________________
ગુજરાતી અનુવાદ અ. ૩ અશ્વના સ્વરૂ
૧૬૯ કહેવાનું એ છે કે આત્મા અને શરીરના એકમેક થવાથી આભોગવીર્ય દ્વારા કર્મને બંધ થાય છે. કહ્યું પણ છે–
આ પ્રાયોગિક બંધ કર્તાના સામર્થ્યથી ઉત્પન્ન થાય છે અને તેના અનાગિક વર્ષથી માનેલ છે ?
અનાભોગિક વીર્ય દ્વારા રસને પચાવીને તે અનાભોગિક વીર્ય દ્વારા જ તેને ધાતુરૂપમાં પરિણુત કરે છે. રા.
જેમ ઘડા વગેરેમાં થનારા માટીના અવયવ પિન્ડમાં સમાયેલા હોય છે તેવી જ રીતે જ્ઞાનાવરણીય આદિ કર્મોના દેશ (અવયવ) પણ સમજી લેવા જોઈએ.
કર્મ છે કે સમાહિત તથા અવિભક્ત છે–કાશ્મણ વર્ગણ દ્રવ્યની અપેક્ષાથી એક રૂપ છે તે પણ જિનેન્દ્રોમાં પ્રકૃતિના ભેદથી તેને આઠ પ્રકારના જોયા છે અર્થાત કર્મની પ્રકૃતિઓ આઠ હોવાથી કર્મના આઠ ભેદ માન્યા છે.
જેમ પુદ્ગલત્વની અપેક્ષાથી બધા પુદ્ગલ દ્રવ્ય સરખા છે તે પણ તેમના વિપાકમાં તફાવત જોવામાં આવે છે. કેઈ દ્રવ્ય પિત્તકારી, કેઈ કફજનક તે કઈ વાયુવર્ધક હોય છે એવી રીતે ગુણ ભેદ હોવાથી તેને દ્રવ્યમાં પણ ભેદ માનવામાં આવે છે. આવી જ રીતે કર્મોમાં પણ પ્રકૃતિના ભેદથી ભેદ માનવામાં આવ્યા છે.
જે કર્મની જેવી પ્રકૃતિ (ગુણ સ્વભાવ) છે તેના ફળ પણ તેવાજ હોય છે. જાંબુના વૃક્ષમાં લીંબોળી લાગતી નથી અને લીમડાના વૃક્ષમાં જાંબુ થઈ શક્તા નથી.
ઠીક આવી જ રીતે જુદા જુદા પ્રકારના પિતાના પ્રયોગ રૂપી જળથી સીચેલ કર્મ રૂપી વૃક્ષ પણ પોતપોતાના સ્વભાવ અનુસાર જુદા જુદા પ્રકારના ફળને ઉત્પન્ન કરે (૭)
સમવાયાંગ સૂત્રના પાંચમાં સમવાયમાં કહે છે –
ગથી થનારો બંધ અને કષાયથી થનારે બંધ.
આવી જ રીતે સ્થાનાંગસૂત્રના બીજા સ્થાનના બીજા ઉદ્દેશકમાં કહ્યું છે–પાપકર્મોને બન્ય બે કારણોથી થાય છે–રાગદ્વેષથી રાગ બે પ્રકારના છે--માયા અને લેભ. દ્વેષ પણ બે પ્રકારના કહેવામાં આવ્યા છે--ક્રોધ અને માન પ્રજ્ઞાપના સૂત્રના ૨૩ માં પદમાં આવી જ રીતનું પ્રરૂપણ કરવામાં આવ્યું છે. (સૂ. ૧)
“ો કિલો -દિ-અનુ-આજ ઉપમેય ઈત્યાદિ
મૂળ વાર્થ—અન્ય ચાર પ્રકારના છે–પ્રકૃતિબન્ધ, સ્થિતિબન્ધ, અનુભાગબન્ધ અને પ્રબન્ધ. પરા
તત્વાર્થદીપિકા–પૂર્વ સૂત્રમાં કથિત બન્ધ એકજ પ્રકારને છે કે અનેક પ્રકારને ? એવી જિજ્ઞાસા થવાથી કહીએ છીએ. બન્ધના ચાર ભેદ છે. (૧) પ્રકૃતિબન્ધ (૨) સ્થિતિ બન્ય (૩) અનુભાગબન્ધ તથા (૪) પ્રદેશબ.
૧. પ્રકૃતિબ –પ્રકૃતિને અર્થ છે–અંશ અથવા ભેદ તેના જ્ઞાનાવરણ વગેરે આઠ ભેદ છે તેમનું બન્ધ થવું પ્રકૃતિબન્ધ કહેવાય છે અથવા અવશિષ્ટ–સાધારણ જે કર્મ દ્રવ્ય છે તેમાં
૨૨