છે તે નિર્ગુણ છે અર્થાત ગુણમાં ગુણ હોતું નથી. - શુકલ આદિ રૂપ આદિ તથા ઘટ કપાલ વગેરે ગુણે અને પર્યાયોના બીજા કેઈ ગુણ પર્યાય હોતા નથી. પરંતુ પરિણામી દ્રવ્ય દ્રવ્યને જ શુકલ વગેરે રૂપ વગેરે ગુણ પરિણામી થાય છે અને ઘટ કપાલ સંસ્થાન વગેરે પર્યાય પરિણામ હોય છે બંને શુકલ આદિ ગુણરૂપ આદિના બીજા કેઈ શુક્લ આદિ હોતા નથી અને ન ઘટ આદિ આકારના બીજા કેઈ સંસ્થાન વિગેરે પર્યાય હોય છે.
આ કારણે ગુણ નિર્ગુણ હોય છે. પર્યાય ગુણેથી એકાન્ત ભિન્ન નથી કારણ કે ગુણો અને પર્યાયોની કથંચિત એકતા સ્વીકારવામાં આવી છે.
અત્રે એ સમજી લેવું જોઈએ કે દ્રવ્ય-યુગપદ ભાવિની શુકલ આદિ રૂપ આદિ જ્ઞાન વગેરે ગુણ પરિણતિને તથા કમ ભાવિની પિન્ડ ઘટ કપાલ વગેરે પર્યાય પરિણતિને યોગ્ય હોય છે. તે પરિણામી અને ધ્રુવ-અંશ રૂપ છે, આશ્રય છે. ઉત્પાદ અને વ્યય સ્વરૂપ રૂપ રસ ગંધ સ્પર્શ તથા જ્ઞાન દર્શન રૂપ ગુણેને તથા ઘટ કેશ આદિ રૂપ પર્યાયોને આશ્રય દ્રવ્ય છે.
દ્રવ્ય જ સામાન્યાત્મક રૂપ રસ આદિ તથા જ્ઞાનાદિ ગુણના રૂપમાં તથા પિન્ડ ઘટ વગેરે પર્યાયોના રૂપમાં પરિણમન કરે છે. પછી તે તે આકારેથી નિવૃત્ત થાય છે અને દ્રવ્ય રૂપથી અવસ્થિત રહે છે. પરિણામ અને પરિણામીમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની અપેક્ષા કથંચિત અભિન્નતા અને કથંચિત ભિન્નતા જાણવી જોઈએ. આ શુકલ આદિ રૂપ આદિ તથા જ્ઞાન આદિ ગુણેના બીજા કોઈ ગુણ નથી આથી તે નિર્ગુણ છે આમ આ વિધાન ત્યારે જ શકય હોઈ શકે જ્યારે ગુણ અને ગુણીમાં ભેદ માનવામાં આવે.
તે ભેદ કથંચિત જ સ્વીકારાય છે, એકાન્ત રૂપથી નહીં કારણ કે બધી વસ્તુઓ ભેદ અને અભેદ રૂપ છે. જ્યારે દ્રવ્ય જ શુકલ રસ આદિના રૂપમાં અગર જ્ઞાન દર્શન આદિના રૂપમાં પરિણત થાય છે એટલે દ્રવ્યની સાથે તાદામ્ય સંબંધ હોવાના કારણે ગુણ દ્રવ્યથી જુદાં થઈ શતાં નથી. આ પ્રકારે તેમનામાં કથંચિત અભિન્નતા છે. આ અભિન્નતા કેવળ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી જ સમજવી જોઈએ અને ગુણેને નિર્ગુણ સમજવા જેઈએ.
પર્યાયાર્થિક નયથી ગુણેની પ્રધાનતા હેવાથી દ્રવ્યથી ગુણ કથંચિત્ ભિન્ન પણ છે.
શંકા–દ્રવ્યાર્થિક નયના મતે ગુણનું અસ્તિત્વ જ નથી તે પછી અભિન્નતા કેવી રીતે માની શકાય ?
સમાધાન–કવ્યાર્થિક નયના મતે પણ ગુણનું અસ્તિત્વ તો છે પણ તે દ્રવ્યથી ભિન્ન છે.
દ્રવ્ય જ્યારે શુકલ રૂપમાં પરિણત થાય છે ત્યારે તેમાં નીલાકાર આદિ પરિણમન થતું નથી આથી ગુણની નિર્ગુણતા સ્પષ્ટ જ છે.
જેમ દ્રવ્યમાં ગુણ રહે છે તેમ ગુણમાં ગુણ રહેતું નથી શંખમાં સફેદાઇને ગુણ છે પણ તેની સફેદાઈમાં પુનઃ સફેદાઈ રહેતી નથી તે સ્વયં શુકલતા સ્વરૂપ જ છે,