________________
૧૧૮
તત્વાર્થસૂત્રનો છે તે પણ તેમાં હેતુત્વનું કથન કરવામાં આવે છે એવી જ રીતે દ્રવ્ય અને પર્યાય આદિના વર્તનવ્યવહારમાં કાળ જે કે નિમિત્ત માત્ર છે તે પણ એમાં હેતુકર્તવ્યનું કથન હોવું શકય છે.
શંકા–સમય આદિથી જ ઉક્ત વ્યવહાર થઈ શકે છે એવી સ્થિતિમાં કાળના અસ્તિત્વનું શું પ્રમાણ છે ? - સમાધાનસમય આદિ ક્રિયાવિશેની તથા સમય આદિ દ્વારા નિષ્પન્ન થનારા પાક આદિની “સમય પાકઃ” એવી સંજ્ઞાની પ્રસિદ્ધિ હોવા છતાં પણ “સમયઃ કાલઃ” એદનપાકકાલ” એવી રીતે કાળનું જે કથન કરવામાં આવે છે તેથી મુખ્ય કાલની સત્તાનું અનુમાન થાય છે કારણ કે મુખ્યની અપેક્ષાથી જ ગૌણ વ્યવહાર થાય છે.
આ રીતે દ્રવ્યના પર્યાય-પરિણમનમાં અર્થાત એક પર્યાયને વિનાશ થવાથી બીજા પર્યાયની ઉત્પત્તિ રૂપ પરિણામમાં, અપરિસ્પન્દ રૂપ પરિણામમાં, જીવના ક્રોધાદિ રૂપ પરિણામમાં પુદ્ગલના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ રૂપ પરિણામમાં તથા ધર્મ અધર્મ અને આકાશના અગુરુ લઘુ ગુણને વૃદ્ધિ તથા હાનિ રૂપ પરિણામમાં કાળ ઉપકારક રૂપથી હેતુ થાય છે.
હલન-ચલન રૂપ ક્રિયા એ પ્રકારની કહેવામાં આવી છે. પ્રાયોગિકિ અથૉત્ પ્રયત્નજનિત અને વસ્ત્રસિકિ અર્થાત સ્વાભાવિકી શક્ય વગેરેની પ્રાયોગિકી અને મેઘ વગેરેની સ્વાભાવિક ક્રિયા હોય છે. બંને પ્રકારની ક્રિયામાં કાલ નિમિત્ત કારણ છે.
પરત્વ અને અપરત્વે બે-બે પ્રકારનાં છે દેશમૃત અને કાલકૃત. દેશકૃત પરત્વને અર્થ છે દ્વર અને અપરત્વને અર્થ છે પાંસે. આ બંને પરસ્પર સાપેક્ષ છે. કાલકૃત પરત્વને અભિપ્રાય છે જ્યેષ્ઠતા અને અપરત્વને અભિપ્રાય છે કનિષ્ઠતા. આ સૂત્રમાં જે પરત્વ અને અપરત્વનું ગ્રહણ કરેલ છે તે કાલકૃત સમજવા જોઈએ. કાલના આધાર પર જ જ્યેષ્ઠતા-કનિષ્ઠતાને વ્યવહાર થાય છે આથી પરત્વ અને અપરત્વ પણ કાળના ઉપકારક છે. આ બંને પણ પરસ્પર સાપેક્ષ હોય છે. * આને ફલિતાર્થ એ છે કે પુગલ આદિ દ્રવ્ય પર્યાના વર્તન આદિને વ્યવહાર કાલકૃત હોવાથી કાલ જ તે બધાનું નિમિત્ત કારણ છે. - શંકા–વર્તનાનું ગ્રહણ કરવાથી જ તેને ભેદ પરિણામ, ક્રિયા આદિનું પણ ગ્રહણ થઈ શકે છે આથી પરિણામ આદિનું પૃથગ્રહણ કરવું વ્યર્થ છે. - સમાધાન–કાલ બે પ્રકારના છે-પરમાર્થકાલ તથા વ્યવહારકલ. આ બંને પ્રકારનાં કાળોને ગ્રહણ કરવા માટે પરિણામ આદિને વર્તનાથી જુદા કહ્યાં છે.
વર્ણના લક્ષણવાળો કાળ પરમાર્થ કાળ છે અને પરિણામ ક્રિયા આદિ લક્ષણવાળ કાળ વ્યવહાર કાળ કહેવાય છે. આ પ્રકારે અન્ય પદાર્થો દ્વારા પરિચ્છિન્ન અને અન્ય પદાર્થોના પરિચ્છેદનું કારણ જે ક્રિયાવિશેષ છે, તે કાલ કહેવાય છે. તેના ત્રણ ભેદ છે-ભૂત, ભવિષ્ય, વર્તમાન. આમાંથી વર્તમાન રૂપ પરમાર્થ, કાળને વ્યવહાર થ મુખ્ય અને ભૂત આદિને વ્યવહાર ગૌણ છે.
પરિણામ યિા આદિ રૂપ વ્યવહાર કાલમાં ભૂત, ભવિષ્ય તથા વર્તમાનને ચપદેશ મુખ્ય છે, કાળના વ્યપદેશમાં ગૌણ છે કારણ કે તે ક્રિયાવાન દ્રવ્યની અપેક્ષા રાખે છે અને કાલકૃત હોય છે.