________________
ગુજરાતી અનુવાદ અ. ૨ પુદ્ગલઆદિના સ્વરૂપનું નિરૂપણ સૂ. ૧૯ ૧૨૩ છે. કાળમાં રહેલી શકિતઓ કદી કદી જ પરિપાકને પ્રાપ્ત થઈને પિતાનું કાર્ય કરવા માટે પ્રવૃત્ત થાય છે, હમેશાં નહીં.
કિયાગતિ ત્રણ પ્રકારની છે–પ્રયોગગતિ, વિસસાગતિ અને મિશ્રગતિ જીવના પરિણામથી શરીર આહાર વર્ણ ગન્ય રસ સ્પર્શ અને સંસ્થાન વિષયક ગતિ પ્રગતિ કહેવાય છે. વિસસાગતિ વગર પ્રવેગે જ થાય છે અને તે જીવથી ભિન્ન દ્રવ્યોનું પરિણમન છે. પરમાણુ ઈન્દ્રધનુષ્ય મેઘપરિવેષ આદિ, તેના વિવિધ આકાર પ્રકાર હોય છે. મિશ્રગતિ પ્રાગ અને સ્વભાવ બંનેથી થાય છે. તે જીવના પ્રયોગની સાથે અચેતનના પરિણામથી કુંભ સ્તંભ વગેરેમાં ઉત્પન્ન થાય છે. કુમ્ભ આદિ તે તે રૂપમાં સ્વયં જ ઉત્પન્ન થવામાં સમર્થ થતા થકાં કુંભારના સાન્નિધ્યથી તે રૂપમાં પરિણત થઇ જાય છે.
પરત્વ અને અપરત્વ ત્રણ પ્રકારનાં છે–પ્રશંસાકૃત ક્ષેત્રકૃત અને કાલકૃત. પ્રશંસાકૃત–દા. ત. ધર્મ પર અર્થાત શ્રેષ્ઠ છે. જ્ઞાન પર-શ્રેષ્ઠ છે અને અજ્ઞાન અપર છે.........વગેરે.
એક જ દિશા અને એકજ કાળમાં સ્થિત બે પદાર્થોમાંથી જે દૂર હોય છે તે પર કહેવાય છે અને જે નજીક-નિકટ હોય તે અપર કહેવાય છે.
કાલકત પરત્વ અને અપરત્વ જોષતા અને કનિષ્ઠતા છે. જેમ ૧૬ વર્ષવાળાની અપેક્ષાએ સો વર્ષવાળ પર કહેવાય છે જ્યારે ૧૦૦ વર્ષવાળાની અપેક્ષાએ ૨૬ વર્ષવાળે અપર કહેવાય છે આમાથી પ્રશંસાકૃત અને ક્ષેત્રકૃત પરત્વ-અપરત્વને છેડીને તેમના સિવાય બધાં વર્તન પરિણામ ક્રિયા પરત્વ અને અપરત્વ કાલકૃત છે. કારણ કે કાળ તે બધામાં અપેક્ષા કારણ છે તેમનાથી કાળદ્રવ્યની સિદ્ધિ થાય છે. જે ૧૮ છે
'पोग्गलेसु वण्णगंधरसफासा' ॥ મૂળ સત્રાર્થ–પગલોમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે. ૧૯ છે
તત્વાર્થદીપિકા–પહેલાં ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ તથા જીના ઉપકાર વગેરે દર્શાવીને સામાન્ય રૂપથી સ્વરૂપ-નિરૂપણ કરવામાં આવ્યું હવે વિશેષ રૂપથી પુગલ આદિના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે કહીએ છીએ
જેમાં પૂરણ અને ગલન અર્થાત મિલન અને વિગ હોય છે તે પુદ્ગલ કહેવાય છે. પુદ્ગલમાં વર્ણ, ગંધ રસ તથા સ્પશ હોય છે. પુદ્ગલ પરમાણુથી માંડીને મહાત્કંધ સુધીના હોય છે.
આથી કાળો વાદળી વગેરે વર્ણ, સુરભિ અને અસુરભિ ગંધ, તીખો, ખાટો, મીઠો વગેરે રસ, કમળ, કઠોર વગેરે સ્પર્શ પુદ્ગલેના વિશેષ લક્ષણ જાણવા જોઈએ. આ રીતે જે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાન હોય તે પુદ્ગલ છે. જે ૧૯ · તત્વાર્થનિર્યુકિત–પુદ્ગલના વિષયમાં અન્ય તીથિની વિવિધ પ્રકારની વિરોધી માન્યતાઓ છે. દા. ત. સૌત્રાન્તિક પુદ્ગલ શબ્દને અર્થ જીવ કહે છે કારણ કે તે ફરી ફરી ગતિને ગ્રહણ કરે છે. બૌદ્ધોને એક સમ્પ્રદાય જે યોગાચાર કહેવાય છે તે વિજ્ઞાનના પરિણામને પુદ્ગલ કહે છે-કહ્યું પણ છે-આત્મધર્મને જે ઉપકાર વિવિધ પ્રકારથી પ્રવૃત્ત થાય છે તે વિજ્ઞાનનું પરિણામ છે. તે પરિણામ ત્રણ પ્રકારનું છે.