________________
૧૪૪
તત્વાર્થસૂત્રને પર્યાથી રહિત દ્રવ્ય અને પર્યાથી રહિત પર્યાય. ક્યાં, કયારે, કયા સ્વરૂપે, ક્યા પ્રમાણથી જોયાં છે ? અર્થાત કદી જોઈ જ શકાતા નથી જ્યાં દ્રવ્ય છે ત્યાં પર્યાની સત્તા અને જ્યાં પર્યાય છે ત્યાં દ્રવ્યની સત્તા અવશ્ય હોય છે.
વિશેષથી રહિત, સામાન્ય રૂપ ધ્રૌવ્ય અંશ એકલું ગ્રહણ કરી શકાતું નથી અને ન તે સામાન્ય અંશ વગર વિશેષ અંશ જ કશે પણ ગ્રહણ કરી શકાય છે. આથી ધ્રૌવ્યરૂપ સામાન્ય અવશ્ય સ્વીકારવો જોઈએ અને વિશેષ અંશને પણ અવશ્ય અંગીકાર કરવો જોઈએ.
બધાં પદાર્થો હંમેશ સરખા હોતાં નથી. જો તે સરખાં હતા તે તેમનામાં કોઈ પણ પ્રકારની અસમાનતા થઈ જ ન શકે, આવી પરિસ્થિતિમાં એક વસ્તુ બીજી વસ્તુથી જુદી કેવી રીતે પ્રતીત થશે ? તેમનામાં કોઈ પણ રૂપમાં ભેદ તો છે નહીં તે પછી ભેદ પ્રતીતિનું કારણ શું છે?
આથી જે વિદ્વાન ભેદને સ્વીકાર કરે છે તેણે કેઈ ન કોઈ રૂપમાં વિરૂપતા, ઉત્પાત અને બીજા પણ અવશ્ય અંગિકાર કરવા જોઈએ અને બધા પદાર્થો હમેશા સામાન્ય વિશેષાત્મક જ છે એવું માનવું જોઈછે.
સામાન્ય અને વિશેષના લક્ષણમાં ભેદ હોવા છતાં પણ બંનેમાં સર્વથા ભેદ નથી કારણ તેઓ વસ્તુથી અભિન્ન છે. એક વસ્તુને જે વસ્તુત્વની અપેક્ષાએ પણ બીજી વસ્તુથી સમાન ન મનવામાં આવે તો એક વસ્તુ અવતુ થઈ જાય અને તદવિનાભાવી હોવાથી બીજી વસ્તુને પણ અભાવ થઈ જશે.
આવા સંજોગોમાં સર્વશૂન્યતાની મુશ્કેલી આવશે અર્થાત્ કોઈપણ વસ્તુની સત્તા સાબીત થશે નહીં સર્વશૂન્યતા અભીષ્ટ નથી આથી સર્વશૂન્યતાના ભયથી સામાન્ય અને વિશેષમાં કથંચિત વસ્તુત્વની દૃષ્ટિથી પણ સરખામણી સ્વીકારવી જેઝએ. આથી એ સાબીત થયું કે બધાં પદાર્થ સામાન્ય વિશેષ સ્વભાવવાળા છે. સામાન્ય અને વિશેષમાં પરસ્પર સ્વભાવ વિરહને અભાવ હોવાથી, એકરૂપતા હોવાથી પણ ધમભેદની સિદ્ધિ હોવાનું કારણ સમરત વ્યવહારની સિદ્ધિ થઈ જાય છે.
આવી રીતે એ સાબિત થયું કે ઉત્પાદ. વ્યય અને ધ્રૌવ્યરૂપ સત દ્રવ્યનું લક્ષણ છે.
સ્થાનાંગસૂત્રમાં સ્થાન ૧૦માં કહ્યું છે–વસ્તુ ઉત્પન્ન પણ થાય છે, નાશ પણ પામે છે અને કાયમ પણ રહે છે. એ ૨૫ છે
“સન્માવવો નિર' રદ્દા મૂળસૂત્રાર્થ–વસ્તુનું પોતાના મૂળસ્વરૂપથી નષ્ટ ન થવું નિત્યત્વ છે.
તત્ત્વાર્થદીપિકા–પૂર્વ સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે ઉત્પાદ વ્યય અને પ્રૌવ્ય સ્વભાવવાળી વસ્તુ જ સત છે. અહીં ધ્રૌવ્યને અર્થ નિત્યત્વ છે આથી નિત્યનું લક્ષણ કહીએ છીએ જે વસ્તુ જે સ્વભાવમાં પહેલા જેવાય છે તે જ સ્વભાવમાં તે પુનઃ પણ જોઈ શકાય છે. “આ તે જ વસ્તુ છે એ પ્રકારનું પ્રત્યભિજ્ઞાન થાય છે.
પહેલા દેખાએલી વસ્તુ જ્યારે પુનઃ આંખેની સામે આવે છે ત્યારે તે આ જ છે એ પ્રકારનું પ્રત્યક્ષ અને સ્મરણના જોડાણ રૂપ જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે પ્રત્યભિજ્ઞાન કહેવાય