________________
| ગુજરાતી અનુવાદ અ. ૨ પરમાણુ અને સ્કની ઉત્પત્તિના કારણેનું નિરૂપણ સૂ. ૨૨ ૧૩૫ રહિત થઈને બીજા પરમાણુની સાથે ભેદથી સગને પ્રાપ્ત થાય છે. તે બીજા પરમાણુમાં સમાઈ શક્તો નથી. પરમાણુ સક્રિય હોય છે અને પિતાના અવગાહનાના સ્થાન રૂપ આકાશમાં જ સમાયેલું રહે છે.
શંકા–જે પરમાણુને બીજા પરમાણુની સાથે એક દેશથી પણ પ્રદેશ નથી થતે તે તેમને સગ જ થઈ શકે નહીં. કારણ કે તેઓ પરસ્પરમાં આશ્રિત નથી જેમ બે આંગળીએના જુદા જુદા રહેવાથી સગ થતા નથી તેમ.
સમાધાન આપણે એક બીજામાં પિસવાથી સંગ કહેતા નથી પરંતુ નિરવયવ હેવાથી જ તેમને સારા થાય છે. બે આંગળીઓના માફક પરમાણુ નો બીજો કેઈ સંયુક્ત જુદા પ્રદેશ હોતે નથી પરંતુ તે જાતે જ સંયુક્ત થઈ જાય છે એટલું જ અમારું વિધાન છે. આપનું પરસ્પરમાં આશ્લિષ્ટ ન થવું, હેતુ અનેકાતિક છે. સૂક્ષ્મ છેદનથી. જુદી જુદી થયેલી બે આંગળીઓના અન્તના બે પ્રદેશ જે એક બીજાથી છૂટા હોય તે પરસ્પરમાં આશ્લિષ્ટ ન લેવા છતાં પણ તેમને સોગ થાય છે. બે આંગળિઓ આપસમાં જોડાયેલી હોય છે કારણ કે વચમાં અંતર હોતું નથી તે પણ એક આંગળી બીજામાં પેસતી નથી.
શંકા-પરમાણુ સંસ્થાનવાન હોવાથી સાવયવ જ હેવા જોઈએ નિરવયવ નહીં.
સમાધાન–સંસ્થાન દ્રવ્ય અવયવોથી ઉત્પન્ન થાય છે. અવયવના હોવાથી ઘટ આદિ અવયવી વસ્તુઓમાં સંસ્થાન થાય છે. પરમાણુમાં અવયવ હોતા નથી આથી પરમાણુમાં સંસ્થાન પણ કહેતા નથી.
શંકા–જે પરમાણુંમાં સંસ્થાન નથી તે તે અસાર થઈ જશે.
સમાધાન–જેમાં સંસ્થાન ન હોય તેની સત્તા જ હેતી નથી, એ કેઈ નિયમ નથી. આકાશ સંસ્થાનથી રહિત હોવા છતાં પણ અસત નથી, સતું જ છે.
શંકા–આકાશ પણ સંસ્થાનવાન છે કારણ કે તેની પરિધિ જોઈ શકાય છે, દા. ત. દો.
સમાધાન–આ વિધાન સંપૂર્ણ લેક અને શાસ્ત્રોથી પ્રતિકુળ છે સાથે જ અનુભવથી પણ વિરુદ્ધ છે.
યોગ અગર સાગને અર્થ છે-સમ્માપ્તિ અર્થાત સારી રીતે મેળાપ થઈ જશે. આ ગ પ્રદશથી જ થાય છે તેમ નથી. જે પ્રદેશરહિત છે તેની સ્વયં જ સંપ્રાપ્તિ થઈ જાય છે.
આ રીતે બધા સ્થળપદાર્થ જે વિભક્ત કરવામાં આવે છે. નિઃસંદેહ અન્તમાં તે નિરંશ હશે. સ્થૂળવતુ સૂમપૂર્વક જ હોય છે કહ્યું પણ છે-“બધી સવિભાગ વસ્તુ અવિભાગમાં પ્રવિષ્ટ છે” અનન્ત પરમાણુઓને એક જ આકાશપ્રદેશમાં જે અવગાહ થાય છે તેનું કારણ એ છે કે તે અપ્રતિઘાતી રૂપમાં પરિણત થાય છે તે અનન્ત પરમાણુઓમાંથી કઈ કેઈન અવગાહમાં અવરોધ નાખતું નથી. જેમ એક ઓરડ દીવાના પ્રકાશથી વ્યાપ્ત હોય અને તેમાં બીજે દીપક રાખવામાં આવે તે તેને પ્રકાશ પણ તેમાં સમાઈ જાય છે અને સાથે જ શીત શબ્દ આદિના પુદ્ગલ પણ સમાયેલાં રહે છે, તેમાંથી કેઈ પુદ્ગલ બીજા પુદ્ગલની અવગાહના પ્રતિરોધ કરતું નથી એવી જ રીતે આકાશના એક જ પ્રદેશમાં અનન્ત પરમાણુ વગર વિરાધે સમાયેલા રહે છે.