________________
૧૦૨
તત્વા સૂત્રના
આ પ્રકારે લેાકાકાશમાં સર્વત્ર ધર્મ, અધર્મના અવગાહ છે તેનાથી આગળ નથી. જેમ ચેતનનું કાર્ય શરીરમાં જ દેખી શકાય છે, બહાર નહી' એ કારણે ચેતના શરીરવ્યાપી જ છેએવી જ રીતે ધર્મ-અધર્મીના ઉપકાર લેાકાકાશમાં જ દેખી શકાય છે, બહાર નહી આથી તે દ્રવ્ય પણ બહાર નથી.
ફલિતા એ છે કે ધર્મ અને અધર્મ દ્રશ્ય દૂધ અને પાણીની જેમ પરસ્પર અવગાહન કરીને સમસ્ત લેાકાકાશમાં વ્યાપ્ત છે, એવું નહીં કે તળાવમાં પુરુષની જેમ અગર ઘરમાં ઘરની માફક કોઈ એક ભાગમાં હોય એ કૃત્સ્ન શબ્દથી પ્રકટ કરવામાં આવ્યું છે. ઉત્તરાધ્યયનના ૩૬માં અધ્યયનની ગાથા ૭ મી માં કહ્યું છે—
ધ, અને અધર્મ આ બે દ્રવ્ય લેાકાકાશમાં જ કહેવામાં' આવ્યા છે. આકાશ લેાકાલેકવ્યાપી છે અને કાળ માત્ર સમયક્ષેત્રમાં અર્થાત્ અઢી દ્વીપમાં જ છે. ! ૧૧ ૫ पोग्गलाणं भयणा पाइपरसेसु'
મૂળ સૂત્રા—પુદ્ગલદ્રવ્યના એક પ્રદેશ વગેરેમાં ભજના છે. ૫ ૧૨૫
તા દીપિકા-પૂર્વસૂત્રમાં એ દર્શાવી દેવામાં આવ્યું છે કે ધર્મ અને અધર્માંની લેાકાકાશમાં કેવા પ્રકારની અવગાહના છે? હવે લાકાકાશમાં પુદ્ગલેના અવગાહ બતાવવા માટે કહીએ છીએ. પરમાણુ આદિ પુદ્ગલ દ્રવ્યેાના અવગાહ લેાકાકાશના એક આફ્રિ પ્રદેશમાં થાય છે.
એવી જ રીતે અપ્રદેશી પરમાણુના સંખ્યાતા અસખ્યાતા તથા અનન્ત પ્રદેશવાળા સ્કંધ દ્રવ્યેાનુ' એકાદિ આકાશપ્રદેશેામાં ભજનાથી અવગાહ સમજવા જેઈ એ. આમાંથી પરમાણુંને તે એક જ આકાશપ્રદેશમાં અવગાહ થાય છે, યણુકના એક અગર બે પ્રદેશોમાં વ્યકના એક, બે અથવા ત્રણ પ્રદેશેામાં ચતુરણુક તથા પંચાણુક આદિ સંખ્યાતા-અસંખ્યાતા પ્રદેશી સ્કંધના એક આદિ સંખ્યાતા અગર અસંખ્યાતા પ્રદેશામાં અવગાહ થાય છે. ત્યાં સુધી કે અનન્તપ્રદેશી સ્કન્ધના પણ એક, બે સંખ્યાતા અથવા અસંખ્યાતા પ્રદેશેામાં અવગાહ થાય છે. ! ૧૨ ૫
તત્વા નિયુકત—પૂર્વ સૂત્રમાં અમૂત્ત ધર્મ-અધર્મ દ્રવ્યાનું સપૂર્ણ લેાકાકાશમાં અવગાહ હાવાનું પ્રતિપાદન કર્યું. હવે તેમનાથી વિપરીત સ્મૃતિ માન્ અપ્રદેશી, સંખ્યાતપ્રદેશી અસખ્યાતપ્રદેશી અને અનન્તપ્રદેશી પરમાણુ આદિ પુદ્ગલાના લેાકાકાશમાં-અવગાહનું નિરૂપણ કરવાના આશયથી કહીએ છીએ
પરમાણુ આદિ પુદ્ગલદ્રવ્યોના અવગાહ ભજનાથી એક આફ્રિ આકાશપ્રદેશમાં થાય અર્થાત્ કોઈ પુદ્ગલના એક પ્રદેશમાં, કોઈનાં બે પ્રદેશેામાં તથા કેઈ ના સંખ્યાતા અસંખ્યાતા
પ્રદેશેામાં અવગાહ થાય છે.
પરમણુંના એક આકાશ પ્રદેશમાં, ખ... અગર અબદ્ધ યકના એક અગર એ આકાશપ્રદેશેામાં અવગાહ થાય છે બદ્ધ અગર અમૃદ્ધ ત્યણુકના એક, બે અગર ત્રણ પ્રદેશેામાં અવગાહ થાય છે. એવી જ રીતે સંખ્યાતા, અસંખ્યાતા તથા અનન્તપ્રદેશવાળા પુદ્ગલ ધાના લેાકાકાશના એક, સંખ્યાતા અથવા અસંખ્યાતા પ્રદેશમાં અવગાહ સમજવા જોઈ એ.