________________
ગુજરાતી અનુવાદ અ. ૨ સ્કંધગા ચક્ષુગ્રાહા થવાનું નિરૂપણ સૂ. ૨૩ ૧૩૯. આદિ ધૂળની ઉત્પત્તિ થાય છે. જે પરમાણુ માત્ર જ રહે તેમાં કઈ વિશેષતા ઉત્પન્ન હોય તે સ્થળની ઉત્પત્તિ થઈ શકતી નથી.
આ રીતે સ્વગત ભેદને સ્વીકાર કરવાથી કઈ પણ વસ્તુઓમાં સર્વથા અભેદની શક્યતા રહેતી નથી તેમજ ન તે તેમનામાં સર્વથા ભેદ જ છે, પરંતુ કંઈક સમાનતા પણ છે.
ઇંદ્રિયજનિત પ્રત્યક્ષના વિષય થવા રૂપ પરિણામમાં જ માત્ર કારણ હોતું નથી પરંતુ વિશિષ્ટ પ્રકારના અનન્ત સંખ્યક પરમાણુઓના સંઘાતથી ઉત્પન્ન થનારી સ્થળ પરિણતિ અમુક-અમુક ઇન્દ્રિયને વિષય બને છે આથી ઇંદ્રિયજન્ય પ્રત્યક્ષને વિષય થવામાં કેવળ સંઘાત જ કારણ નથી તેમજ ન તે કેવળ પરિણામ જ કારણ છે. વરન ભેદ અને સંઘાત બંને જ્યારે એક જ કાળમાં હોય છે ત્યારે જ સ્કંધ ચાક્ષુષ હોય છે. અહીં ચક્ષુ શબ્દથી બધી ઇન્દ્રિયને ગ્રહણ કરી લેવી જોઈએ અને એ પણ સમજી લેવું જોઈએ કે સ્પર્શ, રસ, ગંધ અને શબ્દ પણ પૂર્વોક્ત પરિણતિથી યુક્ત, થઈને જ સ્પર્શના, રસના (જીભ ઘાણ (નાક) અને શ્રોત્ર (કાન) ઇન્દ્રિય દ્વારા જાણવામાં આવે છે.
જે દ્રયથી લઈને અનન્ત પરમાણુ સુધી સૂક્રમ સ્કંધ અચાક્ષુષ છે તે પૂર્વોક્ત ત્રણ પ્રકારનાં કારણથી અર્થાત્ સંઘાતથી ભેદથી અને સંધાત-ભેદ (બંને)થી ઉત્પન્ન થાય છે.
શંકા—જે કપ બાદર છે, તેઓ જ સૂક્ષ્મ કેવી રીતે કહી શકાય?
સમાધાન-પુદ્ગલેનું પરિણમન ઘણું વિચિત્ર હોય છે. તે જ પુદ્ગલ કદાચિત મેઘ ઇંદ્રધનુષ્ય, વીજળી વગેરે બાદર પરિણામને ધારણ કરે છે અને કયારેક તે એવું સૂક્ષ્મ રૂપ પણું ધારણ કરી લે છે કે ઈંદ્રિય દ્વારા ગ્રાહ્યા હતાં નથી. કદી-કદી તેમનામાં એવું પરિણમન થઈ જાય છે કે એક ઇંદ્રિયને બદલે કેઈ બીજી ઈન્દ્રિય દ્વારા ગ્રાહ્ય બની જાય છે. દા. ત. મીઠું હીંગ વગેરે. મીઠું તથા હીંગ પહેલા ચક્ષુગ્રાહ્ય હોય છે પરંતુ પાણીમાં મળી જવાથી ચક્ષુગ્રાહ્ય રહેતાં નથી, રસનાગ્રાહ્યા જ રહી જાય છે. કઈ-કોઈ સૂક્ષ્મ રૂપમાં ઉત્પત્તિ થઈને એવા જળધરને આકાર ધારણ કરી લે છે કે જે આકાશમાં બધી દિશાઓમાં ફેલાઈ જાય છે. આ રીતે પુદ્ગલેના પરિણમનની વિચિત્રતાના કારણે સ્થળનું સૂક્ષ્મ અને સૂફમનું સ્થૂળ થઈ જવું લગીર પણ આશ્ચર્યજનક અથવા અસંગત નથી | ૨૩ .
મૂહૂર-સત્ વઢવા' રછા મૂળ સૂત્રાથ-દ્રવ્યનું લક્ષણ સતું હોય છે. તે ૨૪ |
તત્વાર્થદીપિકા–પહેલા ધર્મ અધર્મ આકાશ, કાળ, પુગળ અને જીવ આ છે દ્રવ્યના વિશેષ લક્ષણનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હવે તેમના સામાન્ય લક્ષણ કહીએ છીએ
દ્રવ્યનું લક્ષણ સત્ છે અર્થાત્ જે સત્ છે તે જ દ્રવ્યનું લક્ષણ છે એ રીતે સર્વ દ્રવ્ય સામાન્યનું-સ્વરૂપ છે વ્યખ્યાપ્રજ્ઞપ્તિ-(ભગવતી) સૂત્રમાં કહ્યું પણ છે–સતુ દ્રવ્ય કહેવાય છે. ૨૪
તત્વાર્થનિર્યુકિત–પહેલા ધર્મ આદિ દ્રવ્યોની ગતિ-ઉપગ્રહ સ્થિતિ ઉપગ્રહ અવગાહઉપગ્રહ આદિ વિશેષ લક્ષણ કહેવાઈ ગયા છે હવે સમસ્ત દ્રવ્યવ્યાપક લક્ષણ કહીએ છીએ–