________________
તત્વાર્થસૂત્રને નથી. આપેક્ષિક-સ્કૂલત્વ બેરની અપેક્ષાએ આમળામાં અને આમળાની અપેક્ષાએ દાડમમાં હોય છે પરમાણુઓના પ્રથમ પરિણામના અને અવયના વિકાસને સ્થૂલત્વ કહે છે આ બન્ને પ્રકાર ના સ્થલ પૌગલીક છે.
સંસ્થાનને અર્થ આકૃતિ છે. આકૃતિ અવયની અમુક પ્રકારની રચનાથી બને છે. સંસ્થાન બે પ્રકારના છે જીવનું અને અજીવનું પૃથ્વીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય અને ‘વનસ્પતિકાય એ એકેન્દ્રિય જીવ છે અને બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચરિન્દય તથા પંચેન્દ્રિય
જીવ અનેક ઈન્દ્રિય છે આ પૃથ્વી, અપ તેજસ્કાય આદિ જીવોના શરીરનું સંસ્થાન કમથી મસૂરની સમાન, તિબક–ની સમાન, સૂચકલાપની સમાન ધજાની જેમ તથા અનિત્થસ્થ હોય છે. આમા જે બેઈન્દ્રિય તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય નામના ત્રણ વિકસેન્દ્રિય જીવ છે તેમનું સંસ્થાન હંડક હોય છે. પંચેન્દ્રિયેના યથાયોગ્ય નામકર્મના ઉદયથી ઉત્પન્ન થનારા છ પ્રકારના સંસ્થાન હોય છે. સમચતુરઝ, ન્યગ્રોધ, સાદિ, કુમ્ભક, વામન અને હુન્ડક, કહ્યું પણ છેજે સંસ્થાન સમરસ હોય અર્થાત જેને ચારે બાજુથી માપવાથી સરખું હોય તે સમચતુસ્ત્ર કહેવાય છે. જેમાં ઉપરના અવયવ મેટા હોય તે ન્યધ સંસ્થાન જેમાં નીચેનાં અવયવ માટે હેય તે સાદિ જેમાં પેટ અંદર જતું રહ્યું હોય અર્થાત જે કુબડે હોય તે મુજક સંસ્થાન જે વંતી હોય તે વામન અને જે બધી જગ્યાએ વિષમ હોય–બેઠંગે હોય તે હંડક સંસ્થાન કહેવાય છે.
અજીવનું સંસ્થાન પાંચ પ્રકારનું હોય છે, વૃત્ત, ત્રિકેણ, ચતુષ્કોણ આયત (લાંબું) અને પરિમન્ડલ. વૃત્ત સંસ્થાન યુગલ અને અયુગલના ભેદથી બે પ્રકારનું હોય છે. યુગ્મ સંસ્થાન પણ બે પ્રકારનું છે. પ્રતર અને ઘન એવી રીતે અન્ય સંસ્થાન પણ સમજી લેવા જોઈએ. જે સંસ્થાન વૃત્ત આદિ કોઈ રૂપમાં પણ ન કહી શકાય તે અનિત્થસ્થ કહેવાય છે. આ બધાં જ સંસ્થાન પદગલિક છે.
કઈ વસ્તુના એકત્વને ભંગ થઈ જ ભેદ કહેવાય છે. ભેદ પાંચ પ્રકારના છે. કરિક, ખન્ડ, ચીર્ણિક, પ્રતર અને અનુત્તર ભેદ, વિભક્ત થનારા પુદગલદ્રવ્યમાં જ થાય છે આથી તે પિદુગલિક છે. તે પુદગલ સિવાય કોઈ પણ અન્ય દ્રવ્યમાં હેતે નથી.
ચીરવાવાળા લાકડા વગેરેમાં સ્કુરિક ભેદ હોય છે. કોઈ વસ્તુના સૂરે ચૂરા થઈ જવા તે ચૌર્ણિક ભેદ છે. માટીના પીંડનિ જેમ ટુકડા-ટુકડા થવા તે ખખ્તભેદ છે. અબરખ અગર ભાજપત્ર વગેરેની માફક પડના પડ જુદા જુદા થાય તે પ્રતર ભેદ છે. વાંસ અગર શેરડીની માફક કેઈની છાલ જુદી થઈ જાય તે અનુત્તર ભેદ છે. પૂર્વોક્ત યુક્તિ મુજબ આ બધા ભેદ પૌગલિક છે. એવી જ રીતે અન્ધકાર, છાયા, તાપ તથા ઉદ્યોત પણ પુદગલદ્રવ્યના જ પરિણામ છે." - અન્ધકાર પુલનું જ પરિણામ છે કારણ કે તે જોવામાં અવરોધ નાખે છે જેમ દિવાલ , અથવા આવરણ કર્તા હોવાના કારણે તે પટ વગેરેની જેમ પૌલિક છે. છાંયડો પણ પદ્વલનું
પરિણામ છે કારણ કે તે શીતલ અને સંતોષદાયક હોય છે જેમ પાણી અને હવા. એવી જ રીતે તાપ પણ સંતાજનક હેવાથી પરસે ઉત્પન્ન કરનાર હોવાથી અને ઉષ્ણ હોવાથી અગ્નિ આદિની માફક પૌલિક છે. એવી જ રીતે ચન્દ્રિકા આદિને પ્રકાશરૂપ ઉદ્યોત પણ પુલદ્રવ્યનું પરિણામ છે, કેમકે તે આલ્હાદક હોય છે જેમ અગ્નિ વગેરે.