________________
ગુજરાતી અનુવાદ અ. ૨ કાળના લક્ષણનું નિરૂપણ સ. ૧૮
_૧૨૧ વત્તતે એવા વ્યવહારનો વિષય હોતી નથી. કારણ કે સૂર્યની ગતિમાં પણ તેને સદ્ભાવ છે આથી વસંતે એ પ્રકારના વ્યવહારના વિષય બનનારા તમામ પદાર્થોની વત્તના આદિને નિર્વાહક કાળ કઈ જુદે જ હેવો જોઈએ. જે કાળનું અસ્તિત્વ ન માનીએ તે કાલાશ્રિત વૃત્તિ પણ ન મનાય. કાળ નિશ્ચીત હોવાથી જ કાલાશ્રિત વૃત્તિ કહી શકાય છે. આ રીતે સકળ પદાર્થોમાં થનારી વર્તના કાળ વગર ઘટિત થઈ શક્તી નથી આથી પદાર્થોનાં પરિણમનને કારણે કાળનું કાર્યથી અનુમાન થાય જ છે. કાળ દ્રવ્યના વાચક ઘણાં શબ્દો પણ લેકમાં પ્રસિદ્ધ છે. તેઓ વસ્તુની ક્રિયામાત્રના વાચક હોઈ શકતા નથી. તે શબ્દ આ પ્રમાણે છે–યુગપદ (એક સાથે) અયુગપલ્ (અક સાથે નહીં) ક્ષિપ્ર (શીધ્ર) ચિર (ડુ) (મેડેથી) આ પર છે. આ અપર છે, આ વર્તશે, આ વર્તશે નહીં આ વતી રહ્યું છે આ અંદર વતે છે વગેરે બધા શબ્દ કાળની અપેક્ષા રાખે છે. આમ પુરુષ આ જ રીતે વ્યવહાર કરે છે. આવી જ રીતે વીતેલે કાળ આવનારો કાળ આજ, હવે, અત્યારે પરમ દિવસે ત્રીજા દિવસે સવારે પ્રાતઃ વગેરે વ્યવહાર કાળવાચક પ્રયાગ કાળના અભાવમાં થઈ શકતા નથી આથી કાળદ્રવ્યને અવશ્ય સ્વીકાર કરવો જોઈએ.
પરિણામ પુદ્ગલ આદિ દ્રવ્યને એક પર્યાય છે જે પોતાની જાતિને ત્યાગ ન કરતા હલન-ચલનથી ભિન્ન પ્રાગ દ્વારા ઉત્પન્ન થાય છે જેવી રીતે અંકુર અવસ્થાવાળા વનસ્પતિકાયના મૂળ ડાળી થડ પાંદડા, શાખા કુલ ફલને સદ્ભાવ રૂપ પરિણામ થાય છે. આ અંકુર હતું, હવે રૂંધવાન થઈ ગયું આ વર્ષમાં આ કુલશે ફાલશે. પુરુષ છવદ્રવ્યના પરિણામ શૈશવ બાલ્ય પગંડ, યૌવન, વૃદ્ધાવસ્થા આદિ છે.
પરિણામ બે પ્રકારના છે-અનાદિ અને સાદિ. અમૂધમ અધમ આકાશ, કાળ અને જીવમાં અનાદિ પરિણામ થાય છે જ્યારે મૂર્તા વાદળ, ઈન્દ્રધનુષ્ય આદિમાં તથા સ્તંભ કુંભ વગેરેમાં સાદી પરિણામ છે.
એવી જ રીતે (૧) હેમન્ત (૨) શિશિર (૩) વસન્ત (૪) ગ્રીષ્મ (૫) વર્ષા અને (૬) શરદ નામની છ ઋતુઓ પણ કાળના જ શક્તિભેદ રૂપ પરિણામ વિશેષ છે જેમનું વિભિન્ન કાર્યોની ઉત્પત્તિથી અનુમાન કરવામાં આવે છે. જેમ કે હેમન્ત ઋતુમાં કપાસ આદિના કુલ હિમવર્ષાથી બળી જાય છે, વટેમાર્ગુઓના હાથ સંકેચાઈ જાય છે, તેમનાં દાંત કડકડે છે. શરીર થર-થર કાંપવા લાગે છે અને તેઓ પતંગીયાની જેમ અગ્નિ તરફ ઉમટી પડે છે ઝાકળ બિન્દુના સંપર્કથી અત્યન્ત શીતળ વાયુ અને કલેશ ઉત્પન્ન કરે છે.
શિશિર ઋતુમાં ચંદ્રના કિરણે અત્યન્ત ધુમ્મસથી ઢંકાઈ જાય છે બેરડીના વૃક્ષની શાખાઓ ફળોના ભારથી ઝુકી જાય છે અને બાળકે તેની હેઠળ હરે ફરે છે, હવા બરફના કણેથી વિશદ્ કુન્દ તથા માલતી વગેરેના પુષ્પથી સુવાસિત થાય છે.
વસંતમાં ચારે બાજુ કુંજલતાઓના ફુલ કિંચિત વિકસિત થાય છે, કેસર તિલક કુરબક શિરીષ વગેરેના ફળની સુગંધથી યુક્ત તથા તરુણુ જનોના મનને હરણ કરનાર પવન ધીમે ધીમે વાય છે. આંખની મંજરીના રજ તથા પરાગથી ખરડાયેલા શરીરવાળા ભમરાં મનોહર ગુંજન કરે છે. કાયલ પિતાના કુહૂ-કુના કલરવથી આમ્રવનેને શોભાયમાન કરે છે. મલયા